Youngistan-21 – ગુજરાતી ટુરિસ્ટ પ્લેસિસ : ‘ફિશ આઈ લેન્સની SLR દુનિયા!’

યંગિસ્તાન ૨૧          
હેડિંગ   ગુજરાતી ટુરિસ્ટ પ્લેસિસ : ફિશ આઈ લેન્સની SLR દુનિયા!   

પબ્લિકેશન ડેઇટ – ૨૫ નવેમ્બર, ૨૦૧૫

DIU FORT
Diu Fort

થોડા વર્ષો પહેલા સુધીની વાત છે, એક સમય હતો ઉનાળા અને દિવાળી વેકેશનમાં છમાસિક (હવે મિડ ટર્મ એકઝામ્સ બોલાય છે!) પરિક્ષાઓ પૂરી થતી કે પછી પ્રિલિમ્સ પરિક્ષાઓ આવે એ પહેલા સામાન પેક થઇ જતો, લગભગ દરેક ઘરમાં એક પ્રશ્ન જરૂર પૂછાતો, ચાલો મામાના ઘરે ક્યારે જવાનું છે,અને અંદાજે એક મહિના જેટલુ લાંબુ રોકાણ થતું. આજે જયારે કોર્પોરેટ વર્લ્ડમાં એક-એક રજા માટે માણસ તરસી જાય ત્યારે ત્યારની એક મહિના જેટલી લાંબી રજાઓ એક જાહોજલાલી હતી! સરેરાશ ગુજરાતીની ફરવાની આદતે પણ આટલા વર્ષોમાં ગામડે જવાથી લઇ યુએસના લાંબા વેકેશંસ અને હવે દિવાળી પર મલેશિયા-સિંગાપોરની ટુર જોઈ છે!    

અહિયાં આજે એ જ બધી ગુજરાત કે ભારત બહારની ગ્રીન-કાર્ડ છાપ અને અથાણા ફ્લાઈટમાં કેમ અલાઉડ નથી ની વાતો લઈને નથી બેસવું બલ્કે આપણા પોતાના ગુજરાતની વિવિધ ટુરિસ્ટ પ્લેસિસ, ફરવાની આદતો, ટુરિસ્ટ બિહેવિયર અને એટિટ્યુડની વાત કરવી છે. પેશ એ ખિદમત છે રોન્દીવું વિથ ગુજરાતી ટુરિસ્ટ પ્લેસીસ

modhera
Modhera Sun Temple

મોટેભાગે દરેક વસ્તુઓમાં જેમ બનતું હોય કે આપણા સૌને પોતાના કરતા બીજાની વસ્તુઓ જ હંમેશા વધુ ગમે એમ ફરવાની બાબતમાં પણ કેટલા ગુજરાતીઓ લાંબી રજાઓમાં ગુજરાતના જ કોઈ સ્થળે જવાનું પસંદ કરશે? મોટાભાગનાં ગુજરાતીઓનાં વિકેન્ડ ‘પ્રેમ રતન ધન પાયો’ જોવામાં જઈ રહ્યા હશે, યા તો રતનપુર, ગુજરાત રાજસ્થાન બોર્ડર પર જઈ બિયર-વ્હિસ્કીનાં પેગ લગાવવામાં જતા હશે!

રતનમહાલનાં જંગલો, ચાંપાનેર પેલેસ, સરદાર સરોવર અને પાંસે આવેલા સુરપાણેશ્વરનું અભયારણ્ય, ધોળાવીરા (કચ્છ), લોથલ (અમદાવાદ), અડી-કડીની વાવ, ઉપરકોટનો કિલ્લો (જુનાગઢ), સુર્ય કુંડ (મોઢેરા), ભુજિયો કોઠો અને દરબારગઢ (જામનગર), પિરોટન ટાપુ અને મરીન નેશનલ પાર્ક (જામનગર), ઘોંઘાટીયુ ડુમસ નહિ પણ નારગોલ બીચ (સુરત થી નજીક આવેલો એકદમ વર્જિન કહેવાય એવો મસ્ત અલાયદો બીચ), ગીર નેશનલ પાર્ક (સાસણ) તો ખરું જ પણ સાથે કાળીયાર (બ્લેક બક) માટે પ્રખ્યાત એવો વેળાવદર નેશનલ પાર્ક, પાવાગઢ-ગીરનાર અને સાપુતારાની ભેદી ટેકરીઓ. અરે આ લીસ્ટ થોડી વાર પછી લંબાવીએ પણ અહિયાં એવું કહેવાનું મન જરૂર થાય કે જાણે વર્ષોના લગ્ન પછી પત્નીની મોડેમોડે કદર થાય એમ ગુજરાતની ટુરિસ્ટ વેલ્યુ સમજાય!

