Youngistan-54 અમૃતસર થી મનાલી : હિમાલયમાં જ્યારે જાતને શોધી! (Himachal Diary – 2)

યંગિસ્તાન – 54  (Published in Janmabhumi Group on 13th July, 2016)     

હેડિંગઅમૃતસર થી મનાલી : હિમાલયમાં જ્યારે જાતને શોધી!        

rohtang passગયા અઠવાડિયે આપણે અહીં ભારતીય રેલવે, ટ્રેનની મુસાફરી અને ભારતીય માનસિકતાની વાત કરેલી! આજે પંજાબ અને હિમાચલ પ્રવાસ શરૂ કરીશું જે આપણે આવતા અઠવાડિયે પૂરો કરીશું. પંજાબ વિશે નાનપણ થી આપણા મનમાં યશરાજ ફિલ્મ્સની ફિલ્મો જોઈ જોઈને એવો ખ્યાલ કે અહીં તો સ્ત્રીઓ એય ને પેલા સરસવનાં પીળા ખેતરોમાં આમ લાલ પીળા જાતભાતનાં દુપટ્ટાઓ લહેરાવીને દોડતી હશે, ‘ઐસા દેશ હૈ મેરાજેવા વીરઝારાનાં ગીતો વાગતા હશે, અને પંજાબી પુરુષો આખો દહાડો લસ્સી ગટગટાવતા હશે! જાલંધર થી અમૃતસર જતા આમાંનું કંઈ નજરે પડતું નથી. અમૃતસર એકદમ અહીં આપણા જુના અમદાવાદ જેવું લાગે, ટિપિકલ શહેરી હલચલ અને માર્કેટની કોલાહલ. અહીં શિખ પ્રજા પાઘડી પહેરતી હોવાથી ઓબવિયસ છે કે હેલ્મેટ પહેરવાનો કાયદો નથી. લોકો એકદમ મિલનસાર છે એટલે  લોકો સાથે વાત કરવી ગમે છે.

અમૃતસરમાં પણ જયપુરની જેમ ઇલેક્ટ્રિક રીક્ષાઓ ચાલે છે, અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સૌથી વધુ બહેતર રિક્ષાઓ છે. 10-10 રૂપિયામાં એક ખાસ્સા અંતરે પણ રિક્ષાઓ લઈ જાય છે. હરમંદિર સાહેબ એટલે કે સુવર્ણ મંદિર પહોંચવાની તાલાવેલી તો અમૃતસરમાં પ્રવેશીએ ત્યાર થી થાય છે. અમૃતસરમાં જાણે બધું  નજીક નજીક લાગે છે, બજારો તો 11-11 વાગ્યા સુધી રાત્રે ખુલ્લા રહે છે. ફિલ્મઉડતા પંજાબની જેમ આપણને એવું લાગે કે ગલી ગલી ચરસીઓ અને ડ્રગ્સનાં બંધાણીઓ પડ્યા હશે. એવું કંઈ દેખાય નહીં અને એવું જોવા માટે તો ખોપચાઓ, અંધારા મહોલ્લાઓ ફરવા પડે. ખૈર, આપણે તો સુવર્ણ મંદિર માટે ગયેલા એટલે ત્યાં જઈને મંત્રમુગ્ધ થઈ જવાયું, જો કે ત્યાં લોકોની ભીડ જોઈને લાગે કે અહીં દર્શન નહીં થાય.

 સુવર્ણ મંદિરની રાત્રે રોશનીમાં ઝળહળી ઉઠે છે, અને પાણીમાં એનું પ્રતિબિંબ જોઈને આપણા સાતેય જન્મ સાર્થક થઈ જાય છે. સુવર્ણ મંદિરની ચોખ્ખાઈ જોઈને કોઈ માવો ખાઈને થૂંકતો સૌરાષ્ટ્રવાસી તો આત્મહત્યા કરી લે! મંદિરમાં ક્યાંય તમને કચરો જોવા મળે, અરે એટલું નહીં પણ પૈસાદાર વ્યક્તિઓ ત્યાં વાસણ સાફ કરીને, પ્રસાદનું પાણી પીવડાવીને, અને જૂત્તા ગોઠવીનેસેવા આપે છે‘.

Hadimba-Templeઅમૃતસરમાં કોર્ટ રોડ પર રિયલ્ટો સિનેમાને જોઈને ભવ્ય ભૂતકાળ તાજો થઈ જાય છે. અમૃતસર થી પાકિસ્તાન બોર્ડર ખૂબ નજીક છે. વાઘા બોર્ડર પર તમે ફ્લેગ સેરેમની જોવા જાવ ત્યારે ખબર પડે કે અહીં તો સેટિંગ ચાલે છે, ‘ફ્લેગ હોઇસ્ટિંગસેરેમનીમાં લોકો અમૃતસર થી અગાઉ થી પાસ કઢાવીવીઆઈપીતરીકે એન્ટ્રી મેળવી લે છે. બાકીનાં આમ ભારતીયો પાંચ વાગ્યાનાં અટારી પહોંચી જાય છે પણ ગજ વાગતો નથી. અહીં ઇન્ડિયન આર્મી પણ નિર્દય રીતે વર્તે છે અને ખુલ્લે આમ એન્ટ્રીમાં પોતાની મનમાની ચલાવી સેટિંગને પ્રોત્સાહન આપે છે!

