Youngistan-57,હેડિંગ – ગુજરાતી-હિન્દી ન્યુઝ ચેનલ્સ : દે દામોદર દાળમાં પાણી!

યંગિસ્તાન૫૭         

ડેઈટ ઓફ પબ્લિકેશન ઓગસ્ટ, ૨૦૧૬

હેડિંગગુજરાતી-હિન્દી ન્યુઝ ચેનલ્સ : દે દામોદર દાળમાં પાણી!

Arnab Goswami
Arnab Goswami, Editor in Chief, Times Now

ક્યા એલિયન ગાય કા દૂધ પીતે હૈ? ધરતી પર આધે ઇન્સાન ઔર આધે શેર કે સબુત, ૩૫૦ કિલો કા દુલ્હા, ખુની છક્કા, કમિશ્નર સહાબકા કુત્તા મિલ ગયા, એક કાર ચલતે ચલતે છુમંતર હો ગઈ, આજ ઇન્ડિયા ટીવી પે હોગા લાઈવ બલાત્કાર! ઓકે ઓકે, આ લિસ્ટ એન્ડલેસ છે. દરરોજ રાત્રે ટીવી ચાલુ કરીએ અને જો ભુલ થી પણ તમે એવું વિચારતા હોવ કે આજે બનેલી ઘટનાઓ વિષે તમે જાણવા માંગો છો અને તમને એ દરેક ઘટના જોવા મળી જશે, એનાં પર કોઈ એક્સપર્ટ ઓપિનિયન જાણવા મળશે તો તમે બહુ મોટી ભૂલ કરો છો યાર!

એ જમાનો ગયો જયારે શમ્મી નારંગ–સલમા સુલતાન–શોભના જગદિશ-સુમિત ટંડન-મિનુ તલવાર-વિનોદ દુઆ આપણને રોજીંદા તો ઠીક પણ ખાસ તો ચૂંટણી વખતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન નહોતા એ વખતની બબ્બે દિવસ ચાલતી મત ગણતરીનું જે એનાલિસિસ રજુ કરતા એ લાજવાબ હતું.  ન્યુઝ દિવસમાં ત્રણ વખત આવતા, સવારે બ્રેકફાસ્ટ વખતે, બપોરે ૨ વાગ્યે લંચ ટાઈમમાં અને રાત્રે નવ વાગ્યે ડિનર ટાઈમમાં. સમાચાર વાંચતા વોઈસ ટોન હાઈ પિચ પર કરવો નહોતો પડતો, રાડો ન પડાતી અને સમાચાર પેશ કરવાની ઢબ હજુ નાટકીય નહોતી પણ ખુબ જ વાસ્તવિક હતી.

2
Do we need any caption on this?!

૧૯૯૮ પછી આજતક-સ્ટાર ન્યુઝ-ઝી ન્યુઝ જેવી ચેનલ્સ આવી, ધીમે ધીમે અંગ્રેજી ન્યુઝ ચેનલ્સ શરુ થઇ અને સાથે ૨૪ કલાક ન્યુઝ ચેનલ્સનો આખો એક યુગ શરુ થયો! એ સમય હતો જયારે હજુ ‘બ્રેકીંગ ન્યુઝ’ શબ્દ આપણા માટે નવો નવો હતો. ધીમે ધીમે હાલત બદલવા લાગી, સિનારિયો એ થયો કે આખો દહાડો બતાવવાનું શું? રવિવારે સ્પેશિયલ ફિચર પ્રોગ્રામ્સ બતાવવાનાં શરુ થયા. પણ બ્રેકિંગ ન્યુઝની વ્યાખ્યા બદલાતી ગઈ, નાનામાં નાની પ્રેસ કોન્ફરન્સ, ક્રાઈમનાં સમાચારો પણ કવર થવા લાગ્યા. હાલત ઓર બગડતી ગઈ જયારે ઢગલામોઢે ન્યુઝ ચેનલ્સ શરુ થતી જ ગઈ.

