Youngistan-31,લવ,સેક્સ અને માર્કેટિંગ : તું રંગાઈ જાને રંગ માં!

3‘સાહિત્ય’ શબ્દભલે આજની’જેનનેક્સ્ટ’ને સાંભળવામાં બોચિયો લાગે પણ જ્યારે વાત આવે  ભારતીય અંગ્રેજી સાહિત્યની તો સહેજ પણ દંભ કે દેખાડા વગર લાખ કમીઓથી ભરેલી અધુરી છતાં મધુરી ઝિંદગાનીઓની વાત બખૂબી પેશ કરવામાં આવે છેજેમાં દરેક હોશિયાર છતાં  લાઈફ પ્રત્યે કન્ફ્યુઝ્ડ યંગસ્ટર્સ પોતાનો પડછાયો જોઈ શકે છે. જો વાત આવે કન્ટેન્ટની તો એમાં કરિયરડિસીપ્લિનક્રશ (કે લવ?)-લસ્ટપેરેન્ટ્સસ્ટ્રેસહરિફાઈટેકનોલોજીકોર્પોરેટલાઈફદગાબાજીસફળતા– નિષ્ફળતાપછડાટ બધું જ છે.

 અહીં જે સાહિત્યની વાત થાય છે એ લેખકો ફૂલ ટાઈમ લેખક નથી પણ આઈઆઈટી અને  જાણીતી મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ માંથી પાસ આઉટ થયેલા અને પોતાની ત્રીસી એ પણ માંડ  પહોંચેલા ગરમ લોહીયાઓ છેભારતના મેટ્રોઝ અને મેગા સિટિઝમાં વસતા આ લેખકોના  સાહિત્યની ભાષા એકદમ ફ્લેર થી ભરેલી છેઆખી એક અર્બન ડિકશનરી એ આ સાહિત્યની  દેન છે જે રોજરોજ ની બોલચાલ માંથી અસ્તિત્વમાં આવી છે.

 એમાંવપરાતા કેટલાક શબ્દો વાંચકોને પણ સુપેરે ખબર હશે જ જેમ કે કેટલાક ‘એફ’ વર્ડ્ઝ, ‘પિસ્ડ ઓફ’,’સ્ક્રિયુડ’,’ગેંગસ્ટા’,’લેસર મોર્ટાલ’,યુપ્પીઝ’,’નર્ડ’ કે ‘ડોર્ક’ જેવા શબ્દો વાંચતી વખતે અથડાય છેઅહીં પ્રોટાગોનિસ્ટ નાયિકા પોતાના પિરીયડસ કે પછી શારીરિક શોષણની વાત બિન્દાસ્ત રીતે કરે છે, હીરો ક્રેડિટ કાર્ડ સેલ કરતી વખતે ગાળો ખાય છે અને છતાં સાંજે  દોસ્તો સાથે બધું ભૂલી પાર્ટી કરે છે, સ્ટ્રેસમાં આવીને ગાળો બોલે છે.૨૦ વર્ષે વર્જિનિટી તોડે છે. પોતાની જિંદગીના ૨૫ વર્ષ પછી પણ તે પોતાની લાઈફમાં દિશાહીન અથવા છે અથવા તો સંતુષ્ટ નથી એવું સતત ફિલ કરતો રહે છે

  1. 2 છેલ્લા થોડા વર્ષોમાં ચેતન ભગતની અકલ્પનીય સફળતા અને ફેમ પછી રીતસર નવા લેખકોનો જાણે એક ફાલ ઉતર્યો છેજેમાં નોંધપાત્ર, હિટ અને બેસ્ટ સેલર લેખકો કહેવાય એવા નિશાંત કૌશિક, મીનાક્ષી રેડ્ડી માધવન, ડર્જોય દત્તા, અનિર્બાન મુખર્જી, અંજલી બેનર્જી, તુષાર રાહેજા, અંશુમાન મોહન, મોની મોહસીન, અમ્રિત શેટ્ટી, કોમલ ઠાકુર,  શુભાશિષ દાસ, તનવીર સિંહ, રાજીવ રંજન, નિશા અર્પિત અને હજુ ખુબ બધા નામો ઉમેરી  શકાયઅહીં ઉડી ને આંખે વળગે એવી એક વાત એ છે કે આમાંના ખાસ્સા લેખકો બંગાળી છે.