અમૃતસર થી ડેલહાઉસી જતી વખતે ઉનાળાની ઋતુ માંથી શિયાળામાં પ્રવેશ થાય છે. ડેલહાઉસી અંગ્રેજો બહુ સરસ રીતે વિકસાવેલું શહેર હતું! આજે પણ ડેલહાઉસી ખૂબ સોહામણું લાગે છે, અહીંનાં મહાત્મા ગાંધી ચોકમાં મોલ રોડ પર તમે મકાઈ, બોઇલ્ડ એગ્સ કે ફ્રાઈડ મોમો ખાવ તો જાણે જન્મારો સફળ થઈ જાય છે. ભર ઉનાળે અમદાવાદમાં જ્યારે ચાલીસ થી છેતાલીસ ડિગ્રી ગરમી હોય ત્યારે અહીં માંડ નવ થી અગિયાર ડિગ્રી તાપમાન હોય છે. ડેલહાઉસી થી ખજિયાર જઈએ ત્યારે દેવદારનાં વૃક્ષો આપણી પાસે આવીને જાણે કઈંક કહેતા હોય એવો અહેસાસ થાય છે. ખજિયાર તો જેણે કુછ કુછ હોતા હૈ જોયું હશે એને ખબર હશે કે એની ભવ્યતા કેવી છે! શિયાળામાં અહીં સ્કિઈંગ અને ઉનાળામાં ઝોરબિંગ થાય છે.

ડેલહાઉસી થી મનાલી 12 કલાકનો લાંબો રસ્તો છે પણ વચ્ચે સુંદરનગર, મંડી જેવા ખુબસુરત શહેરો આવે છે જે તમારો થાક ઉતારી દે છે. અહીં બસ પહાડો છે, વૃક્ષો છે, હિમાલયની ધૌલાધાર રેન્જ થી હવે તમે કારાકોરમ રેન્જ તરફ શિફ્ટ થઈ રહ્યા છો! મનાલી આવે પહેલા લગભગ 40 કિલોમીટરે કુલુ આવે છે અને અમને રિવર રાફ્ટિંગનું ઉફાન ઘેરી વળે છે. કુલુ સુધી પહોંચતા સેલ્ફી લેતા જે 35 બાળકોને ઑહ્યા કરી ગયેલો કુખ્યાત પંડોહ ડેમ જોઈને બિહામણો લાગે છે. જો કે રિવર રાફ્ટિંગ વખતે ધસમસતી બિયાસ આપણી આત્માને અડી લે છે. આપણે ઈમોશનલ થઈ જઈએ છીએ જ્યારે ઠંડુ વહેતુ પાણી આપણે અને પાણી આપણને અડે છે! રિવર રાફ્ટિંગમાં આપણી જાત બિયાસનાં પાણીમાં જાણે ઓગળી જાય છે, ઉન્માદ ચિચીયારીઓ અનન્ય હોય છે.

Khajjiar મનાલી થી રોહતાંગ પાસ જતા જે નજારો જોવા મળે છે એના માટે કોઈની પણ કલમ ટૂંકી પડે, શબ્દો દ્રશ્યોને બયાન કરી શકે! શબ્દો કુદરતની  પાંગળા બની જાય છે. રોહતાંગ પાસ તો અમને ફિલ્મ જબ વી મેટમાં જોયેલો ત્યાર થી અહીં આવવાનું ઘેલું હતું, બરફમાં લપસવાનું, ગમબૂટ, પોશાક, બરફમાં સ્નોમેન બનાવવો, આવા સમયે એવા લોકો પર દયા આવે છે જે આપણા ભારતને જોયા વગર સીધા થાઈલેન્ડમલેશિયા કે સિંગાપોર જતા રહે છે અને સતત બધું અવગણતા રહે છે!

મનાલીની બાકીની વાતો અને મનાલી થી શિમલાની જર્ની, શિમલાની ટ્રેન અને કુફરી વિશે આપણે આવતા બુધવારે વિગતે વાતો માંડીશું! રિડર્સ, હિમાલય વિશે જેટલું લખીએ અને એને જેટલો માણીએ એટલો ઓછો છે.

bhavinadhyaru@gmail.com

                                    ********************************

 

 

Advertisements

One thought on “Youngistan-54 અમૃતસર થી મનાલી : હિમાલયમાં જ્યારે જાતને શોધી! (Himachal Diary – 2)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s