SAPUTARA
Saputara Lake

પોતાની કાર હોય તો કોઈ વાંધો નથી પણ ના હોય તો પણ ફિકર નોટ, જો પ્રોપર પ્લાનીંગ કરવામાં આવે, તો એક સુમો કે ઇનોવા કિલોમીટરના દરે નક્કી કરી ફરવા જવું એ બસોની ભીડ થી રાહત આપનારું, સલાહ ભર્યું અને એન્જોયેબલ પણ છે. રામગોપાલ વર્માની રોડની જેમ નેશનલ હાઇવે નંબર આઠ પર (અમદાવાદ-રાજકોટ હાઈ વે) કે પછી પોરબંદર કોસ્ટલ હાઈ-વે પર એય ને ૧૪ મેગાપિક્સેલનો SLR કેમેરા હોય તો પછી તમારી અંદર ખુદ એક સલીમ અલીનો જન્મ ન થાય તો જ નવાઈ!

આપણા ગુજરાતીઓને એમ તો ધાર્મિક રંગે રંગાવું બહુ જ ગમે, અત્યારે ભાદરવા મહિનામાં અમદાવાદ થી ગાંધીનગર તરફ જવા નીકળો એટલે અંબાજીની પગપાળા યાત્રા કરતા શ્રદ્ધાળુઓ તમને માથા પર થેલા રાખી અને વચ્ચે આવતા કેમ્પમાં આરામ કરતા કે જમતા જોવા મળે. વિરપુર જલારામ બાપનું મંદિર, સારંગપુરના હનુમાનજી અને ભાવનગર પાસેના બગદાણાનાં બજરંગદાસ બાપુનું સ્થાનક પણ ખાસ્સું લોકપ્રિય છે, પાલિતાણાનાં ડુંગરાઓથી નીચે ઉતરો એટલે પેલું એકદમ થિક જામેલું દહીં ખાવાની મજા ગુજરાતીઓને સેન્સેક્સ ૨૫૦૦૦ એ પહોચી જવા જેવી લાગણી કરાવે છે!, એમ તો બેટ દ્વારકા અને પાસે આવેલા હર્ષદ પણ માનીતા ખરા. સ્કુલના પ્રવાસોમાં કાઠિયાવાડીઓના પ્રિય ડેસ્ટીનેશન્સ એવા કીર્તિ મંદિર (પોરબંદર), ચોરવાડ અને માધવપુરનો બીચ (અત્યારે સાવ બિસ્માર હાલતમાં છે), દિવ અને અહમદપુર માંડવી (ગુજરાતનું વન ઓફ ધ ફાઈનેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટીનેશન) જ્યાં ઘોઘલા, જલંધર અને નાગવા જેવા મસ્ત મજાના બીચ અને પેલું જહાજના આકારનું પાણીકોઠા કેમ ભુલાય? બાય ધ વે, દિવ જાવ ત્યારે પેલી બંદર ચોકમાં આવેલી મેઈન બજારમાં જરૂરથી જજો અને દુરબીન થી લઇ કપડા અને રમકડાની અદભુત દુનિયાનો અનુભવ સાથે પોર્ટુગીઝ શૈલીમાં બંધાયેલા મકાનો ફર્સ્ટ લવ થી કમ નથી!

આ બાજુ અમદાવાદમાં ૪૫-૪૬ ડીગ્રીથી તમે દુર રહેવા માંગતા હોવ તો શિયાળામાં અમદાવાદ બાજુ આવવા જેવું ખરું, પેલો અમદાવાદમાં તો ફક્ત ઝૂલતા મિનારા, ગાંધી આશ્રમ, સાબરમતી નદી અને સીદી સૈયદની જાળી જ છે નો ગુજરાતી પાઠ્યપુસ્તક છાપ ભ્રમ અચૂક ભાંગી જશે! કેલિકો અને કાઈટ મ્યુઝીયમ, આર્ટ લવર્સ માટે કનોરિયા આર્ટ સેન્ટર અને સેપ્ટ યુનિવર્સીટીનું કેમ્પસ મસ્ટ વોચ છે. હવે આ લિસ્ટમાં સાબરમતી રિવર ફ્રન્ટ અને રિ-ઇન્કાર્નેટેડ કાંકરિયા લેક અને એમાં આવેલો એડવેન્ચર થિમ પાર્ક પણ એડ થયા છે!    

