Youngistan-24,સફરનામા સવાલો કા…

યંગિસ્તાન ૨૪
હેડિંગ   સફરનામા સવાલો કા…       પબ્લિકેશન ડેઇટ – ૧૬ ડિસેમ્બર, ૨૦૧૫                          3    

ક્યારેય પરાણે ટાઈ પહેરી છે? ક્યારેય દાઢી કરવાની આળસ આવે અને મોડું થતું હોવા છતાં દાઢી જેમતેમ કમ્પલિટ કરવી પડે એવું પણ બને, ઠાલા ગુડમોર્નિંગ,મતલબ વગરનાં ઈમેઇલ્સ થતા હોય, જ્યાં સ્માઈલિંગ ફેસ પણ કોડ ઓફ કન્ડક્ટમાં આવતો હોય, જ્યાં અમથે અમથું રિગાર્ડ્સ લખાતું હોય, જમવું એક લંચ બ્રેક કહેવાતું હોય અને જ્યાં દરેકે દરેક મિનીટ સીસીટીવી કેમેરામાં કેદ થતી હોય, પેકેજ થી પ્રમોશન અને પ્રેઝન્ટેશનનાં પોલિટિક્સથી ખદબદતા કોર્પોરેટ વર્લ્ડમાં સ્વાગત છે તમારું!

એક બહુ જ જાણીતી અને સોશિયલ મીડિયામાં ફરતી કહેવત છે,’મગજને તાળું અને પહેલી એ પગાર!’ એટલે કે ઓફિસમાં શું થઇ રહ્યું છે અને કેવું રાજકારણ રમાઈ રહ્યું છે એની નિસ્બત રાખ્યા વગર ફક્ત પોતાનું કામ કરે રાખવાનું, મગજ બહુ નહિ દોડાવવાનું અને પહેલી તારીખે થતા પોતાના પગાર થી મતલબ રાખવાનો! પણ આ બધું અહીં લખવું સહેલું છે એટલું અમલ કરવું સહેલું નથી હોતું, એવું આ લખનાર એના વર્ષોનાં કોર્પોરેટ વર્લ્ડનાં તજુર્બા પછી કહે છે. પોતાની ઈચ્છા મુજબની કરિયર બનાવતા અને જીવતા લોકો દુનિયામાં કેટલી સંખ્યામાં? કિસ્મતની ઠોકરો અને સ્ટ્રગલ માણસને ક્યાં થી ક્યાં પહોંચાડી દેતી હોય છે.

ઈમ્તિઆઝ અલીની ‘તમાશા’ આવી અને આવતાવેંત જ ‘રિવ્યુખોરો’ તૂટી પડ્યા, ઈમ્તિઆઝ અલીને શીખવાડતા સ્ટેટ્સ અને લેખ લખવા માંડ્યા કે ફિલ્મમાં આ બરાબર નહોતું, ફિલ્મમાં આવું હોવું જોઈતું હતું. ઈમ્તિઆઝ અલી દિગ્દર્શક તરીકેની પોતાની પહેલી ફિલ્મ સોચા ન થા માં એક કન્ફ્યુઝ્ડ યુવાનની વાત લઈને આવેલા. પોતે ફાયનાન્સિયલી સંઘર્ષ કરવો પડ્યો નથી પણ જયારે લગ્નની વાત આવી ત્યારે એને મેરેજ ઇન્સ્ટીટ્યુશનમાં કોઈ રસ નથી અને જયારે એક છોકરી જોવા જાય છે તો ના પાડીને આવે છે, અને પછી એ જ છોકરી ગમી જાય છે! પછી શરુ થાય છે કન્ફયુઝનનો દૌર! સોચા થા વો મિલા નહિ, મિલા હૈ વો જો સોચા ના થા!

