Youngistan-18, ઝહિર-સેહવાગ,FTII સ્ટ્રાઈક અને અવોર્ડ્સ પરત કરવાની વાત!

યંગિસ્તાન – ૧૮     

હેડિંગ – ઝહિર-સેહવાગ,FTII સ્ટ્રાઈક અને અવોર્ડ્સ પરત કરવાની વાત!      

પબ્લિકેશન ડેઇટ – ૦૪-૧૧-૨૦૧૫

Virender Sehwag with wife Aarti
Virender Sehwag with wife Aarti

પણા દેશની એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે લગભગ ૨૨ વર્ષની ઉંમરે સરેરાશ એક માણસ નોકરી-ધંધે વળગી જાય અને ૫૮ કે ૬૦ વર્ષની ઉંમર સુધી સતત ભાગતો દોડતો રહે. છેવટે કરિયરનાં અંતે ઈમોશનલ ફિલ થાય, પોતાની ૩૬-૩૮ વર્ષની કારકિર્દીનાં સ્મરણોને એક બુઢા માણસની નજરથી એ જોતો થઇ જાય અને કેટલીક રિટર્ન ગિફ્ટ અને ફ્લાવર બુકે સાથે એની ભાવભીની વિદાય થાય. પણ સ્પોર્ટ્સ પર્સનની કરિયર તો સોળ કે અઢાર વર્ષ થી જ શરુ થઇ જાય છે અને ૩૬-૩૭ વર્ષ સુધીમાં તો ઢળી જાય છે, એ પણ સતત ફોર્મ જાળવી રાખવામાં આવે તો, બાકી તો એને ડ્રોપ કરીને કોઈ ઈરફાન પઠાણ, મોહમ્મદ કૈફ કે યુસુફ પઠાણની જેમ ક્યાંય ફેંકી દેવામાં આવે. દરેક સ્પોર્ટ્સ પર્સન સચિન તેન્ડુલકર નથી હોતો કે જેને વાનખેડે સ્ટેડિયમમાં હજારો લોકોની સામે પત્ની અને બાળકો સામે એક ભવ્ય વિદાય મળે, એક મોટો લેટર વાંચવા મળે જેમાં સૌનો આભાર માની શકાય.

રિટાયર થતી વખતે તો ખુદનો પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે! ચારેકોર થી ફોર્મ બગડતા કે સહેજ નબળું રમાતા અને પોલિટિક્સનાં પ્રતાપે ટીકાઓ થવા લાગે છે, અને અકાળે કંટાળીને નિવૃત્તિ લઇ લેવી પડે છે. ભારતીય ક્રિકેટમાં છેલ્લા ચાર વર્ષમાં કુંબલે-ગાંગુલી-સચિન-લક્ષ્મણ-ઝહિર અને હવે સેહવાગ એમ છ છ સ્ટાર ક્રિકેટર્સ એ નિવૃત્તિ લીધી. નાઈન્ટીઝમાં જન્મેલા લોકો માટે તો આ બધા જ એના ટીનએજ દિવસોનાં હિરો. શ્રીનિવાસન-શ્રીકાંત-ધોની યુગનાં રાજકારણને પ્રતાપે ગાંગુલીની વહેલી વિદાય તો થઇ જ ગઈ, પણ સેહવાગ અને ઝહિર ખાન જેવા ઝળહળતા સિતારાઓ વહેલા આથમી ગયા. સતત પોતાની ઈજાઓ થી કંટાળી ઝહિર ખાન એમ પણ ગેમ થી બહાર રહેતો હતો, પણ ફાસ્ટ બોલર્સનાં કાયમી દુકાળ વચ્ચે ઝહિર ખાન એક સુખદ અપવાદ હતો. હમણાં જ રમાયેલી ભારત-સાઉથ આફ્રિકાની પાંચમી વનડેમાં ભલે ભારતની કારમી હાર થઇ, પણ અંતે ઝહિર ખાનની ઓફિશિયલ રિટાયરમેન્ટ સેરેમની થઇ. બ્લેઝરમાં સજ્જ ઝહિર એ પોતાની કરિયર જર્ની વાગોળતા કહ્યું કે સારા-ખરાબ દિવસો બંને આવ્યા અને ગયા, પણ મેં મારી ક્રિકેટિંગ જર્ની ખુબ જ એન્જોય કરી.

