Youngistan-55 Himachal Diaries: હિમાચલ યાત્રાનો ત્રીજો અને અંતિમ પડાવ!

Rohtang Passહિમાચલ યાત્રાનાં ત્રીજા અને આખરી પડાવમાં આપણે મનાલી, શિમલા, કુફરી અને હરિયાણાનાં પિંજોર ગાર્ડનની સફર કરીશું! ડેલહાઉસી થી મનાલી આવતાની સાથે જ બિયાસ નદીનાં પાણીની વાંછટ લાગી, સફેદ-લીલું કાચ જેવું ચોખ્ખું પાણી અને એનો ધસમસતો પ્રવાહ આપણને લાગણીનાં પુરમાં ખેંચી જાય છે! રિવર રાફ્ટિંગ કરવા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા એવી આ કુલુ થી મનાલીનો ટ્રેક છે. સામાન્ય રીતે 600 થી 2000 રૂપિયામાં એક થી 14 કિલોમીટર સુધી ઉફાન મારતી બિયાસમાં રાફ્ટિંગ કરી શકાય છે, સાથે હવે તો ગુગલનાં ‘ગો પ્રો’ કેમેરાની મદદ થી એચડી ક્વોલિટીમાં ફોટોગ્રાફ્સ અને વિડીયો ડોક્યુમેન્ટ થતા રહે છે.

મનાલી સીધું દિલમાં ઉતરી જાય છે, ચારેકોર ધૌલાધાર રેન્જ તમને તરબોળ કરી નાંખે છે, અહીં વશિષ્ઠ મંદિર કે હિડમ્બા ટેમ્પલ તમને કદાચ એટલા પ્રભાવિત પણ કરે પણ અહીં જે માણવાનું છે વાતાવરણ છે, દેવદારનાં ઊંચા વૃક્ષોની આભા અને એની સતત ટટ્ટાર રહેવાની છટા તમને મોહિત કરી દે છે! સતત પ્રવાસીઓની સેલ્ફી લેઆતી રહે છે, મનાલીનાં રસ્તાઓ ખૂબ સાંકડા હોવાથી સતત ટ્રાફિક જામ લાગેલા રહે છે જે થોડું ટર્ન ઓફ કરી નાખે છે. નદીની એક બાજુ થી બીજી બાજુ જવા માટે લોખંડનાં પુલ બનાવવામાં આવ્યા છે, સતત જોઈને અહીંની ભૌગોલિક પરિસ્થિતિ જોતા એમ થાય કે આટલી વિષમતા છતાં કેવા મોજ થી રહે છે હિમાચલી લોકો, કોઈ ફરિયાદ નહીં, કોઈ કચકચ નહીં!

અહીં વશિષ્ઠ મંદિરનાં જે ગરમ પાણીનાં ઝરા અને કુંડ વખણાય છે હકીકતમાં બહુ ગંદા છે, ભલે એમાં ગંધક (સલ્ફર) હોય અને સ્કિન ડિસીઝ મટતા હોવાનો દાવો થતો હોય પણ હકીકત છે કે તમને હોય તો પણ જાતભાતનાં રોગ થઈ જાય, અહીં આશ્ચ્રર્ય વાતનું હતું કે સ્ત્રીઓ માટેનાં કુંડમાં ભારતીય અને ફોરેનર્સ મહિલાઓ બિન્દાસ રીતે નિર્વસ્ત્ર થઈને ખુલ્લામાં નહાતી હતી, કુતુહલ વાતનું હતું કે નગ્નતા માટેનાં આપણા સમાજનાં  સંસ્કારોનાં કોઈ સ્ટાન્ડર્ડ અહીં લાગુ પડી રહ્યા હોય એવું લાગતું નહોતું, બીજી તરફ પુરુષો આંતરવસ્ત્રો પહેરીને નહાઈ રહ્યા હતા!

