યંગિસ્તાન – 29,લિટરેચર ફેસ્ટિવલ્સ : લેખક ભી સેલેબ્રિટી હોતા હૈ!

યંગિસ્તાન – 29       

ડેઈટ ઓફ પબ્લિકેશન – 20 જાન્યુઆરી, 2016

હેડિંગ  –    લિટરેચર ફેસ્ટિવલ્સ : લેખક ભી સેલેબ્રિટી હોતા હૈ!

Gujarat Literature Festivalડિસેમ્બર આવે એટલે કંઈ વસાણાઓ અને બિટગાજરનાં જ્યુશ દેખાય, ફિલ્મ અવોર્ડ્સની પણ ભરમાર લાગે! લગભગ દરેક ફિલ્મ અવોર્ડ ફંક્શનમાં દરેક સારી કે સારી લાગતી ફિલ્મો અને કલાકારોને સાચવી લેવામાં આવે છે, જેથી કોઈને ખોટું લાગી જાય.    

આપણે ફિલ્મ અવોર્ડસનું ‘ડિસેક્શન’ ફરી ક્યારેક કરીશું, આજે તો વાત કરવી છે સાહિત્યની! ગુજરાતે અને ખાસ તો અમદાવાદે છેલ્લા પાંચ-છ વર્ષોથી જાતભાતનાં ઉત્સવો જોયા છે, ગુણોત્સવ કે સ્વાતંત્રોત્સવ જેવા સરકારી ઉત્સવ જ નહિ પણ ‘કાંકરિયા કાર્નિવલ’, ‘એર શો’, ‘ફ્લાવર શો’, સાત્વિક ફૂડ ફેસ્ટિવલ, ગુજરાત યુનિવર્સીટીએ યોજેલો સાહિત્યોત્સવ, લિટરેચર-કળા અને સુગમ સંગીતનો સમન્વય એવો સાબરમતી ફેસ્ટિવલ સૌ પ્રથમ વાર યોજાયો, આટલું ઓછું હોય એમ સપ્તક સંગીત સમારોહ પણ દર વર્ષે જાન્યુઆરીમાં યોજાય છે. આ બધા ઉત્સવો વચ્ચે એક જે નોખો તરી આવ્યો એ છે ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’. છેલ્લા બે વર્ષથી યોજાતો આ ઉત્સવ સોળે કળાએ ખીલ્યો છે. અવારનવાર યોજાતા મ્યુઝિક કોન્સર્ટસમાં, અને કુપનો કાપીને મફતમાં મળતા સાબુ અને બાલદીઓ લેવા માટે લાઈન લગાવતા ગુજરાતીઓ કોઈ સાહિત્યનાં મેળાવડા માટે જમાવડો કરે અને પોતાના મનગમતા લેખકોને મળવા માટે દુર દુર થી આવે એનાથી સારો સિનારિયો ભારતમાં ક્યારેય હોઈ શકે?

Bangalore Literature Festivalરાજસ્થાનનાં જયપુરમાં આવેલા દિગ્ગી પેલેસમાં 2006 થી યોજાતો જયપુર લિટરેચર ફેસ્ટિવલ અત્યાર સુધીનો ભારતનો સૌથી વધુ ખ્યાતિ પ્રાપ્ત ફેસ્ટિવલ રહ્યો છે જેને કવર કરવા અને જોવા માટે લોકો ભારતનાં ખૂણે ખૂણેથી અને વિદેશથી પણ લોકો આવે છે. સલમાન રશ્દીને ભલે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં આવવા દેવામાં નહોતા આવ્યા પણ અહીં અનુજા ચૌહાણ થી લઇ ચેતન ભગત, અમિષ ત્રિપાઠી થી અનિલ કુંબલે જેવા ખ્યાતનામ ધુરંધરો આવી ચુક્યા છે!

શું હોય છે મેળાવડાઓ માં? ચાલો એક નજર નાખી લઈએ. કન્ટેમ્પરરી સાહિત્ય, ગુજરાતી અને પ્રાદેશિક સિનેમા, માતૃભાષામધર ટંગ કે અધર ટંગ, સાહિત્યમાં બોલિવુડનો વઘાર, સરસ સર્જકો અને સ્ક્રિનપ્લે રાઈટર્સ સાથે ગુફ્તગુ નહિ પણ લેખન ક્ષેત્રે આગળ આવવા માટેની વર્કશોપ્સ, લેખક પોતે વાંચકોની અદાલતમાં પેશ થાય ત્યારે સવાલજવાબની તડાફડી થાય જોવાની કેટલી મજા આવે? સરેરાશ ગુજરાતી ભલે એટલું વાંચતો હોય પણ હવે જે ગુજરાતી માંથી ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ થઇ ગયો છે એમાં હાજરી આપતા ખબર પડે છે કે કેટલો બહોળો યંગસ્ટર્સ વર્ગ મિજલસમાં આવવા માટે તડાફડી કરતા હોય છે!