દિબાંગ-નગ્મા શહેર-સિકતા દેવ-રવિશ કુમાર-આશુતોષ-સુમિત અવસ્થી-બરખા દત-નિધિ કુલપતિ જેવા ન્યુઝ એન્કર્સનો આખો એક નવો ફાલ આવ્યો, પ્રોફેશનલિઝ્મ સાથે ધીમે ધીમે ન્યુસન્સ વેલ્યુ પણ વધતી ગઈ. રાત્રે ૧૧ વાગ્યે ક્રાઈમ જોનરનાં પ્રોગ્રામ શરુ થયા, એમાં પેલો કાર્ટુન જેવો શ્રીવર્ધન ત્રિવેદીનો ‘સનસની’ તો સૌને યાદ હશે જ!

સમાચારો વાંચવાની અને રજુ કરવાની સ્ટાઈલ પણ એવી કે કોઈ બેંકમાં લુટ થઇ હોય તો એકસાથે નહિ બોલવાનું પણ એક પછી એક વાત કટકે કટકે લાઉડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે, ‘એક શખ્સ કે થે શાતિર ઈરાદે, દોપહર કે બારહ બજે’ આવું મોટે મોટે થી બોલીને એક પછી એક વાતમાં મુઠ્ઠા ભરી ભરીને મોણ નાખવાનું! તમે ગમે એટલા સ્થિતપ્રજ્ઞ હોવ તો પણ તમારી ધીરજ ખૂટી જાય એ હદે કાળો કેર વર્તાવવામાં આવે છે.

1અર્નબ ગોસ્વામી એ ટાઈમ્સ નાઉમાં ‘ન્યુઝ અવર’ થી નવી ચળવળ શરુ કરી, નવો અધ્યાય લખાયો, રોજ્જે ૧૦-૧૨ લોકોનો શંભુમેળો ભેગો કરવાનો અને એક ટોપિક લઇ કલાક સુધી એને ચુંથવાનો, પછી તો અર્નબ શંબિત પાત્રા થી પહેલાજ નિહલાની સુધી બધાની ફિરકી લે, ઊંચા અવાજે ખખડાવે! ‘નેશન વોન્ટસ ટુ નો’ કહીને જે રીતે રાડો પાડવામાં આવે, આપણને એવું જ લાગે કે આજે તો કોઈ યુદ્ધ ખેલાવાનું છે!

બધી ટીઆરપી ની ગેમ છે, આમાં પણ સવર્ણો અને દલિતોની જેમ હિન્દી-અંગ્રેજી ન્યુઝ ચેનલ્સનાં ફિરકાઓ અલગ છે, અંગ્રેજી ચેનલ્સ સુપિરિયર એવો એક ભ્રમ પાડવામાં આવે છે. બપોરે બે વાગ્યે દરેક હિન્દી ન્યુઝ ચેનલ્સમાં સાસ-બહુની સિરિયલ્સનાં કલાકારો અને એની ગોસિપ્સનાં જે ભદ્દા કાર્યક્રમો ચલાવવામાં આવે છે એ જોઈને તમે તમારા વાળ ખેંચવા માંડો! હવે તો સિરીયલ્સમાં પણ બેડરૂમ સીન્સ આવી રહ્યા છે, ફિલ્મી ગીતો આવે છે અને આ બધું જ બપોરે ન્યુઝ ચેનલ્સમાં પણ પીરસવામાં આવે છે.

અચ્છા, ગુજરાતી ન્યુઝ ચેનલ્સ પણ કેમ પાછળ રહી જાય? ૧૦૦ માંથી ૭૦ ન્યુઝ ક્રાઈમનાં પિરસવામાં આવે છે, ન્યુઝ એન્કર્સનાં ઉચ્ચારણ બરાબર નથી હોતા, ન્યુઝ સિલેકશન એવું કે પ્રાદેશિક ચેનલ હોવા છતાં આખો દિવસ નેશનલ ન્યુઝ જ ચલાવવામાં આવે છે. ઉપર થી ન્યુઝ રજુ કરવાનું લેવલ એટલું નિમ્ન છે કે સાવ પાનનાં ગલ્લે બેઠા હોઈએ એવી અનુભૂતિ થાય. જો કે એક વાત એ પણ છે કે આ ન્યુઝ ચેનલ્સ વાળા પોતાના ટાર્ગેટ ગ્રુપને બરાબર ઓળખે છે એટલે જ સમાચારોને શક્ય એટલા ખરાબ અને નિમ્ન સ્તરનાં રાખી ગ્રામીણ લેવલે પસંદ થાય એ સ્તરનાં જ રાખવામાં આવે છે.

