Docudrama Genre : Youngistan – 17 as on 28th October, ’15 હેડિંગ – ડોક્યુડ્રામા : થોડા અસલી, થોડા મેલોડ્રામા મેરે ભાઈ!

યંગિસ્તાન – ૧૭

હેડિંગ – ડોક્યુડ્રામા : થોડા અસલી, થોડા મેલોડ્રામા મેરે ભાઈ!

પબ્લિકેશન ડેઇટ – ૨૮-૧૦-૨૦૧૫

ગયા અઠવાડિયે અહીં આપણે આરુષિ તલવાર કેસ એટલે કે નોઇડા ડબલ મર્ડર કેસ વિષે, અને રિયલ લાઈફની કડવી વાસ્તવિકતા પર ડિટેઇલમાં ચર્ચા કરેલી. રિયલ લાઈફ ઈવેન્ટ્સ પર ફિલ્મ બનાવવી એટલે કાકચિયાનાં ભુક્કાને બાસુંદીમાં ફેરવવો! વાસ્તવિકતાનાં ચશ્માં માંથી ગ્લેમર અને રંગબેરંગી દુનિયા ન દેખાય, પણ એકદમ ફિકી અને બેસ્વાદ એવી સાવ સાચી દુનિયા દેખાય. ડ્રગ્સનું બંધાણ, બળાત્કાર, જાતીય શોષણ, કેન્સર કે એઇડ્સ જેવા રોગ, પોતાની જ પત્નીને ડબલ ક્રોસ કરી કોઈ બીજી સાથે અફેર કરે તો ક્યારેક કોઈ ફિલિપ પીટીટ કે જોર્ડન બેલ્ફર્ટ જેવા તરંગી ન્યુયોર્કનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર્સ (હવે સદગત) વચ્ચે માત્ર એક વાયર પર ચાલે, કે નાની નાની કંપનીઓનાં શેર ખરીદી એ વેંચે અને ઘપલાઓ કરી કરોડો ડોલર બનાવે! કહાની અપની અપની. તો ચાલો આજે એવી ચુનંદા રિયલ લાઈફ ઈવેન્ટ્સ પર બનેલી ડોક્યુડ્રામા ફિલ્મોની એક સફર કરીએ.