ઓટો શો, ફેશન શો, ખાણીપીણી ફેસ્ટ, ફ્લાવર શો, નાટક અને ફિલ્મોનાં ફેસ્ટિવલ્સની સરખામણી સાહિત્યનો ઉત્સવ સહેજ પણ ઉણો નથી ઉતરતો! શરત એટલી કે જરા મગજ ખુલ્લું રાખી, સાક્ષી ભાવે બધું નિહાળવા લાંબુ થવું પડે અને ચોક્કસ છે કે ઘરે જતી વેળા આપણે બે વસ્તુ નવી સાથે લઇ જઈએ! આવો ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની ત્રણત્રણ સિઝન થઇ ચુકી છે ત્યારે એનો અર્ક કાઢતી કેટલીક વાતો પર નજર નાખીએ!

 1. જેટલી જરૂર વાંચકોને પોતાના ગમતા લેખકને મળવાની કે એને વાંચવાની હોય છે, એટલી ભૂખ અને જરૂરિયાત, લોકપ્રિયતા અને પૈસો એક લેખકને પણ જોઈતો હોય છે. લેખક ક્યારેય વ્યાસપીઠ પર બેસી જઈને ચુકાદા તોડી શકે અને વાંચકોને દરકિનાર કરી શકે!
 2. ફેસબુકનો પ્રભાવ અને વ્યાપ અત્યારે એટલો બધો છે કે લિટરેચર ફેસ્ટિવલ દરમ્યાન સેશન્સની સાથે સાથે ફેસબુક ફ્રેન્ડસ પણ એટલા મોટા પ્રમાણમાં મળી જતા હોય છે. કહો કે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ અનઓફિશિયલી ફેસબુક રિયુનિયન ફેસ્ટિવલ બની જાય છે!
 3. હંમેશા ફક્ત બોલવા અને પોતાનો મત ઝૂડે રાખવા કરતા સામે વાળી વ્યક્તિ શું કહે છે, શું ચર્ચા થાય છે એને ગ્રહણ કરવા માટે સાંભળવાની ધીરજ અને સમજવાની પુરતી લાયકાત કેળવવી પડે છે જે આજકાલ નદારદ જોવા મળે છે.
 4. સાહિત્યકારો હવે ખાદી અને બગલથેલા લઈને નીકળી પડે, તુંડમિજાજી થઈને વેદિયાવેળા કરે ચાલે! એને સ્માર્ટ બનીને માર્કેટિંગ શીખવું પડે, પોતાના વાંચકો સાથે સંવાદ સર્જી, લોકોનાં પ્રેમને માન આપી સેલ્ફી લેવી તો સમયની માંગ છે અને લોકપ્રિયતાનો માપદંડ છે.
 5. લિટરેચર ફેસ્ટિવલનાં દરેક સેશન વખતે મુગ્ધ બનીને દરેક વાત ડાયરીમાં નોંધવાની હોતી નથી, કેટલીક વાતો માત્ર હા હા કરી ભૂલી જવાની પણ હોય છે, યાદ રાખો દરેક લેખક પોતાની દુકાન ખોલીને બેઠો છે, અને તમારે એના ગ્રાહક બનવું પડે એવો કોઈ નિયમ નથી.
 6. લિટરેચર ફેસ્ટિવલ સાહિત્યની સેવા છે, યજ્ઞ છે એવું નથી. કોર્પોરેટ કંપનીઝનાં ફંડિંગ વગર આટલા સરસ આયોજન શક્ય નથી, એટલે ફેસ્ટિવલમાં સાદાઈની વાતો ઝુડવી અને પાશ્ચાત્ય સંસ્કૃતિ અને કોર્પોરેટ કલ્ચરને વખોડવું તો સુહાગરાત પર લેંઘોઝભ્ભો પહેરીને સેક્સ કરવાને બદલે સેક્સ પર ભાષણ આપવા જેવી મૂરખ વાત છે.
 7. લિટરેચર ફેસ્ટિવલ વખતે માત્ર ઈન્ટરવ્યુ લઇ છવાઈ જતા પત્રકારો થી અંજાઈ જવાની જરૂર નથી, ઈન્ટરવ્યુ સે આગે જહાં ઔર ભી હૈ! પોતાનું સર્જન કરવું અને પોતાનો નોખો ચિલો ચિતરવો મહત્વ નું છે.
