Youngistan-26, Hindi Cinema Analysis of 2015

યંગિસ્તાન –  26         

હેડિંગ –  2015 સિનેમા એનાલિસિસ : રોમેરોમ દિવા કે થોર જેવડા હથોડા?

પબ્લિકેશન ડેઈટ – 30 ડિસેમ્બર, 2015

Best Films of 2015
Sone of the Finest Hindi Cinema in 2015

ક્રિસમસ અને બોક્સિંગ ડે ગયા પછી, નવા વર્ષની પાર્ટીનાં પ્લાનિંગ ચાલી રહ્યા છે, કોઈ નવી ફિલ્મો રિલીઝ નથી થઇ કારણકે હજુ જનતા છેલ્લો દિવસ, દિલવાલે અને બાજીરાવ મસ્તાની જોઈ રહી છે, દેશની ઈકોનોમીમાં કોઈ ફર્ક પડે કે નહિ તો ખબર નથી પણ જે રીતે ટિકીટોનાં ભાવો આસમાને છે જોતા કોઈ ફિલ્મ કમાય તો નવાઈ!! છે નવું બોક્સ ઓફિસ ઇકોનોમિકસ, પછી થાય ને બકવાસ ફિલ્મ હોવા છતાં બે અઠવાડિયામાં 200-300 કરોડનાં કલેક્શન!! એક સાથે 2500 થી 4000 સ્ક્રિન્સમાં રિલીઝ કરવાની, ભલેને ખોટા સિક્કા જેવી ફિલ્મ હોય, નેગેટિવ ફિડબેક આવે તો પણ ખર્ચો નીકળી જવા ઉપરાંત બીજા 200 કરોડ મિનીમમ કમાઈ લેવાના! સામે છેડે, મલ્ટીપ્લેક્સ વાળાઓ તો હવે ચલણ બનાવી દીધું છે, હિરોપ્રોડક્શન હાઉસ પ્રમાણે ટીકીટ નક્કી કરવાની. પાછું ફિલ્મનું નામદિલવાલેહોય!

એની વે, આપણે તો આજે 2015 નાં વર્ષની બેલેન્સ શીટ કાઢવી છે! વર્ષ આમ જોવા જઈએ તો બહુ સારું રહ્યું કહેવાય, દર વર્ષે રહેતી સરેરાશ કરતા વર્ષમાં ખુબ બધું ક્વોલિટી ફિલ્મો ખરેખર હિન્દી સિનેમાની લાજ રાખી છે! પણ ફક્ત હિટ અને દેશી ઘી જેવી તાકાતવાળી ફિલ્મોની વાત કરીએ તો પછી આર્ટિકલ કોઈ અવોર્ડ સેરેમની જેવો ફિક્કો અને સ્ક્રિપ્ટેડ થઇ જાય. એટલે આપણે તો આજે થોર થી પણ મોટા હથોડા જેવી ફિલ્મોને પણ યાદ કરી કરીને સાબુ પાણી વગર ધોઈ નાખવી છે….તો ચાલો જલ્દી, ગેટ સેટ ગો…..

બેબી: નિરજ પાંડેની થ્રિલર ફિલ્મ મિશન ઈમ્પોસિબલને પણ ટપી જાય એવી સખ્ત બની હતી! ‘વેનસડેથી નિરજ પાંડે માહૌલ જમાવેલો પણ અહીં તો સાઉદી અરેબિયા અને કાઠમંડુ જઈને ઓપરેશન પાર પાડે છે! એમાં પણ ટાપસી પન્નુ તો એન્જેલિના જોલી કે લુસી લુ ની જેમ ફાઈટ કરે જોઇને દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય! જાન્યુઆરીમાં ભાગ્યે કોઈ સારી ફિલ્મો રિલીઝ થતી હોય છે, પણ બેબી હુકમનો એક્કો હતી!  

શમિતાભ: બે દોસ્ત, એક નો અવાજ અને એકની પર્સનાલિટી, બંને એકબીજાને કોમ્પ્લીમેન્ટ કરે પણ જયારે ગુરુર, ઈગો વચ્ચે આવે ત્યારેશમિતાભવિખરાઈને ચુર ચુર થઇ જાય! બિગ બચ્ચનની જોરદાર એક્ટિંગ, ધનુષનો ચાર્મ અને અક્ષરા હસનનું ઇમ્પ્રેસિવ ડેબ્યુ ભલે બોક્સ ઓફિસ પર ચાલ્યું પણ એમાં ઈશ્કે ફિલ્લમ, જુનુન ફિલ્લમ જરૂર હતું!