 1

ઈમ્તિઆઝ અલીની જબ વી મેટ ભલે દેખાવે સ્વિટ અને ચાર્મિંગ ફિલ્મ લાગતી હોય પણ માં-બાપનાં છૂટાછેડા અને કોર્પોરેટ લાઈફની આપાધાપીથી ત્રસ્ત એક યુવાન આત્મહત્યા કરવા નીકળો હોય. એક એવી છોકરી ટ્રેનમાં મળે જે આ બધી કોર્પોરેટિયા ઘટમાળ થી દુર છે, સહજ છે, વાઈબ્રન્ટ છે, એ માને છે કે સોડા કે દારુ ઠીક છે પણ તરસ લાગે ત્યારે પાણીનું કામ તો પાણી જ કરે છે! આ યુવાન સાથે ભેટો થઇ જાય ત્યારે એ પેલાને સહજ થવાની, અને રોજિંદી જિંદગીમાં જે વસ્તુઓ ક્યારેય નથી કરી એ કરવા શીખવાડે છે! ફરી એ જ પોતાની જાતને શોધવાની એક જર્ની!    

લવ આજ કલમાં પણ બે યુવાનની અલગ અલગ સમયગાળાની વાર્તા સમાંતરે ચાલે, અલગ અનુભવો અલગ પરિસ્થિતિઓ પણ નિર્ણયો લેવાની અને વર્તવાની રિતી એ જ! એક જ ઘરેડમાં ન જીવો, એક જ ફરમામાં સેટ ન થઇ પોતાનો અલગ રસ્તો બનાવો એવું સતત ઈમ્તિઆઝ અલી કહે છે, ફરી ફરીને એ જ મેસેજ, એ જ સોલ સર્ચિંગની વાત!            

રોકસ્ટારમાં પણ એ જ વાત, દુનિયાની રિતો અને રિવાજોમાં મન ન લાગે, મન સતત કશુંક અનકન્વેન્શનલ શોધે,સંગીતમાં એવું મન લાગે કે બીજું કંઈ ન સુઝે, મોહબ્બત થાય તો બધું અલગારીની જેમ છૂટી જાય, પૈસો અને પ્રસિદ્ધિ બધું જ મળે પણ ચેન અને સુકુન ન મળે! ફિલ્મનાં જ એક સંવાદ કહે છે એમ એક એવું જાનવર જે સમાજનાં ટિપિકલ પાંજરામાં સમાય નહિ! અદભુત ગીતો, અદભુત ફિલ્મ, જાતને શોધવાની એક અભૂતપૂર્વ જર્ની! છેલ્લે એક ઝુરાપો…ચિરકાલીન.

હાઈવે તો વાત જ એ છોકરીની હતી જે અગેઇન ખુબ જ પૈસાદાર માં-બાપની છોકરી હતી, એક પ્રોટેક્ટેડ વાતાવરણમાં એ છોકરી ઉછરી છે પણ નાનપણમાં કેટલીય વાર ચાઈલ્ડ અબ્યુઝ, જાતીય શોષણનો ભોગ બની ચુકી છે એ પણ પોતાના જ એક અંકલથી! એક રાત્રે કિડનેપ થઇ જાય છે અને પછી કિડનેપર સાથે જ એ હિમાચલ અને પછી કશ્મીરનાં હાઈવે પર જતા પોતાની સાચી ઓળખ અને દુનિયાની સાચી ખુશીને શોધવામાં સફળ થાય છે! ઈર્શાદ કામિલ લખે છે એમ ‘મૌલા તેરા માલી, ઓ હરિયાલી જંગલ વાલી, તું દે હર ગાલી પે તાલી, ઉસકી કદમ કદમ રખવાલી, એવે લોક લાજ કી સોચ સોચ કે કયું હૈ આફત ડાલી, તુ હૈ નામ રબ કા, નામ સાંઈ કા અલી અલી અલી! કેટલી સચોટ વાત, આ કુદરત જ તારો રખેવાળ છે, શા માટે આ સમાજની ચિંતા કરે છે, શું કામ કોઈ શું વિચારે એની ભાંજગડમાં જિંદગી ખરાબ કરવી!

2તમાશામાં પણ એ જ વાત, પરાણે એન્જીનિયરીંગ કરવાનું, એ જ ગોખણપટ્ટી, એ જ માર્ક્સ અને એ જ પરિક્ષાઓ, સતત પરફોર્મ કરવાનું દબાણ, હસવા-રડવા અને રિયેક્ટ કરવાનાં પણ ટાઈમટેબલ! લેખની શરૂઆતમાં લખ્યું એમ રોજ્જે દાઢી કરવી જ પડે, રોજ્જે ટાઈ અને ફોર્મલ શર્ટ પહેરવા જ પડે, જીન્સ તો અલાઉ ન હોય! બસ આ જ ઘરેડમાં ક્યારે એક પૈસા કમાવાનું મશીન માત્ર બની જઈએ એ પોતાને ખબર ન પડે!

