Youngistan-95, School Days!

યંગિસ્તાન 95       
હેડિંગ    કભી ઉડતા હુઆ, કભી મુડતા હુઆ…મેરા રાસ્તા ચલા…

જો લેહરો સે  આગે  નઝર  દેખ  પાતી તો તુમ જાન લેતે મૈં ક્યાં સોચતા હૂં,

વો  આવાઝ  તુમકો  ભી  જો  ભેદ  જાતી  તો  તુમ જાન લેતે મૈં ક્યાં સોચતા હૂં.
ઝિદ કા તુમ્હારે જો પરદા સરકતા તો ખિડ્કીયોસે આગે ભી તુમ દેખ પાતે ,
આંખોં સે આદતો કી જો પલકે હટાતે તો તુમ જાન લેતે મૈ ક્યાં સોચતા હૂં.

મેરી તરહ ખુદ પર હોતા ઝરા ભરોસા તો  કુછ દૂર તુમ ભી સાથ-સાથ આતે,
રંગ મેરી આંખો કા બાંટ-તે ઝરા સા તો કુછ દૂર તુમ ભી સાથ -સાથ આતે,
નશા આસમાન કા જો ચૂમતા તુમ્હે ભી ,હસરતેં તુમ્હારી નયા જન્મ પાતી,
ખુદ દૂસરે જનમ મેં મેરી ઉડાન છૂને કુછ દૂર તુમ ભી સાથ-સાથ આતે.

                           *********

Rockfordધ ડાર્ક નાઈટના સર્જક ક્રિસ્ટોફર નોલાનની ધમધોકાર ઇન્સેપ્શનવચ્ચે દેવ ડી ના લેખક વિક્રમાદિત્ય મોટવાનેની ઉડાનઆવી હતી. ઉપરની પંક્તિઓમાં અમિતાભ ભટ્ટાચાર્યના હાથે જાણે તેઝાબ ઝબોળેલી ચાબુક વાગે છે! જમશેદપુરની પૃષ્ઠભૂમિ પર ત્યાંનાં જ લોખંડ જેવી સખત અને હાર્શ ફિલ્મ. કોઈ ડ્રામેટિક સીન નહિ, બધું જ એકદમ રિયલ અને એટલે જ પચાવવું અઘરું!  ના, અહીં આપણા ગુજરાતી કવિઓની શૈશવ કાળ વાળી વાતો નહિ પણ ટીન એજમાં પહોચ્યા પછી લાઈફમાં આવતી ચેલેન્જીસ અને ચેન્જીસની વાત હતી. ચારેબાજુ ઓટોક્રેટીક માં-બાપ થી લઇ શિક્ષક બધે જ જાણે જલસા પર પાબંદીનું વાતાવરણ. આજુબાજુના દોસ્તો, સિગરેટ. દારૂ, બોર્ડીંગ સ્કુલ, સેક્સની લપસણી દુનિયા અને સામે કેરિયર બનાવવાની પહાડ જેવી ચેલેન્જ.

સ્કૂલમાંથી ભાગીને ૪ દોસ્તો લોકલ સિનેમામાં એડલ્ટ મુવી જોવા જવાની વાત હોય, એકદમ સખત પણ ફ્રસ્ટ્રેટેડ બાપ સવારે ૬ વાગે ઉઠાડી રસ્તા પર દોડાવે, દારૂનાં નશામાં અને અંદરના ગુસ્સાથી બળતો રોહન પોતાના બાપની કારને સળીયાથી તોડી નાખે, બાપ રોનિત રોય પોતાની જુવાનીમાં દીકરા કરતા પણ વધુ અન-ઓર્ગેનાઈઝ્ડ રીતે જીવ્યો હોઈ દારૂના નશામાં દીકરાને કહે છે કે સતરા સાલ કે હો ગયે ઔર સેક્સ ભી નહિ કિયા?, લડકી હો લડકી, પરાણે એન્જીનીયરીંગ ભણતો (અને એટલે જ ફેઈલ થતો) રોહન જેનું પહેલેથીજ રાઈટર બનવાનું સપનું (એક સીન: જેમાં બાપ રોનિત રોય દીકરા રોહનની એક અદભુત કવિતા સાંભળીને મોઢું બગાડી કહે છે કે સરિતા યા ગૃહશોભા મેં છપેગી ય તો ફિર કોઈ સુન કે અઠ્ઠની ડાલ કે ચલા જાયેગા!), માં વગરનો રોહન ૧૭ વર્ષે હંમેશા ઘરે બેસી બાળપણનું આલ્બમ જુએ, દોસ્તો સાથે ટકીલા પીવે પણ કબાટમાં સુપરમેનનું ટોય પણ સાચવી રાખશે! ધરાર સર કહેવડાવાનો આગ્રહ રાખતો બાપ અને ૮ વર્ષ પછી ઘરે આવ્યા પછી પોતાનો સાવકો ભાઈ (બ્રિલિયન્ટ અયાન બોરડીયા) નો સમય જતા મનથી કરાતો સ્વિકાર! બધું જ કેટલું વાસ્તવિક અને બરછટ લાગે! જમશેદપુરની મિલોના ભૂંગળાઓ, લાંબા સુમસામ રસ્તાઓ અને ગરમ લોખંડ પર પડતા હથોડા! બધું જ સિમ્બોલીક!

