Youngistan – 28,પંગત-જમણવાર થી બુફેની સુહાની સફર!

યંગિસ્તાન – 28     

ભાવિન અધ્યારુ

ડેઈટ ઓફ પબ્લિકેશન – 13 જાન્યુઆરી, 2016

હેડિંગ  –   પંગત જમણવાર થી બુફેની સુહાની સફર!       

 

ઓમ નમ: પાર્વતે હરહર મહાદેવ….હર”…લગભગ 90 પછીનાં દાયકામાં જન્મેલાઓને હરિહરનો સાદયાદ નહિ હોય! બધા લોકોવાડીકહેવાતા  જ્ઞાતિનાં કમ્યુનિટી હોલમાં એકઠા થાય. ખુબ નજીવા અને પોસાય તેવા ભાડે કોઈ પણ આર્થિક હાલતમાં આવતી વ્યક્તિ પણ પોતાના ઘરનો પ્રસંગ શાંતિ થી સુખરૂપ રીતે પાર પાડી શકે એવી વ્યવસ્થા હતી! બધા લોકો લગભગ એક કે દોઢ થાય એટલે હાકલાપડકારા થતા કે ચાલો હરિહરનો સાદ પડે છે, સૌ કોઈ આવી જાવ હવે પેટમાં અન્ન નાંખવા માટે! પછી લાંબી શેતરંજીઓ પથરાય જતી અને સમાંતરે બધા પલાઠી મારીને બેસી જતા, દરેક વ્યક્તિ આગળ એક લાકડાનો પાટલો કે બાજોટ ગોઠવાતો, અને પછીપતરાળા કે પડિયાકહેવાતી થાળીઓ ગોઠવાઈ જતી. કુટુંબનાં સભ્યો કે ભાઈબંધો કહ્યા વગર પોતાની ફરજ સમજીને એક એક વાનગીઓ વહેંચીને એના થાળ લઇ લેતા! પિરસવાનું ચાલુ થાય, એટલા પ્રેમ અને આગ્રહ થી જમાડવાનું શરુ થતું કે મજા આવી જતી.

2.jpgના અહીં એવી એકતરફી નોસ્ટાલ્જિક વાતો નથી કરવી, પણ પંગતની જમણવાર હતી શું? શું મહત્વ હતું એનું? ત્યારે કપડામાં કરચલી પડી જવાની ફિકર નહોતી, જે જુવાનિયાઓ પિરસતા તે જ્ઞાતિમાં ગમતી છોકરી પાસે જઈને ધરાર એક બે બરફી કે ગુલાબજાંબુ વધુ આપી આવતા, બહાને તેની સાથે વાતો કરવાનો મોકો મળતો! જ્ઞાતિનાં આવા પ્રસંગમાં કઈ કઈ છોકરી કે છોકરોમાર્કેટમાં આવી ગયો છે, કોણ પરણવાલાયક થઇ ગયું છે એનો ચિતાર મળી જતો. પંગતમાં જમવાનો બગાડ મિનીમમ થતો, કારણકે જેને જેટલું જોઈએ એટલું આપવામાં આવતું! દાળ ક્યારેક ખૂટી જાય તો એમાં પાણી નાખીને આપવામાં આવતી પણ સાલી એની કંઇક અલગ મજા હતી! એમાં પાછા જમતા જમતા પણ વડીલો આખી દુનિયાની વાતો અને પંચાતો આદરતા, સાથે સાથે એવું પણ કહેતા કે જમતા જમતા વાતો કરાય, પચે નહિ!

 ધીમે ધીમે સમયનું ચક્ર ફરતું ગયું, હવે પંગત શહેર માંથી સંકોચાતી ગઈ, શિફ્ટ થતી થતી ગામડા સુધી સિમિત રહી ગઈ! લગભગ 2000 આવતા આવતા ટેબલ ખુરશી આવી ગયા હતા અનેપંગતહવે માત્ર ગુજરાતી શબ્દકોશમાં રહી ગઈ હતી! ખુરશી ટેબલ પર એક સરસ મજાનું સફેદ કપડું પાથરવામાં આવતું, અને એના પર થાળી રાખી સૌ જમતા થયા. અહીં પિતળની તો વાત નથી પણ સ્ટિલની થાળીઓ અને કળશા કે ગ્લાસનું સ્થાન હવે પ્લાસ્ટિકની ડિશ અને બાઉલ લેવા માંડ્યા હતા! પરિવર્તનનો પવન કંઈ એવો ફૂંકાયો કે દેશી ઘરઘરાઉ મહારાજ કે રસોઈયાઓ હવે બીજે નોકરી શોધવા લાગ્યા. હવે કેટરિંગ બિઝનેસ અસ્તિત્વમાં આવી ગયો હતો. લગ્નમાં ગ્રહશાંતિગરબાલગ્ન અને પછી રિસેપ્શન એમ ચાર ચાર વખત મહેમાનોને જમાડવાનો ટ્રેન્ડ શરુ થયો.

