Youngistan-30,કંઈ ન માંગી બહુ બધુ ઝંખતું એક બાળપણ!

યંગિસ્તાન– 30

હેડિંગ કંઈ માંગી બહુ બધુ ઝંખતું એક બાળપણ!

ડેઈટ ઓફ પબ્લિકેશન – 3 ફેબ્રુઆરી, 2016 (Published in Phulchhab & Janmabhumi Group)


2 (1)આવતા
અઠવાડિયે વેલેન્ટાઈન ડે આવે એટલે ચારેકોર માર્કેટિંગનો એટલો અતિરેક થઇ જાય કે સિંગલ્સ પણ અમથે અમથા એકવાર તો કાર્ડ્સ અને ગિફ્ટ શોપમાં ઘુસી જાયસામ્ય રીતે નવેમ્બર મહિનો આવે અને આપણી આજુબાજુ અચાનક બધાને બાળકો યાદ આવવા લાગે, એક દિવસ પુરતી ચાચા નહેરુની વાતો અને મુવીચેનલ્સ પર બાળકોની ફિલ્મો પ્રસારિત થાય. મોટા શહેરો માં વસતા હોવ તો વળી નજીકના મલ્ટિપ્લેક્સમાં ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ ચાલતો હોય, બસ પતી ગયો ચિલ્ડ્રન્સ ડેપણ બાકીનાં દિવસોનું શું? બાકીનાં 364 દિવસે બાળકોને ગમતી ફિલ્મો અને સાહિત્ય અને કોમિક્સ કોણ લખશે, કોણ સંભળાવશે? એમની નિર્દોષ ફેન્ટસીઝ કોણ સંતોષશે, એમનાં દુનિયાની નજરેબેવકૂફલાગતા નિર્દોષ સવાલોનાં જવાબો કોણ આપશે? બધા વિચારો શેરબજાર, ડેડલાઈન્સ અને વહીવટોની પેલે પાર છે અને મગજને સુન્ન કરી નાખે છે, જે ઓપન એન્ડેડ છે એટલે એને એક લાકડી હાંકી એનો જવાબ હા કે ના માં આપી શકાય. છતાં આજે બધા વિચારો અહીં શબ્દોમાં મુકવાનો પ્રયત્ન કરું છુ, કેટલાકના જવાબ આપવા આપણા સૌના હાથમાં છે તો કેટલાક એવા સવાલ એવા છે કે જેના જવાબ દેવા માટે આપણે સમર્થ નથી. રહ્યા અણિયાળા સવાલો જેના જવાબ સિનેમા, સાહિત્ય ક્ષેત્રનાં સર્જકો અને માંબાપો આપવાના છે!

 

  • 3 (1)ફિલ્મો: છેલ્લા થોડા સમયમાં ગુડ ડાયનોસોર‘, ‘ગુઝબમ્પ્સ‘, ‘ઇનસાઇડ આઉટ‘, ‘મિનિયન્સ‘, ‘ પિનટ મુવીઆવી અને ગઈ. આપણા માંથી કેટલા એ રસ લઈને પોતે અને પોતાના બાળકો કે સિબલીન્ગ્સ ને લઈને થીયેટર સુધી લાંબા થઈશું. આપણે ત્યાં એ જ રેઢિયાળ અને નબળા એનીમેશન વાળી નબળી સો-કોલ્ડ બાળફિલ્મો બનતી રહે છે. સન્ની લિયોની, મંદાના કરિમીઓ ને નચાવતી તદ્દન બોગસ ફિલ્મો રીલીઝ થતી રહે છે પણ પ્રોડ્યુસર્સ આજે પણ બાળફિલ્મો બનાવવામાં હાથ નથી નાખતા. હનુમાનછોટા ભીમ અને ટુનપુર કા સુપરહીરો જેવી કેટલીક સરસ ફિલ્મો બની છે, પણ આજે પણ અહીં નાર્નિયા, લોર્ડ ઓફ રિંગ્સ, પોટ્ટર સીરીઝ, ટિનટિન કે પછી રિઓ જેવી અફલાતુન ફિલ્મો બનતી નથી. અરે આપણે ત્યાં ગુજરાતી માંબપો ઘણી વાર બાળકોને કોઈ બાળ ફિલ્મ બતાવવા પણ લઇ જાય તો પણ જાણે ઉપકાર કરતા હોય એમ કહેતા જોવા મળે મને તો રસ નથી પણ છોકરા ને શું કે બતાવી દઈએ!. લોકો સરસ ફિલ્મો કેવી રીતે બને છે, એની પાછળ શું મહેનત લાગે છે વગેરે કઈ જોતા નથી. આપણે ત્યાં રા.વન જેવી સાવ રેઢિયાળ અને નક્કામી ઉઠાઉગીર જેવી ફિલ્મો રીલીઝ થતી રહે છે જેમાં વલ્ગારિટી ભારોભાર હોવા છતાં ફેમીલી એન્ટરટેઈનર તરીકે પ્રમોટ કરાય છે, ઠીક છે ફિલ્મો ની વાત માં લોકોને દોષ દેવાનો મતલબ નથી,આપણે સૌએ હજુ પણ સરસ બાળફિલ્મો માટે અંગ્રેજી ફિલ્મો પર આધાર રાખવો પડે છે.          