  • wolf of wall streetધ વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ: પૈસા ભલભલાને છાકટા બનાવી દે, પૈસો આવતા જ માણસ પાંચમાં પુછાવા લાગે અને જો બુદ્ધિક્ષમતા અને બીજાને બાટલીમાં ઉતારીને પૈસા બનાવતા આવડતું હોય તો શા માટે એ એવું ન કરે? જોનાથન બેલ્ફર્ટ સસ્તા ભાવે સાવ નાની નાની કંપનીઓનાં શેર ખરીદીને એને વધુ ભાવે વેંચે. પોતાની સાદી નોકરી શેરબજારનાં કડાકાને કારણે ગુમાવનાર જોનાથન પોતાની કંપની ‘સ્ટ્રેટન ઓક્મોન્ટ’ને આગળ લઇ જાય છે, પોતાનું પર્સનલ યોટ, ઓફિસમાં ખુલ્લેઆમ હસ્તમૈથુન કરતા કર્મચારીઓ, કોકેઇન અને મારિજુઆનાનું બેફામ સેવન, કેટલીયે છોકરીઓ સાથે વાઈલ્ડ સેક્સ માણવું, ચાલુ પ્લેન એ કર્મચારીઓને પાર્ટીઓ આપવી, નગ્ન થઇ રેવ પાર્ટીઓ થાય, જોનાથન એ બધું જ કર્યું જે એક છાકટો થઇ ગયેલો માણસ કરે.પોતાનો એરોગન્સ જ એને લઇ ડુબે, ફરી કંગાળ બને અને છેલ્લે ફરી એ એક હાર્ડકોર સેલ્સ મેન્ટર થઇ ટ્રેઈનિંગ આપતો જોવા મળે. લેજન્ડરી દિગ્દર્શક માર્ટિન સ્કોર્સિસીની ‘વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ’ એક મહાનતમ રિયલ લાઈફ બેઝ્ડ બ્લેક કોમેડી છે!
  • શિંડલર્સ લિસ્ટ: સ્ટિવન સ્પિલબર્ગની આ ફિલ્મ વિષે કેટલાય લેખકો એ પાનાં ભરી નાખ્યા છે, પણ ઘણી વાર થતું હોય છે કે જે ફિલ્મ ક્લાસિક તરીકે ગવાઈ હોય એને કહેવાતા ફિલ્મરસિકો એ જોઈ સુદ્ધાં ન હોય. ઓસ્કાર શિન્ડલર (લિયામ નિસન) એટલે બીજા વિશ્વ યુદ્ધ વખતે પોલેન્ડનાં ક્રાકોમાં પોતાનું નસીબ અજમાવવા આવનાર એક ઉદ્યોગપતિ. સમય અને સંજોગો એવા કે લાખોની સંખ્યામાં યહુદીઓને ગેસ ચેમ્બરમાં ગૂંગળાવીને મારી નાખવાની ઘટનાઓ બનવા લાગી. આવો નરસંહાર (હોલોકોસ્ટ) એ દુનિયા એ આ પહેલા ક્યારેય નહોતો જોયો. પોતે એક જર્મન નાઝી હોવા છતાં પોતાનો આત્મા જાગી ઉઠતા અંદરની માનવતા એ પોતાની જ ફેકટરીમાં આવા હજારો શરણાર્થીઓને શરણ આપી અને એ લોકોનાં જીવ બચાવ્યા. લોકલ પોલિસ સાથે સારા સંબંધ અને પોતાની આબરૂ અને બુદ્ધિ થી જર્મન કારીગરોને કામે રાખે અને એ લોકોનું સ્થળાંતર ન થવા દે, જો હજુ પણ ૧૯૯૩ની આ ક્લાસિક ન જોઈ હોય તો ડીવીડી લઇ આવો બોસ!