 

    • નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ:  આ ન્યુ એજ ભારતીય અંગ્રેજી સાહિત્યની નોવેલ્સનાં નામો પર એક નજર નાખવા જેવી છે,જેમ કે   ‘મોમ સેયઝ નો ગર્લફ્રેન્ડ’, ‘હાર્ટબ્રેક્સ એન્ડ ડ્રીમ્ઝ’,’એનીથિંગ ફોર યુ મેમ’, ‘લવ લાઈફ એન્ડ ઓલ ધેટ જાઝ’,’નથીંગ ફોર યુ માય ડિયર,સ્ટીલ આઈ લવ યુ’,’ટ્રેપ્ડ વિંગ્સ ઓપન સ્કાય’,’રોમાંસ વિથ કેઓસ’,’ઇક્વેશન ઓફ માય લવ  એન્ડ ઇટ્સ પેરામીટર્સ’,’લવ એન્ડ લસ્ટ’,’જબ સે યુ હેવ લવ્ડ મી’,’સિમ્પલ  થિંગ્સ મેક લવ’,’લવ ઓવર કોફી’,’પિરામીડ ઓફ વર્જિન ડ્રીમ્સ’,’ટેન્ડર હુક્સ’, ‘ડાયરી ઓફ સોશિયલ બટરફ્લાય’,’એન્ડ ઓફ ઇનોસન્સ’,’પોટેટો ચિપ્સ’,’ધેટ કિસ ઇન ધ રેઇન’,’લવ એન્ડ અર્બન મેલોડ્રામા’,’લોસ્ટ સ્ક્રેપ્સ ઓફ લવ’,’મેંગો મુડ’,’ઓહ યસ આઇ એમ સિંગલ’,’નાઉ ધેટ યુ આર રીચ,લેટ્સ ફોલ ઇન લવ!’ થાકી ગયા ને નામો વાંચી વાંચી ને? યસ, દરેક નામમાં એક વસ્તુ જો કોઈ કોમન હોય તો છે લવપ્યારઈશ્કમહોબ્બતસંબંધોલાગણી વગેરે વગેરે.

 

    • લાઈફસ્ટાઈલ કી કહાની, લેખક કી ઝુબાની:  અહીં સારાખરાબની વાતોમાં પડીએ છતાં જો લાઈફસ્ટાઈલની વાત કરીએ તો અહીં મોટે ભાગે લેખક એન્જીનિયર કે મેનેજમેન્ટ પ્રોફેશનલ હોઈ પોતાની હાઈફાઈ જાર્ગન વાપરતા જોવા મળે છે. નવલકથાની રૂટિન લાઈફમાં હીરો ઓફિસ ટાઈમ પર સોંગ ડાઉનલોડ કરે, જિંદગી અને કમ્પ્યુટરના ટ્રોજન વાઈરસ પર મેટાફોર કરે!, રવિવારે ઓફિસમાં આવવું પડે તોલાઈફ સક્સ’ એમ કહે. ગર્લફ્રેન્ડ હોય અને પણ એવી જે પેલા સાથે સ્કોચ કે વ્હિસ્કી પીવે અને સેક્સની ડ્રાઈવ વાર્તાના નાયક જેટલી સહજતા થી જતાવે, અહીં બોસ મોટેભાગે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરતો અને એકદમ ખડૂસ સ્વભાવ વાળો એકદમ ડાર્ક બતાવવામાં આવે, દિલ્હીનોઇડામુંબઈગુરગાંવ જેવા શહેરની પૃષ્ઠભૂ માં મોટે ભાગે વાર્તા આકાર લે. વાર્તામાં કિસિંગ કે કેરેસિંગ સીન નિરાંતે ભભરાવેલા હોય અને એક હાઈલાઈટ કહેવાય એવો એકદમ બોલ્ડ સેક્સ સીન આવે આવે અને આવે . હા, આજકાલ અંગ્રેજી નવલકથાઓ માં તમને નાયકનાયિકા એકબીજાને એકદમ ક્રિયેટીવ અને શાર્પ ભાષા થી ભરપુર એવા પત્રો લખતા પણ જોવા મળે.