Candid Moments...
Candid Moments…

૨૦૦૭ આસપાસ ધોની યુગનો ચડતો સુરજ હતો, સેહવાગનાં નબળા ફૂટવર્ક અને સતત ફેઈલ જવાનાં લીધે એને બહાર કાઢવાનું બહાનું મળી ગયું. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ કે વન ડે રમાતી હોય ત્યારે સવારે ચાર વાગ્યામાં ટીવી ચાલુ કરવા મજબુર કરે એટલી તાકાત ફક્ત સેહવાગમાં જ હતી. પહેલે જ દડે સેહવાગ કાયમ કવર ડ્રાઈવ મારી ફોર મારે એટલે લાગે કે અહા, હવે મજ્જા પડી જશે! પાકિસ્તાનમાં મારેલી ટ્રિપલ સેન્ચ્યુરી હોય કે ચેન્નાઈમાં ૨૦૦૪ની ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ મેચ, સેહવાગની રન બનાવવાની ભૂખ અસીમિત હતી.

સેહવાગ ‘I did it my way’ નાં પોતાના નિવૃત્તિ વખતનાં લેટરમાં લખે છે કે લોકો મને સલાહ આપતા રહેતા કે મારે કેમ રમવું જોઈએ, કેવું ફૂટવર્ક હોવું જોઈએ. એ બધી જ સલાહોનો આભાર, પણ એમાંની કોઈ સલાહ ક્યારેય ન માની કારણકે મેં હંમેશા મને જેમ લાગ્યું એમ જ કાયમ રમ્યો. કરિયરનાં છેલ્લા વર્ષોમાં સેહવાગને ખબર હતી કે પોતાની આંખોનાં નંબર અને નબળાઈનાં લીધે હવે પહેલા જેવો શોટ મારવાનો અને દડાને પારખવાની નજર નહોતી આવી રહી. આઈપીએલમાં પણ હવે લોકો સેહવાગને ચશ્માં પહેરીને રમતા જોઈ રહ્યા હતા, પણ હવે મેકસવેલ અને એબી ડિ’વીલિયર્સની ચર્ચા કરતા. સેહવાગ શરૂઆતનાં દિવસોમાં દુર થી સચિન જેવો જ લાગતો, લાગતું કે બબ્બે સચિન ઓપનિંગમાં ઉતર્યા છે. સચિન અને ગાંગુલી સાથે ઓપનિંગ પાર્ટનરશિપનાં ઢગલાબંધ રેકોર્ડ્સ સેહવાગે બનાવ્યા છે. ઓસ્ત્રેલિયાની ઉછળતી ફાસ્ટ પિચ પર સેહવાગ એક જ દિવસમાં ટેસ્ટમાં ૧૯૪ રન બનાવે, નાઈન્ટીઝમાં આવે ત્યારે નર્વસ થવાના બદલે સિક્સ મારી સેન્ચ્યુરી કે ડબલ સેન્ચ્યુરી મારે એવો ભડવીર એટલે સેહવાગ.

Awesome Trio!
Awesome Trio!

પણ એવા પણ દિવસો આવે કે જયારે કરિયરને અલવિદા આપતી વખતે ગ્રાઉન્ડમાં નહિ પણ ભારતની બહાર કોઈ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવી પડે, આટલી ઝળહળતી કારકિર્દી કોઈ સત્તા પર બેઠેલા લોકોનાં હાથમાં જતા દાવપેચ ખેલાવા લાગે. ન ભૂતો ન ભવિષ્યતિ, એટલે સેહવાગ.