 

  • રમકડા: યાદ છે આપણે સૌ નાના હતા ત્યારે પેલી ક્રોમનું પળ ચઢાવેલી ‘બંદુકડી’થી ચોર-પોલીસ રમતા! બાળકોને પહેલે થી જ બંદુક ની એક ફેન્ટેસી હોઈ એ ગમે છે પછી એ જનરલ ચોર પોલીસ હોય કે પછી હોળીના રંગની પિચકારી સ્વરૂપે હોય. ચાઇનીઝ રમકડાઓનો માર્કેટમાં ઉપાડો હોઈ આપણને સૌને રમકડા ખરીદતા હવે જાણે પેલી બધી જાહેરાતો, સમાચારો અને નોટીસીઝ થી ખુશી ના બદલે ડર વધુ લાગે છે. બાળક ૬ મહિના થી ૫ વર્ષ નું થાય ત્યાં સુધી ‘હોટ વ્હીલ્સ’ની કાર થી લઇ સરસ ‘બ્લોક્સ’ ગોઠવવાની ગેઇમ્સ મળે છે અને પેલા બેટરી થી ચાલતા મસ્ત મજાના હેલિકોપ્ટર્સ અને પ્લેન હવામાં ઉડે ત્યારે આ ઉમરે પણ જોઈ રોમાંચ અનુભવાય છે. બાળકોને ડરાવવાના બદલે થોડો ખર્ચો રમકડા પાછળ પણ કરાય તો એનો બૌદ્ધિક વિકાસ અને એની વિચારશક્તિ ખુબ તેજ થાય એની ‘બ્લુચીપ’ શેર જેટલી ગેરંટી છે! તો બાળક ૮ વર્ષનું થાય એ પછી લૂડો અને સાપસીડી ની સાથે ‘સ્ક્રેબલ’ રમીએ તો અંગ્રેજી ની વોકેબ્યુલરી પણ પાવરફુલ થાય. આ સિવાય આઉટડોર રમતોના મહત્વ અને પ્રકારો વિષે ખુબ લખી ચૂક્યું છે દોસ્તો…     

The_Good_Dinosaur_poster

  • વર્તણુંક: આ બહુ જ સેન્સીટીવ મુદ્દો છે, ઘણા ખરા વડીલો પોતાના બાળક સાથે ક્યારેય પોતે ઇન્ટેન્સ થઈને સંવાદ નથી કરતા હોત. બાળક પોતાની ભાષામાં ક્યારેક કાલુંઘેલું ઘણુંય કહેતું હોય છે પણ એટલી કોઈનામાં ધીરજ કે સમય નથી હોતા કે એને સાંભળે! આજ થી પાંચ-દસ વર્ષ પહેલાની અને અત્યારની પેઢીમાં પણ ઘણું અંતર હોય છે. ફોર એક્ઝામ્પલ, આજે બાળક જન્મતા ની સાથે જ સ્માર્ટફોન જોતું થઇ જાય છે, એને ફોન ઉપાડતા- મુકતા અને એમાં ગેમ રમતા આવડી જાય છે. એટલે, માં-બાપ ક્યારેક બાળકોને અન્ડરએસ્ટીમેટ કરી બહુ ગંભીરતા થી નથી લેતા હોતા, ક્યારેક બાળકો ની સામે ઝઘડો કરવાથી બાળક એ બધું બહુ ઝડપથી ગ્રાસ્પ કરી લેતું હોય છે. આ સિવાય બાળકો આજે જે રીતે ઝડપ થી માનસિક રીતે એડલ્ટ થતા જોવા મળે છે એ જોતા એમને ટેક્ટફૂલી હેન્ડલ કરવા એ બહુ જ અગત્યનું છે.     