એવું કહેવાય છે કે માણસ જયારે ભૂતકાળની યાદો વિચારીને એ જ બધી વાતો વાગોળવા માંડે ત્યારે સમજવું કે એ ઘરડો થઇ ગયો છે! છતાં દરેકને પોતાનો ભૂતકાળ, પોતાની શાળાના દિવસો યાદ કરવા ગમે જ…ઉંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું,નવી નોટબુકમાં પોતાનું નામ લખવાની ઉતાવળ, દોસ્તો સાથે નાસ્તાનો ડબ્બો શેર કરી અને પછી મસાલો નાખેલા જામફળ, ભૂંગળા-બટાકા, આમલી ખાવાની!, સાયકલના પૈંડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવાનું, કાલે વધારે વરસાદ પડે તો સ્કુલમાં રજા પડી જાય તો કેવું સારું, પી.ટી ના પીરીયડમાં ખબર ના પડે અમ તારની વાડમાં થી કુદી ભાગી જવાનું, છમાસિક પરીક્ષાની તૈયારી પણ દિવાળીના વેકેશનની રાહમાં જ કરવાની!, રેતીમાં કિલ્લો બનાવી ઘરે આવી હાથ ધોયા વગર જ જમવા બેસી જવાની આદત, દિવાળીમાં રાત્રે ફટાકડા ફોડ્યા પછી સવારે ન ફૂટેલા લવિંગીયા વીણવાના, અને વેકેશન પતે એટલે દોસ્તોને કિસ્સા સંભળાવવાના, ઓફિસની જવાબદારીઓ કરતા સ્કૂલનું ભારે દફતર કેટલું હળવું હતું! ઓફીસના એસી કરતા પંખા વગરના ક્લાસની બારી માંથી આવતો પવન કેટલો પોતાનો લાગતો!,   

 

૧૯૯૯માં નાગેશ કુકુનૂરની રોક્ફોર્ડ આવી હતી, હટકે વિષય અને ટ્રીટમેન્ટ હોય એટલે આપને ત્યાં ફિલ્મ આવીને જતી રહે, ખબર પણ ના રહે. ૧૩ વર્ષનો રાજેશ નાયડુ કેથલિક સ્કુલમાં એડમિશન લે છે, અને ઝીંદગીનું એક ખુબ ઇમ્પોર્ટન્ટ લેશન શીખે છે કે પોતાની સેફ્ટી વિષે પોતે જ વિચારવાનું છે, રેગિંગ, શિક્ષકોનો માર, ક્રશ બધા જ અનુભવ થાય છે.

આપણે ત્યાં ૧૯૯૮ માં નુપુર અસ્થાના એ ડિરેક્ટ કરેલી હિપ હિપ હુર્રે સીરીઝ ખાસ્સી પોપ્યુલર થઇ હતી જેમાં ડેનોબલી હાઈસ્કુલના ૧૨ સાયન્સના સ્ટુડન્ટ્સ અને એમના પ્રોબ્લેમ્સ, એકસાઇટમેન્ટની વાત હતી, પણ ક્યારેક કૃત્રિમ વધુ લગતી એ સીરીઝ.

સ્કુલના દિવસો આપણી લાઈફનો એક એવો સમયગાળો છે જે આપણું ઘડતર અને ફ્યુચર નક્કી કરે છે પણ આપણે મોટે ભાગે એ ઉમરે એટલા મેચ્યોર કે કેપેબલ નથી હોતા કે બધું સમજી શકીએ સો મોટે ભાગે માં-બાપનું થિન્કિંગ આપણા ઉછેર પર વધારે અસર કરતુ હોય છે. જયારે પ્રોફેશનલ લાઈફમાં સ્ટ્રેસ પડે અને બોસની ગાળો ખાઈએ, જયારે મહિનાના અંતે સેલેરીના ચેકની સાથે જવાબદારીનો ભાર વર્તાય ત્યારે પેલા કેર-ફ્રી દિવસો સાલા યાદ આવી જાય! ફિલ્મ ઉડાનમાં તો છેલ્લે રોહન પોતાના ભાઈને લઈને કાયમ માટે ઘર છોડી નીકળી જાય છે, અને ઓટોક્રેટિક બાપ થી રાહત મેળવે હકે, પણ શુ દરેક વ્યક્તિ સંજોગની સામે શું એટલી આસાની થી ભાગી શકે છે?      

પાઇડ પાઇપર: 

છેલ્લા થોડા વર્ષોમાં રિમા લાગુ મરાઠી સિનેમામાં વધુ એક્ટિવ હતા, મહેશ ભટ્ટની અત્યારે ચાલી રહેલી સિરિયલ નામકરણમાં દયાવંતી મહેતા બનતા રિમા લાગુને ખાસ કોઈ ડિગ્નિટિ વાળો રોલ નહોતો મળ્યો. પ્રેમની મા હોય કે અમનની થનારી સાસુ! શ્રીમાન શ્રીમતીની કોકિહોય કે તું તું મેં મેં ની દેવકી વર્મા‘, રિમા લાગુ માટે એક જ શબ્દ કહી શકાય સ્તબ્ધ‘!! હમ આપકે હૈ કૌનનો અંતાક્ષરી સીન જેમાં રિમા લાગુ મુઘલ-એ-આઝમનો ડાયલોગ બોલેલા એ યાદ આવે છે?

*******************************************************************

email: bhavinadhyaru@gmail.com

 Link: http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

 

 

 

 

 

Advertisements

One thought on “Youngistan-95, School Days!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s