 

    • કેટલાક બોલ્ડ છતાં વાંચવા ગમે એવા હટકે વર્ણનો:  કમ્પલઝિવ કન્ફેસર’ નામના ખુબ હિટ અને ચર્ચાસ્પદ બ્લોગની ૨૫ વર્ષીય લેખિકા મીનાક્ષી રેડ્ડી માધવન પોતાની નવલકથાયુ આર હિયર’માં લખે છે કેમારી જિંદગી બ્રા જેવી છે, એની સ્ટ્રેપ ખોટી રીતે ફીટ થઇ જાય એવી કંઈક હાલત છે, તો તમે પાછળ જોઈ શકો છો અને તો તમે જાહેરમાં સરખી કરી શકો છો!’,આગળ લખે છે કે ‘લાઈફમાં લવ લાઈફ પર ધ્યાન આપીએ તો કરિયરની વાટ લાગે,કરિયર પર ધ્યાન આપીએ તો લવ મળે,કદાચ બંને મળે તો બંને ના ફેમીલી ઝઘડે!, વાસ્તવિકતા છે અને કદાચ એટલે આપણે એના થી ભાગીએ છીએ અને આપણને પેલા ફેક ફિલ્મ સ્ટાર્સ ગમે છે જેની પડદા પર એક ઈમેજ હોય છે,રીયલ કશું નથી હોતુ.’ નિશાંત કૌશિક કહે છે કેતમારી કોલેજ લાઈફ દરમ્યાન તમને લવસેક્સ અને કરિયર દરેક વિચારો એક સાથે સતાવતા હોય છે અને વખતે તમે સાચાખોટા પ્રેમ માં પડી લાઈફ ને વધુ કન્ફ્યુઝ્ડ બનાવી દો છો!’, મહેસાણામાં જન્મેલા બંગાળી લેખક ડર્જોય દત્તા લખે છે કેશા માટે છોકરીઓ લવ કરતી વખતે છોકરામાં પ્રેમ કરતા સિક્યોરીટી વધારે શોધતી હશે? શા માટે તમે ખુબ લવ કરતા હોવા છતાં કોઈ ગ્રીનકાર્ડિયો વેલ સેટલ્ડ દેખાવે બબુચક છોકરો આવી હંફાવી દે છે?’   

 

    • હળાહળ માર્કેટિંગ અને રિલેશનશિપ સેલિંગ

 કોઈ પણ જાણીતી બુક્સ ચેઈનમાં જઈ બુક્સ જોશો તો તમને લવસેક્સરિલેશનશીપ શિવાય કશું જોવા નહિ મળે. જાને બીજા કોઈ ડાર્ક સસ્પેન્સ કે રિયાલિસ્ટિક વિષયો ખેડવામાં નથી આવતા એવું લાગે સિવાય નોવેલ્સમાં બોલ્ડ અને ફોરવર્ડ થવાના નામે ભીના કપડામાં લપેટાયેલું શરીર થી ક્લિવેજની ફેન્ટસિઝ, અને પહેલી વાર હુંક ખોલતી વખતે હાથ ધ્રુજ્વાના વર્ણનો જાણે ફક્ત ગલગલીયા કરાવવા લખેલા હોય એવું લાગ્યા કરે. બીજી કોઈ વાત જો આંખે વળગે તો છે પ્રિમેરીટલ સેક્સ, દારુ અને હાયફાય લાઈફની વકીલાત થતી હોય એવું સ્પષ્ટ દેખાય. લાગણીઓસંબંધો બધું બીબાઢાળ અને પાત્રો પણ પ્રિડીકટેબલ લાગે. એકદમ ચળકતા કવરપેજ હેઠળ ચવાયેલો મસાલો માર્કેટિંગ કરીને વેચવામાં આવતો હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે. પણ જે પરિસ્થિતિ માંથી દેશના ૧૫ કરોડ શહેરી યંગસ્ટર્સ પસાર થતા હોય સાહિત્ય વાંચવાના . વળી ૯૫ કે ૧૦૦ રૂપિયાના વ્યાજબી દરે મળતું હોય છે સાહિત્યનો પણ આઈપીએલની જેમ ઓવરડોઝ થઇ રહ્યો છે જોતા આવનારા વર્ષોમાં એના વળતાપાણી નક્કી છે.  

                                  *****************************

 પાઇડ પાઇપર: 

A Woman’s loyalty tested when her man has nothing, a man’s loyalty is tasted when he has everything….હેપ્પી વેલેન્ટાઈન ડે વ્હાલા રિડર્સ!    

  bhavinadhyaru@gmail.com

Published in Janmabhumi Group News Papers on 10th February, 2016                           

 

Advertisements

One thought on “Youngistan-31,લવ,સેક્સ અને માર્કેટિંગ : તું રંગાઈ જાને રંગ માં!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s