Schindlers Llist

  • રેજિંગ બુલ: ઓકે, ફરી એક માર્ટિન સ્કોર્સિસીની એક ફિલ્મ. જેક લામોટા નામનો એક ઇટાલિયન-અમેરિકન બોક્સર (રોબર્ટ ડી નિરો) પોતાની રમત થી જેટલો પ્રસિદ્ધ થયો, એટલો જ એના ગુસ્સા અને અતિ એગ્રેસિવ સ્વભાવનો ત્રાંસ. પોતાના ફેમિલી અને કરિયર બંનેને લઈને જ ડૂબ્યા. પોતાની પત્ની આખા મહોલ્લામાં દરેક પુરુષ સાથે સેક્સ કરી ચુકી છે એવું જેકનું કહેવું હતું.  જેકની સેક્સની ભૂખ, એની પત્ની થી થતી ઈર્ષા અને પોતાની કરિયર થી ઓબ્સેસ્ડ આ માણસ બધું જ ગુમાવી જેલ ભેગો થાય છે અને એની જિંદગી દિશાહીન બને છે!
  • એરિન બ્રોકોવિચ: દેખાવે માદક લાગતી જુલિયા રોબર્ટ્સ ૨૦૦૦ માં આવેલી ‘એરિન બ્રોકોવિચ’ પોતે એક વકિલ બની છે. ત્રણ ત્રણ બાળકોની સિંગલ મધર બનતી એરિન વકિલ તરીકે એક રિયલ એસ્ટેટ કંપનીની વિરુદ્ધ કેસ લડે છે અને એ સંઘર્ષમાં એ આખરે જીતે છે. ટિપિકલ ડેવિડ વર્સિસ ગોલિયાધ સ્ટોરીમાં એ PG & E નાં ક્રોમિયમ યુક્ત દુષિત પાણીનાં પ્રદુષણ સામે ઝીંક ઝીલે છે! ડોન્ટ મિસ ધિસ!
  • અ બ્યુટિફૂલ માઈન્ડ: અર્થશાસ્ત્રમાં નોબેલ જીતનાર પ્રોફેસર જ્હોન નેશ પોતે એકદમ ધૂની, સ્કિઝોફ્રેનિયાનો પેશન્ટ! પોતાની ખોજ એવી ‘ગેમ થિયરી’ માં એ એટલો ગળાડૂબ થઇ જાય કે ક્યારેક પોતે ક્યાં છે શું કરે છે એનું એને ભાન ન રહે, પ્રેમમાં પડે તો ક્યારેક એને એનો પ્રેમ યાદ પણ ન આવે. પોતાની અંદરનાં ભય અને એની શોધની જદ્દોજહદની જર્ની એટલે ‘અ બ્યુટિફૂલ માઈન્ડ’. રિયલ લાઈફ અને રિલ વર્ઝનનું કાતિલ કોકટેઈલ.
  • પાન સિંહ તોમર: ભિંડ, મધ્યપ્રદેશ માંથી આવેલો પાનસિંહ તોમર નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ લઈને આવે, પોતે આર્મીમેન. પણ પોતાના ગામ અને જમીનનું હડપ થઇ જાય, પાક સળગાવી દેવામાં આવે અને પછી એના દીકરાને પણ મારવામાં આવે. પોતે પોતાની ઝળહળતી સ્પોર્ટ્સ કરિયર છોડીને બાગી બને અને ગેંગ બનાવે. તિગ્માંશુ ધુલિયાની આ અફલાતુન બાયોપિક ફિલ્મ ન જોઈ હોય એવું બને ખરું?
  • સ્પેશિયલ ૨૬: નિરજ પાંડેની અફલાતુન ફિલ્મ જેમાં નકલી CBI ઓફિસર બની ૧૯૮૭ માં કેટલાક લોકો એ મુંબઈનાં ઓપેરા હાઉસ પાસે આવેલી ત્રિભોવનદાસ ભિમજી ઝવેરીમાં લુંટ ચલાવેલી. રૂંવાડા ઉભા કરી દે એવી આ મુશ્કેટાટ માવજત વાળી ‘સ્પેશિયલ ૨૬’ હિન્દી સિનેમામાં આવેલી વન ઓફ ધ બેસ્ટ રિયલ લાઈફ બેઝ્ડ ફિલ્મ છે.
  • ૮ માઈલ:  અમેરિકાનાં મિશિગનનો ‘૮ માઈલ રોડ’, લોઅર મિડલ ક્લાસ બ્લેક લોકોની વસ્તી અને અપર મિડલ ક્લાસ ગોરાઓનો કસબો. પોતે ટિપિકલ આફ્રિકન-અમેરિકન ફેમિલી માંથી આગળ આવનાર. પોતાના વિવાદાસ્પદ ગીતો અને ‘સેડોમેસોચિઝમ’ (સેકસ્યુઅલી એક્સ્પલિસીટલી પીડા પહોંચાડીને આનંદ લેવો) થી ભરપુર શબ્દો એના ગીતોને પહેલેથી વિવાદમાં રાખતા. એમિનેમની આ સકસેસ અને ફેઇલ્યોરની જર્ની ૮ માઈલ લાજવાબ છે.