ગુજરાતી લગ્નોનીટાઈમલાઈનને બુફે સતતપોકકરી રહ્યું હતું! હવે જેટલી વધુ વાનગીઓ એટલું વધુ સારું એવું શક્તિ પ્રદર્શન અમલમાં આવી ગયું હતું! 2010 નું વર્ષ ક્રોસ કરતા કરતા તોવાડીઓઅને કમ્યુનિટી હોલ માત્ર બેસણાસાદડીઉઠમણા અને સંગીત સત્સંગ પુરતા સીમિત રહી ગયા. ‘પાર્ટીપ્લોટ‘, થિમ ડેકોરેશન, ડીજે પાર્ટી, સુરજ બરજાત્યા સ્ટાઈલનાં લેવિશ વેડિંગ હવેઇન થિંગબની ગયા છે. જેટલા વધુ પૈસા ખર્ચો, પોતાના સર્કલ અને જ્ઞાતિમાં એટલો વધુછાકોપડી જાય! ભાઈ એક ની એક દિકરી કે પછી લગ્ન તો એક વાર હોય જેવા લોજિક આગળ ધરાય કે પછી દુનિયા શું કહેશેનો સતત સતાવતો ડર લગભગ 20 થી 70-80 લાખ સુધીનો ખર્ચો કરવા મજબુર કરી દે છે.

પંગત હવે સદગત થઇ ગઈ, ફૂડ હવે બેન્કવેટમાં જતું રહ્યું, અને પિરસવાનાં બદલે જેને જે જોઈએ અને જેટલું જોઈએ કાઉન્ટરપર થી લઇ લે! હવેઆગ્રહનો રિવાજ વેવાઈઓ હાથમાં એક એક કાલાજામ કે રસગુલ્લા લઇ લઈને મોઢામાં મુકવા નીકળી સાચવી લે છે. હવેસૂપ ટુ ડેઝર્ટમેનુ મસ્ટ થઇ ગયું છે. આઉટડોર કેટરિંગમાં બે લાઈવ કાઉન્ટર હોય છે જ્યાં પિઝા થી લઇ મેક્સિકન ચાટ કે લાઈવ ઢોકળા ખાવા મળી જાય છે. એક ડિશમાં 32 થી 35 વાનગીઓ કેવી રીતે રાખવી એની મથામણમાં લોકો લગભગ 15-16 જેટલી વસ્તુઓ તો ડિશમાં મૂકી દેતા હોય છે, પછી રોટલીરાયતું અને દાળ મિક્સ થઇ જતા હોય છે, પાપડને કટલેસ સાથે મળેલી લાલ ચટણી અડી જવાથી હવાઈ ગયો હોય છે. અમુક અથાણા કે સલાડ ખાધા વગર છેલ્લે કચરાપેટીમાં સ્વાહા થતા જોવા મળે છે.

3.jpg સ્વિટમાં પણ પાછી એક ડ્રાય અને એક દૂધ બેઝ્ડ સ્વિટ (રબડી/બાસુંદી/ખીર/દૂધપાક/અંગુર રબડી) રાખવી જરૂરી હોય છે! મગની દાળનો હળવો કે પંચરત્નનાં નામે મળતો હલવો ખાઈ ખાઈને તમે નવેમ્બરડિસેમ્બરજાન્યુઆરીમાં અધમુઆ થઇ જાઓ એની ગેરંટી! વહેલા સમારેલા સલાડ મોટેભાગે જમવાનો સમય થતા થતા વાસી થઇ જતા હોય છે, જો ક્યારેક મંચુરિયન કે દૂધ બેઝ્ડ મિઠાઈ કે પછી કોઈ પનીરની સબ્જી વાસી હોય તો ફૂડ પોઈઝનિંગ થવાના પણ પુરા ચાન્સિસ રહે છે. આમાં કોઈ પણ જાણીતો કેટરર્સ પણ બાકાત નથી કે જે કોઈઆફટરશોક થવાની ગેરંટી આપી શકે!

