Youngistan – 63, ગો, ગોવા, ગોન….

majordabeachગયા અઠવાડિયે અહીં નોર્થ ગોવા અને ગોવાનાં અલગ અલગ બીચની વાત કરેલી. આજે અહીં વાત કરવી છે ગોઅન કલ્ચરની, લાઈફસ્ટાઈલની અને સાઉથ ગોવાની. ગોવા સૌ જાણે છે એમ મુળ બે ભાગમાં વહેંચાયેલું છે, નોર્થ અને સાઉથ. નોર્થ ગોવા તમને પ્રવાસીઓથી ખચાખચ અને ચારેકોર બીચ અને ટુરિસ્ટ માટેનાં ‘ફ્લી માર્કેટ’ થી ક્રાઉડેડ લાગશે. સાઉથ ગોવા આખી અલગ જ દુનિયા છે. ગોવાનું હ્રદય છે મંડોવી નદી.

અત્યારે તો નોર્થ અને સાઉથ ગોવાને જોડતો એક નવો ઓવર બ્રિજ બની રહ્યો છે જે કેબલ બ્રિજ છે! ન્યુયોર્કનાં બ્રુકલિન બ્રિજની યાદ અપાવે એવો. એકદમ જાયન્ટ કહેવાય એવા પિલ્લર્સ અને ક્રેન્સ થી અત્યારે સમગ્ર વિસ્તાર ધમધમી રહ્યો છે. ગોવા ચોમાસામાં બેહદ ખુબસુરત લાગે છે. જાણે આખું ગોવા કોઈ લીલી ચાદરમાં ઢંકાઈ જાય છે. બ્રિજ ક્રોસ કરી આપણે સાઉથ ગોવામાં પ્રવેશ કરીએ અને નવી જ દુનિયા દેખાય છે. ગયા બુધવારે કહ્યું એમ પર્વોરીમ થઈને પણજી સર્કલ પર પહોંચીએ એટલે બ્રાઝિલનાં રિયો કાર્નિવલની જેમ જ અહીં સ્તંભો આવેલા છે જેનાં પર સરસ મજાની ગ્રાફિટી કરવામાં આવી છે.

સાઉથ ગોવા ખુબ જ પોશ છે, ચારેકોર રંગીન ઈમારતો અને પોર્ટુગીઝ શૈલીમાં બનેલા મકાનો કોઈ મેઘધનુષ્ય રચાયું હોય એવો માહૌલ સર્જે છે. ગોવાની વિધાનસભા, ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને બીજી કેટલી બધી સરકારી ઈમારતો પણ લાલ-લીલા-પીળા રંગો થી સજાવવામાં આવી છે. આટલી બ્રાઈટનેસથી આપણે ટેવાયેલા નથી કદાચ એટલે અચંભિત થઇ જવાય છે! ગોવા માત્ર વિકેન્ડની મસ્તી કે દારૂ પીવાનું જ ડેસ્ટીનેશન નથી પણ આ સાઉથ ગોવામાં ફરીએ એટલે અહીનાં રિચ કલ્ચરનો અંદાજ આવવા માંડે છે. મિરામાર બીચ પહેલાનું વિશાળ સર્કલ એક ‘યુનિટી સ્ટેચ્યુ’ થી શોભે છે જે ગોવાની ગ્લોરી વર્ણવે છે.

img_20160823_104620સિંઘમ, દિલ ચાહતા હૈ, ગોલમાલ, દ્રીશ્ય્મ અને બીજી અઢળક હિન્દી ફિલ્મોનાં શુટિંગ સાઉથ ગોવામાં જ થયા છે. ડોનાપૌલા થી પણજી આવતા તમને સરકારી બેંકો-ઓફિસો અને કેટલાક સરસ મોલ્સ નજરે પડે છે જે પોર્ટુગીઝ શૈલીને બખૂબી બયાન કરે છે. સાઉથ ગોવા થી ઓલ્ડ ગોવા પોન્ડા તરફ જઈએ એટલે ફરી એક અલગ ગોવા જોવા મળે છે. ગોવા થી હવે આપણે કર્ણાટક બોર્ડર તરફ જઈ રહ્યા છીએ. અહીં ગાઢ લીલોતરી વચ્ચે કેટલાય તૂટેલા ચર્ચ જે હવે હેરિટેજ સાઈટ્સમાં કન્વર્ટ કરીને સાચવી રાખવામાં આવ્યા છે. ઓલ્ડ ગોવામાં ‘બેસિલીકા ઓફ બોમ જિસસ’ અને ‘ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ’ સૌથી વિશાળ અને ભવ્ય છે જે જોઇને જ આપણે ભવ્યતા અનુભવી શકીએ. લગભગ ૧૬મી સદીમાં બનેલા આ ચર્ચ હવે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં સામેલ થયા છે.