3ન્યુઝ ચેનલ્સનું પ્રોગ્રામિંગ પણ એક બીજાની કોપી મારીને જ કરવામાં આવે છે, એકમાં બપોરે સાસ બહુ અને રાત્રે ક્રાઇમનાં સમાચારનો સ્પેશિયલ પ્રોગ્રામ આવે ત્યારે ચેનલ બદલો તો બધી જ ન્યુઝ ચેનલ્સમાં એ જ જોનરનો પોતાનો પ્રોગ્રામ ચાલતો જોવા મળે! આખી વાતમાં મહત્વની વાત એ છે કે ન્યુઝ તો આખી વાતમાં ખોવાયેલા જ રહે છે, શોધ્યા જડતા નથી!

ક્રિકેટ મેચ વખતે સાવ ભાંડગિરી ચાલતી હોય છે, નિમ્ન કક્ષાની કમેન્ટ્સ, એલફેલ વાતો અને ખાસ તો કોઈ પોતાનાં વ્યુ પોઈન્ટ વગરની માત્ર ઘોંઘાટ કરવાની સ્ટ્રેટેજી જ હોય છે! લોકોને એવી ટેવ પાડી દેવામાં આવી છે કે ન્યુઝ ચેનલ્સમાં તો આવું જ હોય! એમાં પણ ઇન્ડિયા ટીવી પ્રો-બીજેપી હોય, એનડીટીવીને કોંગ્રેસી કરાર કરી દેવામાં આવે છે! રવિશ કુમાર જેવા જુજ ઉદાહરણ છે જે ન્યુઝ એન્કર્સમાં તમે રોલ મોડેલ કહી શકો! જેને મહાશ્વેતા દેવી કે મેગ્સેસે અવોર્ડ વિન્નર બેઝ્વાડા વિલ્સન સાથે વાત કરવામાં સરોકાર હોય!

ન્યુઝ ચેનલ્સ હવે ધંધો બની ગયો છે, સમાચારોને બદલે નકરી સનસનાટી ફેલાવવાનો વ્યવસાય બની ગયો છે. હવે દુરદર્શન વાળા દિવસો તો પાછા નહિ આવે પણ એવા અમુક જુજ એન્કર્સ કે ચેનલ છે જે હજુ મક્કમ સ્ટેન્ડ લે છે અને સમાચારો સારી રીતે કવર કરી જાણે છે! કુતરો ખોવાય કે ઉત્તરપ્રદેશમાં કોઈ નાના ગામમાં કોઈને અસ્ત્રા થી પતાવી દીધો એવા જ સમાચાર ન આવે પણ રોજ કંઇક સરસ પોઝિટીવ સ્ટોરી પેશ કરાય! આખા દિવસની સમરી તમને એકસાથે મળી જાય એવું  હવે ક્યાં બને છે?

4સ્માર્ટફોનનાં એપ્સ પર લોકો હવે ટૂંકમાં જ સમાચારો જોતા-વાંચતા થઇ ગયા, બાકી તો રોજ્જે મનોરંજન માટે સો કોલ્ડ એક્સપર્ટ પેનલિસ્ટસ તો છે જ જેનું કામ જ રોજ અહીં આવીને પોતાના મતની ફેંકાફેંક કરવાનું છે!

પાઈડ પાઈપર: ૯૦ વર્ષની ઉમર સુધી સતત પ્રવૃત રહેલા બંગાળી લેખિકા અને એક્ટિવિસ્ટ મહાશ્વેતા દેવીને નમન સાથે સેલ્યુટ. એમની હઝાર ચૌરાસી કી માં, રૂદાલી અને બેહુલા જેવી ફિલ્મ એડપ્ટેશન થયેલી કૃતિઓ કાયમ યાદ રહેશે.              

 

bhavinadhyaru@gmail.com

Published in Phulchhab & Kutch Mitra on 3rd August, 2016

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s