માંડ માંડ બધું ભાવતું તમે થાળીમાં ઠુંસ્યુ હોય ત્યાં ખબર પડે કે લે રસપાત્રા પણ છે? અને આથેલા મરચા લેવાના તો રહી ગયા! ડેઝર્ટમાં પાછા અમુક તો જેણે બાપ જન્મારે મુસ કે ચોકલેટ સોસ સાથે આઈસ્ક્રીમ ખાધા હોય પણ મારા બેટા પેસ્ટ્રી પર પણ સોસ રેડી ખાય એવા નમૂનાઓ મળી આવે, જે માત્ર પોતાનો ચાંલ્લો વસુલ કરી લેવાના ઈરાદે આવ્યા હોય! અહીં પાછું ચાંલ્લાનું પણ જબરું ગણિત છે, જેના લગ્નમાં જેણે જેટલો ચાંલ્લો કર્યો હતો, એટલો ચાંલ્લો પેલા બીજા સગાનાં લગ્નમાં કરવાનો એવો વણલખ્યો નિયમ બધું જાણે ધીમે ધીમે એક રિવાજ, એક ઘરેડ બની જતી હોય છે! લોકો હવે સ્માર્ટ થઇ ગયા છે, ક્યાંક થી આવેલા ડિનર સેટ ક્યાંક બીજે વાપર્યા વગર ઉપરની ચિટ બદલીને પધરાવી દેતા હોય છે!

 હા, બુફે થી જમવામાં ચોઈસ વધી છે, ગામડા સુધી બુફે પહીંચી જતા હવે લોકો બેક્ડ ડિશ, ઇટાલિયનમેક્સિકન અને લેબેનિઝ ખાતા થઇ ગયા છે. સામે છેડે પોતાને જેટલું અને જેટલી વખત જોઈએ એટલું લઇ શકતો હોવાથી જમવામાં સ્વતંત્રતા વધી છે. લેકિન, ડિશપેપર નેપકિન અને બાઉલ હાથમાં લઈને લાઈનમાં ઉભા રહેવું થોડું ક્ષોભજનક લાગે છે. લગ્નનાં ફેરા ફરાતા હોય ત્યારે સાથે સાથે લોકો સરકી જઈને સૂપ થી મેઈન કોર્સ ઝાપટવા માંડે છે ત્યારે ક્યારેક તો એવું બને કે ચોરીમાં વર વધુ, મહારાજ અને વેવાઈઓ બેઠા હોય! વળી જમતી વખતે પણ હવે ખુરશીટેબલનું ચલણ જતું રહ્યું હોવાથી આટલી મોટી ડિશ છલોછલ વાનગીઓ થી ઊંચકી ઊંચકીને બધાને હાથમાં ખાલી ચઢી જતી હોય છે! બધું કેટલું સુક્ષ્મ હોય છે પણ લોકો હવે ટ્રેન્ડછે એમ સ્વિકારીને નિભાવી લે છે!

જે નથી બદલાયું છે ખાધા પછી એના વિશે કરાતી બદબોય, ખાઈને ખોદવું એવું કંઇક! લોકો ખાતા જાય છે, અને પંગતને બુફે સાથે સરખાવીને ટીકાઓ કર્યે જાય છે! જોઈએ આવનારા સમયમાં હજુ શું પરિવર્તન આવે છે!

પાઈડ પાઈપર: હવે તો પ્રસંગોમાં વાનગીઓનું લિસ્ટ છપાવીને થાળી સાથે આપવામાં આવે છે, એમાં વરવધુનું નામ અને કેટરર્સનું નામ અને નંબર છપાવીને લગેહાથ માર્કેટિંગ પણ કરી લેવામાં આવે છે!

                   *************************************************

 

Advertisements

2 thoughts on “Youngistan – 28,પંગત-જમણવાર થી બુફેની સુહાની સફર!

  1. True. Hanna ahi south Guj ma table khurshi rakhi pirasava ave evu pangat type chalu thyu chhe. Ek mrg ma to patravali ane dadiya hata. Pan e vat sachi chhe k etli badhi dish ane badhi virudh ahar j hoy Ayurveda rite; ema maja nathi avti. Kaheway bufe pan khurshi shodhata nake dam avi jay ane jo nasibjoge male to sachavavani mathaman 🙂 overall nice article !!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s