હિડમ્બા ટેમ્પલ 1553 માં બંધાયું હોવાનું કહેવાય છે, ભીમની પત્ની હિડમ્બા કે રાક્ષસણી હતી અહીં કેટલીક પુજા કરતી, અહીં તમને પ્રવેશ કરતી વખતે ખોપડીઓ અને હાડકા દેખાય છે જે તમને એકદમ ભેદી ફિલ આપે છે. જો કે આવવા જવાની સીડીઓ અને પગથિયાં સમારકામ માંગે છે! 24 મીટર ઊંચું અને લાકડામાં નકશીકામ કરીને હિડમ્બા ટેમ્પલને ખૂબ એન્ટિક લુક આપવામાં આવ્યો છે, મનાલી આવો એટલે એક સુવેનિયર પ્લેસ છે જે જોવી પડે એવું કહી શકાય.

મનાલી થી અમે શિમલા ગયા ત્યારે શિમલા જવાની ખુશી કરતા મનાલી છોડવાનું દુઃખ વધુ સતાવતું હતું, બિયાસનું પાણી અને દેવદારનાં વૃક્ષો, રોહતાંગ પાસની યાદો કોઈ પઝેસિવ ગર્લફ્રેન્ડની જેમ સતત સાથે હતી. મનાલી થી શિમલા 250 કિલોમીટરનું અંતર ખાસ્સું લાંબુ એટલા માટે લાગે કે સતત ઢાળ વાળા રસ્તાઓ અને માનસિક રીતે થકવી દે છે. શિમલા અનેક નાનાં નાનાં ગામો થી બનેલું છે, મશોબરાસંજેલીમાનલા જેવા ગામો શિમલા થી લગભગ કુલ 25 થી 30 કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલા છે.

St._Michael's_Catholic_Church,_Shimlaશિમલાનું વાતાવરણ ઉનાળામાં પણ એકદમ ખુશનુમાં રહે છે, અહીં અંગ્રેજોની છાંટ અને મકાનોની શૈલીમાં ફોરેન કલચર સાફ વર્તાય છે. શિમલા જો કે અમને એટલું એટલે ગમ્યું કે અહીં ખાસ તમને બીજું કોઈ એવું ફેક્ટર જોવા નથી મળતું, શિમલાનો રિજ વિસ્તાર શિયાળામાં બરફ થી છવાઈ જાય છે. શિમલાનું ચર્ચ પણ તમને જોતા ગમી જાય પણ અહીં બીજું કોઈ નોવેલ ફેક્ટર નથી, ખરીદી કરવામાં મોલ રોડ પર પણ બધું બ્રાન્ડેડ મળતું હોવાથી તમને શિમલાનું વાતાવરણ એક ફેક્ટર છે જે આકર્ષિત કરી શકે.

Pinjore Garden_Panchkullaકુફરીમાં એક ફન પાર્ક બંધાયો છે જે શિમલા થી લગભગ 17 કિલોમીટર દૂર છે, અહીં શિમલાનો હાઈએસ્ટ પોઈન્ટ છે અહીં ની ફન રાઇડ્સ તમને ઇમેજિકાની યાદ અપાવે પણ શિમલા છેલ્લે તો નિરાશ જ કરે છે. જો કે ગો કાર્ટિંગ-બન્જી જમ્પિંગ અને પેઇન્ટ બોલ જેવી રમતો 6000 ફિટની હાઈટ પર હોવી એ જ એક ઉપલબ્ધી કહેવાય! શિમલા થી પીંજોર જતા વચ્ચે સોલન અને મશહૂર ટિમ્બર ટ્રેઇલ આવે છે, હવે ઠંડી ઘટે છે, હિમાલય ગાયબ થતો જાય છે, હરિયાણાનાં પીંજોર ગાર્ડન સુધી પહોંચતા તાપમાન વધી જાય છે. આ ગાર્ડનમાં ચામાચીડિયાઓ લાખોની સંખ્યા છે, અહીં પાંડવો પણ આવેલા એવી દંતકથા છે, કુલ મિલાકે છેવટે આખા હિમાચલ પ્રદેશનાં પ્રવાસ પછી મનાલી, ડેલહાઉસી અને રોહતાંગ પાસ સૌથી વધુ યાદ રહે છે. હિમાલયને જોવા અને માણવા માટે કેટલા દિવસો જોઈએ? બધું છેવટે ઓછું જ પડવાનું, જિંદગી ટૂંકી છે, પ્લાનિંગ કરી આ શિયાળામાં જ હિમાચલની ખુબસુરતી જોવા પહોંચી જાઓ, ચુકતા નહીં!

 Published in Phulchhab on 20th July, 2016….

                                         ********************************

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s