શિયાળાની આહલાદક ઠંડીમાં કચ્છમાં યોજાતો રણ-ઉત્સવ અને તરણેતરનો મેળો પણ શોખીનો માટે સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ કરતા કમ નથી! 

સો વાતની એક વાત, આમિર ખાનની દિવસમાં ૧૦૦ વાર બતાવાતી અને ટુરિસ્ટ મેનર્સ સમજાવતી પેલી ઇન્ક્રેડિબલ ઇન્ડિયાની એડનું વ્યવસ્થિત પાલન કરવામાં આવે અને જો સાથે મસ્ત મજાની અલગારી દોસ્તોની કંપની હોય તો પછી બીજું શું જોઈએ, આ ડ્રાય સ્ટેટમાં જાણે વગર દારૂએ નશો ન ચડે તો જ નવાઈ! ગુજરાતી ભાષામાં કાકાસાહેબ કાલેલકર, જહાંગીર મર્ઝબાન, મહીપતરામ રૂપરામ, ભોળાભાઈ પટેલ, ચંદ્રકાંત બક્ષી અને કવિ ખબરદાર જેવા ધુરંધરોએ રસપ્રદ ટ્રાવેલોગ્સ લખવાની હિંમત કરી છે. સિક્કિમ, હિમાચલ, કેરાલા અને તમિલનાડુ જેવા સ્ટેટ્સની જેમ આપણા ગુજરાત ટુરિઝમનું પણ જો પ્રોપર પ્રોમોશન કરવામાં આવે અને ઉદાસીનતા ખંખેરી આપણા સ્થળોની ચોખ્ખાઈને એનહેન્સ કરવામાં આવે તો આ દરેક આફતોમાંથી ફિનિક્સ પંખીની જેમ જીવિત થઇ જતો આપણો ગુર્જર પ્રદેશ એક લાઈવ હેવેન બને!

Marine National Park,Pirotan Island,Jamnagar
Pirotan Island, Jamnagar

ચાલો, દિવાળી પછીનાં આ સુસ્ત દિવસોમાં વિકેન્ડમાં કપડા પેક કરી, કેમેરા લેન્સ સજ્જ કરી અને ટી-શર્ટ-કાર્ગોમાં નીકળીએ અને બીજા બહારનાં લોકોને ‘કુછ દિન તો ગુઝારિયે ગુજરાત મેં’ કહેતા પહેલા બે-ઘડી આપણી ધરતીને પહેલા આપણે જ સમજીએ!                            

પાઈડ પાઈપર:

જે દિવસે એક આમ ગુજરાતીના મનમાં ધાર્મિક સ્થળો કરતા પહાડો,જંગલો અને બીચનું  અને તહેવારો કરતા ટ્રેકિંગ, સ્કુબા, પેરાગ્લાઈડિંગ અને રિવર રાફ્ટિંગનું મહત્વ વધુ હશે ત્યારે જ એ સાચો ગ્લોબલ ગુજરાતી કહેવાશે! બાકી તો બધું વાતોનાં વડા છે સાહેબ!  

Advertisements

2 thoughts on “Youngistan-21 – ગુજરાતી ટુરિસ્ટ પ્લેસિસ : ‘ફિશ આઈ લેન્સની SLR દુનિયા!’

  1. દીવ સેકડો વાર ગયો છુ પણ આવુ ફર્યો નથી અને જામનગર મા રેહતો તો ભી આવુ જોયુ નથી.ડેન બ્રાઉન એ કિધુ છે કે ઘણા લોકો જાતે જ સોધી લે છે, ઘણા ને દેખાડવુ પડે છે અને ઘણા જ઼િન્દગી ભરા આંધળા જ રહે છે, મજા આવી દોસ્ત, કીપી ઇટ અપ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s