ઓલ્ડ ગોવામાં પોન્ડા સુધી જતાં અમને ચોમાસું પૂરેપૂરું ભીંજવીને નિચોવી નાંખે છે, અહીં કાજુ-એલચી-તેજાનાં અને વિવિધ મસાલાનાં ખેતરો છે. ખાટલે મોટી ખોડ એ છે કે પ્રવાસીઓને અહીં એન્ટ્રી ફી કે બીજા કોઈ ચાર્જીસનાં નામે ખાસ્સા લુંટવામાં આવે છે. જો કે ઓલ્ડ ગોવાની બ્યુટી જોઇને દિલ તરબતર થઇ જાય છે.

ગોવાનાં વિવિધ ગામ અને વિસ્તારોનાં નામમાં પણ એક વિશેષતા જોવા મળે છે. કેન્ડોલિમ, ડેબોલિમ, પેન્ડોલિમ, મેન્દ્રિમ, સિકોરીમ, મોર્જિમ, કુર્તોરિમ જેવા એકસરખા રહાઈમિંગ નામો રાખવામાં આવ્યા છે. આ ઈતિહાસ વિષે ફરી ક્યારેક માંડીને વાત કરીશું. ગોવા તમને ચહેલપહેલ થી ભરેલું લાગે તો રાત્રે તમને થોડું ડરામણું પણ લાગે. અંજુના કે ચાપોરા જતી વખતે એક વાર તમે મુખ્ય ગોવા થી દુર નીકળી જાવ પછી થોડો ડર લાગે છે, ચારેકોર નાળિયેરી અને જલ્દી પડી જતી સાંજ અંધારામાં અકળાવી નાંખે છે. ચર્ચ અને કિલ્લાઓ એટલા જુના છે કે તમને અહીં કોઈ પેરાનોર્મલ ઘટનાઓ થતી હશે કે કેમ એવા વિચારો આવી જ જાય.

dsc03045ગોવાની સૌથી સારી વાત છે એની કનેક્ટિવિટી. અમદાવાદ કે મુંબઈ થી નિયમિત ફ્લાઈટ મળે છે અને હવે તો દેબોલિમમાં એર ટ્રાફિક વધવા થી નોર્થ ગોવા થી દુર મોપામાં એક નવું એરપોર્ટ પણ બની રહ્યું છે. ગોવા તમને બેફિકર બનાવી દે છે, ન વધુ ગરમી કે ન વધુ ઠંડી એવો ભેજ વાળો હુંફાળો પવન સતત શરીર સાથે મનને પણ જકજોરી જાય છે. કેસિનોમાં પણ ગુજરાતીઓ બહુ જુગાર રમે છે, ડાન્સ પાર્ટીમાં ભલે ઓછું આવડે પણ થિરકી લે છે! કોઈ બિચ પર તમને ‘લાલ લાલ સનેડો’ કે ‘ભાઈ ભાઈ’ પર ગરબા કરતા ગુજરાતીઓ પણ ગોવામાં મળી જાય એની ગેરંટી.

આ જિંદગીમાં એટલો સ્ટ્રેસ છે કે ગોવા જેવી કોઈ ઈમરજન્સી એક્ઝહોસ્ટ વિન્ડો ભગવાને રચી છે જે આપણને સતત જીવતા જાગતા અને મોજ કરતા રાખે છે! કોઈ ટુરિસ્ટની આંખો કરતા કોઈ સાહસિકની નજરે ગોવા નિહાળશો તો સાચે ન્યાલ થઇ જશો એવી અમારી ખાતરી છે!           

પાઈડ પાઈપર:   બીફ, બિરિયાની અને એગ્સની ભાંજગડ, શાકાહારી અને માંસાહારી પર થી લોકોનું ચરિત્ર પણ નક્કી થઇ જાય? કેવીક છે ગુજરાતીઓની ફૂડ હેબિટ્સ, વાત કરીશું આવતા બુધવારે યંગિસ્તાનમાં.

bhavinadhyaru@gmail.com

Published in Phulchhab on 14th September, 2016….

Advertisements

One thought on “Youngistan – 63, ગો, ગોવા, ગોન….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s