કમનસીબે આ વખતે ફિઝીક્સનાં ઓશિલેશન સિધ્ધાંતની જેમ ઉપર નીચે ઉપર નીચે થયા કરી એમાં વાર્તા તત્વનો નાશ પામ્યો, પહેલી વાર એવા દ્રશ્યો સર્જાયા કે લોકો ઈમ્તિઆઝ અલીની ફિલ્મમાં અધવચ્ચે પડતી મૂકી બહાર જવા લાગ્યા! આટલા સરસ મેસેજિસ હોવા છતાં સમહાઉ એ રિપીટેટીવ લાગતા મોટાભાગનાં લોકોએ એને ઉતારી પાડી અને રિજેક્ટ કરી! રણબીર કપૂર તો એક્ટિંગનું પાવરહાઉસ છે એવું રોકસ્ટાર,યે જવાની હૈ દિવાની, બરફી અને હવે તમાશામાં સાબિત થઇ ચુક્યુ છે! દિપીકા પાદુકોણ પણ જે રીતે વર્સેટાઈલ રોલ્સ કરી રહી છે, એ વિચારવું રહ્યું કે પહેલાનાં વખતમાં આશા પારેખ થી લઇ મુમતાઝ કે ઇવન વૈજંતી માલા એ પણ આવા રોલ કર્યા હોય કે કેમ!

સફરનામા સવાલો કા, જિસે ઢુંઢા ઝમાને મેં, મુજ હી મેં થા! જે સવાલો હું બધે બીજા લોકોમાં અને બીજી પરિસ્થિતિઓમાં શોધતો હતો એ તો મારી પાસે જ હતા! બસ મારે જ રૂટિન એ ઘરેડ તોડવાની હતી, મારી સોચ જે દુનિયાને તાબે હતી, કરિયર ઓપ્શન થી શોખ સુધીનાં મેં જે ગલેટૂંપા આપી દીધેલા એને મારે ફરી જીવિત કરવા છે!

ના, પોતાની નોકરી છોડી ક્યાંય ભાગી જવા જેવી આ સસ્તી અને ભાગોડું વાત નથી! રૂટિનને જરા ટ્વિસ્ટ કરી ફોટોગ્રાફી, સંગીત, પ્રવાસો, એડવેન્ચર સ્પોર્ટ્સ, મ્યુઝિકનું એક સાધન શીખી એમાંથી જાતને શોધવાની વાત છે! એ બધી જ ગુમાવેલી ક્ષણોને ફરી મેળવી અલ્ટીમેટ હેપ્પીનેસ શોધવાની! જો ફિલ્મ માત્ર બોક્સઓફિસને જ તાબે રહેતી હોત તો આપણને માત્ર દબંગ, પ્રેમ રતન ધન પાયો અને સિંઘમ, ગોલમાલ રિટર્નસ જ મળતી હોત! લાઈફનું પણ એવું જ છે, ભલે બ્રેડ અને બટર માટે એક જ ઘરેડ વાળી કોર્પોરેટ લાઈફને તાબે થવું પડે પણ શોખ અને પેશન શોધવા તો સમય કાઢવો પડે, સમય તો કોઈની પાસે ફાજલ હોતો નથી! પોતાની જાત શોધવા બહુ દુર જવાનું હોતું નથી!

પાઈડ પાઈપર

તુ કોઈ ઔર હૈ, જાનતા હૈ તું, સામને ઇસ જહાન કે,                          ઇક નકાબ હૈ, તું જહાન કે વાસ્તે ખુદ કો ભૂલ કર,                            અપને હી સાથ મેં ઐસે ના ઐસે ઝુલ્મ કર,                                  ખોલ દે વો ગિરહ, જો લગાયે તુજ્પે તુ, બોલ દે તું કોઈ ઔર હૈ,                ચેહરે જો ઓઢે તુને વો,તેરે કહાં હૈ?                                                      

– ઈર્શાદ કામિલ (ફિલ્મ તમાશાનું સોલ સર્ચિંગ ગીત)    

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s