એમ તો આપણે ત્યાં રામ ગોપાલ વર્માની ૨૬/૧૧નાં તાજ પરનાં હુમલા પર બનેલી એટેક્સ ઓફ ૨૬/૧૧, મારિયા સુસાઈરાજ કેસ પર બનેલી નોટ અ લવ સ્ટોરી, ઓછી હકિકત અને ઝાઝા ગપગોળા વાળી હજી મસ્તાનની જિંદગી પર બનેલી વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ, જેસિકા લાલ મર્ડર કેસ પર બનેલી નો વન કિલ્ડ જેસિકા, અનુરાગ કશ્યપની ૧૯૯૩ ના મુંબઈ બોમ્બ ધડાકા પર બનેલી ‘બ્લેક ફ્રાઈડે’ જેવી કેટલીક ચુનંદા ફિલ્મો ખરી જે નામ તો લઇ શકાય પણ હોલિવુડ સાથે સરખામણી કરવાનું દુ:સાહસ ન કરી શકાય.

અંધ સંગીતકાર રે ચાર્લ્સ પર બનેલી ફિલ્મ ‘રે’ (Ray) પણ ખુબ જ સરસ હતી, માંધાતા દિગ્દર્શક ક્લિન્ટ ઇસ્ટવુડની ‘ચેન્જેલિંગ’માં ૧૯૨૮ની એક ઘટનામાં એક સિંગલ મધર પોતાની દિકરાના કિડનેપિંગ, ગુમ થવાની ઘટનાને લઇ લોસ એન્જેલસ પોલિસ સાથે ટસલમાં ઉતરે છે. વાર્તામાં ખાસ્સા ટ્વિસ્ટ છે, ફિલ્મ વધુ પડતી વાસ્તવિક અને શોકિંગ છે. બીજી તરફ ૧૨૭ અવર્સ પણ કેમ ભૂલાય, પહાડોમાં ફસાયા પછીની જાત અને કુદરત વચ્ચેની લડાઈ અને આપણે ત્યાં એકલેહાથે પહાડ ખોદનાર દશરથ માંજી પર બનેલી કેતન મેહતાની માંજી સારી હતી પણ ગાજી એવી વરસી નહિ. અમેરિકાનાં કુખ્યાત વોટરગેટ સ્કેન્ડલ પર બનેલી ઓલ ધ પ્રેસિડેન્ટસ મેન પણ યાદગાર હતી.

the walk movieહમણા જ આવેલી સ્ટિવન સ્પિલબર્ગની ટોમ હેન્કસ સ્ટારર ‘બ્રિજ ઓફ સ્પાઈઝ’ કોલ્ડવોર વખતની વાત છે તો રોબર્ટ ઝેમેક્કિસની ‘ધ વોક’ ફિલિપ પિટીટ નામનાં હાઈ-વાયર આર્ટીસ્ટ કઈ રીતે ન્યુયોર્કનાં ટ્વિન ટાવર્સ વચ્ચે કઈ રીતે એક દોરડા પર ચાલે છે એની વાત છે, કાર્લ બ્રેશહાયર નામનાં અમેરિકન નેવીનાં એક ટ્રક ડ્રાઈવરની પોતે બ્લેક હોઈ સંઘર્ષની અભૂતપૂર્વ દાસ્તાન એટલે મેન ઓફ ઓનર, લુનાર મિશન પર બનેલી ડોક્યુડ્રામા ફિલ્મ એપોલો ૧૩, તો બીજી તરફ આપણે ત્યાં આનંદ પટવર્ધનની ડોક્યુમેન્ટરિ જેવી કે જય ભીમ કોમરેડ, વોર એન્ડ પીસ, ફાધર-સન એન્ડ હોલી વોર, બોમ્બે અવર સિટી ખુબ જ પ્રચલિત છે, પણ એમાં કોઈ મનોરંજનનું તત્વ ન હોય અને વધુ પડતી ડાર્ક હોઈ એ કમર્શિયલી રિલીઝ નથી થઇ શકતી. હજુ આ લિસ્ટ એન્ડલેસ છે, પણ આજે આટલું પુરતું છે દોસ્તો!              

પાઈડ પાઈપર:   

“People ask me, “Why do you risk death?”

For me this is life.” – અફલાતુન ડોક્યુડ્રામા ફિલ્મ ‘ધ વોક’ નો એક સંવાદ (૨૦૧૫)                          

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s