 

  • આદતો: બાળક હોય એટલે કેટલીક સામાન્ય આદતો જેમ કે જમતા પહેલા હાથ ન ધોવા, બેગ-યુનિફોર્મ ઠેકાણે ન મુકવા, ગંદા હાથ પહેરેલા કપડા પર જ લુછી નાખવા, હોમવર્ક ન કરવું, અને  વગેરે એ બધું રહેવાનું જ. ત્યારે એના પર બુમો ન પાડી કે પછી એને ફટકારવાના બદલે સમજાવવું જોઈએ. બહુ વર્ષો જૂની સંસ્કૃત ફિલોસોફી છે કે બાળકોના દોસ્ત બનીને રહો તો એ લાઈફ લોંગ તમારી સાથે દોસ્ત બની રહેશે અને માન-સન્માન આપશે. ક્યારેક તો હદ ત્યારે થાય છે કે દીકરો લગભગ ૧૨-૧૩ વર્ષ નો થાય તો એનામાં આવતા પ્યુબર્ટી રિલેટેડ ચેન્જીસના લીધે માસ્ટરબેશન કે પછી બીજી કોઈ વર્તન પર માં-બાપ તાડૂકીને બહુ જ વિચિત્ર અને પેનિક ફેલાવી દેનારું વર્તન કરતા હોય છે, બીજી બાજુ દીકરી પ્યુબર્ટીમાં આવે અને પિરિયડસ્ માં  બેસવાનું શરુ કરે ત્યારે મમ્મીઓનું વર્તન પણ કંઇક એવું જ પેનિક થી ભરપુર હોય છે! કાઉન્સેલિંગ લેવું એ આપણે અહીં એલિયન ગણાય છે.     

 

  • સરખામણી: દરેક વાતમાં પોતાના સંતાન ની સરખામણી કુટુંબના કે પડોશીના કોઈ બાળક સાથે કરવી અને પોતાના સંતાન ને સતત વઢતા રહેવું એ બેવકુફી છે, યાદ રાખવું કે બાળક એનાથી તમારા થી તો માનસિક રીતે દુર જશે જ ઉપર થી એને પણ એની જાત પર કોન્ફીડેન્સ ગુમાવી દઈ ડીમોટીવેટ થશે. હમણાં તાજેતરમાં એકલા ગુજરાતમાં પાંચ થી વધુ ટીનએજર વિદ્યાર્થીઓ કરેલી આત્મહત્યા પછી વધુ કંઈ લખવાની જરૂર લાગે છે?

 

  • ચોકી પહેરો અને સ્વતંત્રતા: કોઈ પઝેસિવ સનકી ગર્લફ્રેન્ડ જેમ પોતાના બોયફ્રેન્ડને જેમ સાવ પટ્ટે બાંધીને રાખે એમ ઘણા માં-બાપ પોતાના સંતાન ને ક્યારેય એકલા જ પાડવા નથી દેતા. બધું જાતે જ ધારી લે છે કે એ એકલું રમે અને પડશે તો? એને કોઈ હેરાન કરશે તો? એ ક્યાંક ખોવાઈ જશે કે એને કોઈ ઉપાડી જશે તો? પરિણામ એ આવે છે કે બાળકો સહેજ પણ સ્વતંત્ર નથી બનતા અને માનસિક રીતે સાવ નમાલા બને છે જે ન તો કોઈ નિર્ણય પોતાની જાતે લઇ શકે છે કે ન તો પોતે કઈ નવું શીખવાની હિંમત કરી શકે છે. રમવું-ભણવું-બોલવું-ચાલવું-વર્તવું બધું જ કેમ કરવું એની ગાઈડલાઈન નક્કી કરવાનો ઠેંકો જાણે માં-બાપ લઇ લેતા હોય છે! 

 

અંતે એટલું જ કહેવાનું કે સંતાનને એકદમ ક્રિયેટિવ, માનસિક રીતે મજબુત અને સ્વતંત્ર બનાવવા હોય તો એને આઝાદી આપો, નવી પેઢીનું બધું ખરાબ જ હોય એમ કહી ઉતારી ન પાડો. એક વાર પડીએ તો વાગશે, ફરી થી બેઠા થઈશું એમ માની સંતાન ને ‘ફ્રી રેઇન લીડરશિપ’ આપો. ભણતર-કારકિર્દીની પસંદગી-જીવનસાથી જેવા મુદ્દે વધુ પડતી સીનાજોરી ન કરી એમને એમની રીતે લડવા દો. નહેરુ થી સ્વામી વિવેકાનંદની મોટી મોટી વાતો કરવા કરતા જો થોડું પણ એ બધું ‘એપ્લિકેશન’માં લાવી દઈશું તો નવી પેઢીને વખોડવાનો ટાઈમ અને વારો બંને નહિ આવે!

પાઈડ પાઈપર:  

કમનસીબે આપણે ત્યાં આજે પણ એમબીએ કે ઈજનેરી કોર્સના એડમિશન વખતે સંતાનો સાથે માં-બાપ સાથે ફરતા હોય છે, તમને નથી લાગતું કે સંતાનોને ફોર્મ-ફી ભરવા થી માંડી કોલેજ પસંદ કરતા આવડે છે, બાળકોને ડાયપર પહેરાવવાના દિવસો તો ક્લીનીકલી ૩-૪ વર્ષે જ પતી જતા હોય છે!!

email: bhavinadhyaru@gmail.com

3rd February, 2016

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s