બદલાપુર: કુહાડી વૃક્ષને કાપ્યા પછી ભૂલી જાય છે પણ વૃક્ષ ક્યારેય નથી ભૂલતું! આવી વાતને લઈને દુનિયા જયારે ગ્રે થાય, કોઈ માણસ સંપૂર્ણ સારું કે સંપૂર્ણ ખરાબ હોય, બદલાની ભાવના ક્યાં સુધી લઇ જાય? વરુણ ધવનની કરિયર બેસ્ટ એક્ટિંગ, શ્રીરામ રાઘવનનું દિગ્દર્શન, હ્યુમાં કુરેશીની અદા, દિવ્યા ભારતી થી લઇ વિનય પાઠક અને રાધિકા આપ્ટે ફિલ્મને વારંવાર જોવા મજબુર કરે છે! હા, રેખા ભારદ્વાજ, અરિજિત સિંઘ અને આતિફ અસ્લમનાં ગીતો પણ કાન માટે ચાસણી જેવા છે!

હન્ટર:હન્ટરતો માર્ચમાં આવીને ગઈ, એની એકદમ ક્રુડ સેન્સ ઓફ હ્યુમર અને એડલ્ટ જોનર વિષે તો ડીટેઇલમાં લખી શકાય! પણ સરપ્રાઈઝિંગલી એના ગીતો ઉમદા થી પણ વધુ એવા બેસ્ટ છે! જેમકે સ્વાનંદ કિરકિરે લખેલું, અને અમિત ત્રિવેદી ગાયેલું ગીત તો સીધુંકોરોનરી આર્ટરીઝમાં વાર કરે એવું છે. જેમ ઓફ પોએટ્રી, સ્પેશિયલી ત્યારે જ્યારે માર્કેટમાં મિડીયોક્રિટી એની ચરમસીમા હોય!! આજે સાંભળજો, દૂધ કી મૂછો વાળા, મુત કે પેચો વાલા અને એનું પિક્ચરાઈઝેશન પણ..કમનસીબે માત્ર સેક્સ કોમેડી તરીકે માર્કેટિંગ થયું હોઈ, ફિલ્મ બહુ સીમિત લોકો સુધી પહોંચી શકી.

દમ લગા કે હઈશા: યશરાજ ફિલ્મ્સ તરફ થી આવી ફિલ્મ આવવી બહુ મોટી વાત હતી! આયુષ્માન ખુરાના અને 100 કિલોની ભૂમિ પેડ્નેકર ફિલ્મમાં જીવ રેડી દીધેલો! શરત કટારીયાને ફિલ્મ માટે અવોર્ડ મળવો જોઈએ! આવા હટકે સબ્જેક્ટ અને 90 ના દાયકાને કેટલી સરસ રીતે યાદ કરેલો!

NH 10: નવદીપ સિંહની મનોરમા સિક્સ ફીટ અન્ડર જેવી ડીપ ડાર્ક, ગુરગાંવદિલ્હી હાઈવે અને કેટલાક ક્રૂર લોકો સાથે મુઠભેડ! મેલ ઈગો થી લઇ એક વર્કિંગ વુમનનાં સર્વાઈવલની વાત!

બાહુબલિ: સાઉથ સિનેમા વિષે અહીં લખનારે ખુબ બધી વખત ડીટેઈલમાં લખ્યું છે! જીનિયસ રાજમૌલીની ફિલ્મોને ભલે કેટલાક ઉસ્તાદો ઉતારી પાડે પણ બાહુબલીની વાર્તા, નેરેશન, અને સેટ, અથિરાપલ્લી ધોધની CGI ઈફેક્ટસ હોલિવુડને ટક્કર મારે એવી હતી એમાં કોઈ બેમત નથી. વર્ષે એનો બીજો ભાગકનક્લુઝનધૂમ મચાવશે !    

Worst Films of 2015 સિવાય દિલ ચિરી નાખી સુન્ન કરી દેતી મેઘના ગુલઝારની તલવાર, સુજીત સિરકારની પિકુ જેમાં દીપિકા પાદુકોણ દિલ જીતી લીધેલું!, અગેઇન ડાર્ક નોઈર એવી તિતલી તો કાચા પોચા જોઈ પણ શકે પણ આટલી વાસ્તવિક ફિલ્મ ભાગ્યે બની શકે, આનંદ રાયની તનું વેડ્સ મનુ પણ ધમ્માલ ફિલ્મ હતી, કંગના રનૌતનોસ્વેગરનો જાદુ ચારેકોર ફેલાયો હતો, નિરજ ધાયવનની મસાન તો સ્ટેન્ડિંગ ઓવેશન પણ ઓછું પડે એટલી અદભુત હતીનિશીકાંત કામતની દ્રિશ્યમ પણ મસ્ત હતી, કેટલા લેયર્સકેટલા સત્યકેટલું જુઠ!, એકદમ ફાંકડી અને જુવાનિયાઓમાં નવરાત્રી ચાલતી હોવા છતાં પણ જુવાળ બનેલી પ્યાર કા પંચનામા પણ મસ્ત હતી! છેલ્લે છેલ્લે અપની ગુજરાતી એવી છેલ્લો દિવસ પણ ધમાલ મચાવી દીધેલી! ઈમ્તિયાઝ અલીની તમાશા અમોને તો ખુબ ગમેલી પણ મોટેભાગે મિસ ફાયર થઇ હોઈ, મોટાભાગનાં લોકોને ગમી નહોતી, છતાં મસ્ત મસ્ત ફિલ્મોનાં લીસ્ટમાં અમે એને મશરૂફ કરીએ છીએ! ચૈતન્ય તામ્હણેની નેશનલ અવોર્ડ વિનિંગકોર્ટપણ ખુબ સટીક હોવા છતાં માત્ર અમુક વર્ગ સુધી પહોંચી શકી હતી!