****************************

૧૧ જુન ૨૦૧૫નાં રોજ ગજેન્દ્ર ચૌહાણ નામનાં એક અત્યંત બોગસ કહી શકાય એવા એક સામાન્ય કલાકારની FTIIનાં ચેરમેન તરીકે નિમણુંક થઇ કે તરત જ હડતાળ શરુ થયેલી. બધા જ કલાસિસ બંધ થયા, FTII માં ધરપકડો થવા લાગી અને અરાજકતા ફેલાઈ ગઈ. સોશિયલ મીડિયામાં ઉહાપોહ થયો અને દરેક જાણીતી સેલેબ્રીટીઝ વિદ્યાર્થીઓની તરફેણમાં બોલી. મોદી સરકારનાં આવ્યા પછી ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીનાં હેડ તરીકે મુકેશ ખન્ના આવ્યા, દુરદર્શનમાં પણ મોટી મોટી પોસ્ટ પર સરકારી બાબુઓ અને એવા લોકોને બેસાડી દેવામાં આવ્યા કે જેનાં દરેક નિર્ણયો એ કોઈના ઈશારા એ લેવાતા હોય. પણ સત્તા આગળ શાણપણ નકામું છે, અને ધાર્યું છેવટે ધણીનું જ થવાનું હોય! ૧૩૯ દિવસોની તોતિંગ સ્ટ્રાઈક કર્યા પછી પણ છેવટે તો વિદ્યાર્થીઓ એ જ ઝુકી જવું પડ્યું, અને આ લખાય છે ત્યારે હડતાળ સમેટાઈ ગઈ છે.

Gajendra Chauhan Uproar...
Gajendra Chauhan Uproar…

એ સાથે જ કલબુર્ગી-પાન્સેકર-દાભોલકર જેવા વૈચારિક આઝાદી ધરાવતા લોકોની હત્યાનાં વિરોધમાં દિબાકાર બેનર્જી થી માંડી આનંદ પટવર્ધન, પરેશ કામદાર-નિષ્ઠાજૈન જેવા દસ દસ ફિલ્મ સર્જકો એ પોતાને મળેલા નેશનલ એવોર્ડ્સ પરત કરી દીધા છે. ઠીક છે, વિરોધ નોંધાવા માટે આ પગલુ ચોક્કસ ભરી શકાય પણ કેટલાક લેખકો એ સરકારનાં ખોળામાં બેસી જઈને આ હરકતોને બાલિશ ખપાવી દીધી છે. જો કે કોઈના લખવા કે બોલવા થી કોઈ ફર્ક નથી પડતો, કે પછી ભૂતકાળની સરકાર વખતે કેમ આવું ન કર્યું ની વાંઝણી સરખામણીઓ થી પણ કોઈ અર્થ નથી સરતો. વિરોધ નોંધાવવો મહત્વનો છે, એની ઠેકડી ઉડાવવી બહુ સહેલી છે. જો કે સત્તા નાં કાને આ બધું અથડાતું નથી હોતું અને મીડિયાના કેટલાક દિવસોનાં કવરેજ પછી બધું જ હાંસિયામાં ધકેલાઈ જતું હોય છે. જંગલ લવ, જંગલ કા બેટા  અને જવાની જાનેમન જેવી સી ગ્રેડ ની ફિલ્મો કરનાર ગજેન્ર્દ ચૌહાણ કે પછી સેન્સર બોર્ડનાં ચીફ થઇ બેઠેલા પહલાજ નિહલાનીનો ભૂતકાળ જરા તપાસી જોજો. એમાંથી તમને દિવસોની વાસી એવી ખાટ્ટી કઢીની બદબૂ આવશે!

સત્તા અને શાણપણ બંને એકબીજાના એક્સ્ટ્રીમ છે. કોઈ શહેરની પાર્કિંગ વ્યવસ્થા-સુશાસન, કોઈ ક્રિકેટરની કારકિર્દી અને ટીમમાં ફરી સમાવેશ, કે પછી કોઈ શૈક્ષણિક સંસ્થાનો વહિવટ. બધે જ સત્તા પર બેઠેલા ચંદ લોકો આ બધું નક્કી કરે છે, બુદ્ધિ-લોજિક અને સ્વાતંત્ર્યનાં ભોગે પણ.                   

Film Makers Return Awards...
Film Makers Return Awards…

પાઈડ પાઈપર:   

Didn’t see Viv Richards bat in person but I can proudly say I have witnessed Virender Sehwag tearing apart the best bowling attacksMahendra Singh Dhoni (via twitter)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s