 8. પુસ્તકો અને ફિલ્મો બંને એકબીજાના પિતરાઈઓ છે એટલે ઠાવકા બનીને ફિલ્મોને વખોડી નાખવી અને એને સાહિત્ય ગણવું તો દંભ છે, ખુલ્લા મને સાહિત્યની બધી ફ્લેવર્સને સ્વિકારીએ!
 9. સાહિત્યનાં મેળાવડા, ફેસ્ટિવલને આમિર ખાનની જેમ બોયકોટ કરી એમાં શરીક થઈએ તો એમાં કોઈ મોટો મીર નથી મારતા, બલ્કે તો મુર્ખામી છે.
 10. યુવાધન સાહિત્ય થી અળગું થઇ રહ્યું છે, માતૃભાષા મરી રહી છે નાં મરસિયા ગાવા કરતા આવા ફેસ્ટિવલમાં એક વાર જઈને જોઈ જુઓ, યંગ જનરેશન લવ્સ લિટરેચર, એને પ્રોપર માર્કેટિંગ કરી અને સારી રીતે રજુ કરવામાં આવે ત્યારે લોકોની નજીક પહોંચતું હોય છે!
 11. સાહિત્ય જગતમાં રહીને કે ફેસબુક પર ગાળાગાળી કરીને થુંક ઉડાડવાથી કંઈ હાસિલ નથી થઇ જતું, કડવી સચ્ચાઈ છે કે આગળ આવવા માટે ટાંટિયા ખેંચ કરવાના બદલે એકબીજાનું સમ્માન કરતા શીખીએ, અહીં ચાંટુકારિતા કરવાની તરફેણ નથી પણ વાત દરેક વ્યક્તિ સાથે સૌજન્યતા થી કરી યોગ્ય ઈજ્જત આપવાની છે.
 12. ચિક્કાર વાંચીએ, ચિક્કાર ફિલ્મો જોઈએ અને ખુબ બધી નવી વસ્તુઓને સાંભળીએ અને સમજીએ ત્યારે એક સજ્જ ભાવક, વાંચક અને લેખક બનાશે! ફેસબુક પર ચંદ્રકાંત બક્ષીની સ્ટાઈલની વરવી અને અક્કલમઠ્ઠી કોપી કરવાથી રાખી સાવંત કે પુનમ પાંડે જેવા દેખાતા હોઈએ છીએ માટે થોડા સિન્સિયર બનીને સારું લખીએ અને પોતાની એક અલગ શૈલી વિકસાવીએ! નકલમાં પણ અક્કલ હોવી જોઈએ બોસ!
 13. યુ ટ્યુબ, ફેસબુક, બ્લોગ અને ઈન્ટરનેટનાં સમંદરમાં કોઈને કોઈની મોહતાજીની જરૂર નથી, શીખવા માટે ક્યારેય સમય અને મોડું નથી થતું! લાગી પડીએ અને સતત લખીએ, સર્જન કરીએ, માત્ર કોલમ લખવાથી લેખક બનાય એવું હોત તો તો દરેક કોલમિસ્ટ ખાલિદ હોસૈની કે ખુશવંત સિંઘ બની ગયા હોત!

સાહિત્યનુ કે ભાષાનું ભલું કરવાનો ઠેકો લઈને નહિ પણ કોઈ ભાર વિના એક સરસ આયોજન થાય ત્યારે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની જેમ સફળ આયોજન થતું હોય છે જે ખરા અર્થમાં સાહિત્ય અને સિનેમાની સેવા તરીકે કામ કરી જાય છે! જરૂર છે જાગરુક વાંચક અને ભાવક બની સારી વસ્તુ અને કૃતિઓ પ્રત્યે સજાગ રહેવાની! લોંગ લિવ લિટરેચર… 

                            ********************************************

email: bhavinadhyaru@gmail.com 

Published today in Janmabhumi Group News Papers, 20th January, 2016

Facebook: https://www.facebook.com/BhavinAdhyaru

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s