ચાલો હવે થોડી હથોડા ફિલ્મોની પણ વાત કરી લઈએ! શાનદાર એટલી ઘટિયા હતી, કે બિચારા રામ ગોપાલ વર્માની આગ પછી શાનદાર ઘટિયા ફિલ્મનો નવો બેન્ચમાર્ક ક્રિયેટ કર્યો છે!! શાહિદ કપૂર હૈદર પછી આવી ફિલ્મ પસંદ કરી? આલિયા ભટ્ટ તો હજુ પોતાના પર થતા જોકનાં અપમાન માંથી બહાર નથી આવી શકી, એટલે અહીં એનું પાત્ર જીવતુંજાગતું ગુગલ બતાવવામાં આવ્યું છે જેની પાસે દુનિયાભરનું જ્ઞાન છે. ફિલ્મ કેવી રીતે કોઈ પણ જાતની વાર્તા વગર ફ્લોર પર ગઈ, શૂટ થઇ અને બની ગઈ એના વિષે કોઈ સમજ નથી પડતી! અહીં શાહિદ કપૂર, બાપ પંકજ કપૂર અને બેન શાના કપૂર એમ ઘરનાં ભૂવાઓ છે. KRK ટ્વિટર પર કહે છે એમ વિકાસ બહેલ પોતાનોક્વિનનો અવોર્ડ શાનદાર પછી પરત કરી દેવો જોઈએ. અમિત ત્રિવેદી દેવ ડી, લુટેરા, વેક અપ સિદ, આમિર, ઇંગ્લિશ વિંગલિશ વગેરેમાં ધમ્માલ મ્યુઝિક આપ્યું છે પણ અહીં તો ગીતો પણ હથોડા છે, ફિલ્મમાં શું છે એના કરતા શા માટે બની છે મોટો સવાલ છે! આલિયાને બિકીની પહેરાવવાથી ફિલ્મ હિટ જાય, વાર્તા અને સ્ટોરીમાં દમ હોવો જોઈએ એવું મેં અહીં બે મહિના પહેલા ફક્ત પહેલું ટીઝર જોઇને સ્ટેટસ લખેલું, અને સાચું પડ્યું. બાકાયદા ટિકીટનાં પૈસા પાછા માંગવા જોઈએ,અને ક્યારેય કોઈ ફિલ્મ વચ્ચેથી છોડી નથી એટલે પણ આખી સહન કરી લીધી! શાનદાર ખાટ્ટી બાસુંદી હતી.

સિવાય મોટી સાઈઝનો થોરનો હથોડો હતીરોય‘, છતાં કેટલાક બદમાશો જાણી જોઇને એને ચઢાવેલી, પણ રોયમાં બધા રોયા હતા હકીકત છે. હેટ સ્ટોરીની ફ્રેન્ચાઈઝ ચાલી નીકળી એટલે પાઓલી ડેમ, સુરવીન ચાવલા અને હવે ડેઇઝી શાહ પુશ અપ બ્રા પહેરી પહેરીને રિઝવ્યા પણ દર્શકો છેટા રહ્યા! શાહરૂખની દિલવાલે વિષે લખનારે કંઈ વધુ લખવાની જરૂર છે? ઐશ્વર્યની જઝબા હોય કે અર્જુન કપૂરની તેવર, આયુષ્માન ખુરાનાની હવાઈઝાદા, અને અનુરાગ કશ્યપની બોમ્બે વેલવેટ દસકાનો સૌથી મોટો હથોડો છે એમાં કોઈ બેમત નથી! એમ તો કબિર ખાનની ફેન્ટમ વર્ષની સૌથી મોટી ફ્લોપ ફિલ્મો માં ની એક હતી! આવતા વર્ષે શરૂઆતમાં ક્યા કુલ હૈ હમ 3 અને મસ્તીઝાદે ગલગલિયા કરવા તૈયાર છે! ચોક એન્ડ ડસ્ટર અને ચૌરંગા, નિરજા ધૂમ મચાવવા તૈયાર છે! સૌ વાંચકોને એડવાન્સમાં હેપ્પી ન્યુ યર, રસ ફિલ્મો મુબારક!!  

 *********************************************

  

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s