ફૂલછાબ જન્મદિન – ડિજીટલ ઇન્ડિયા વિશેષ અંક : ડિજીટલ ઇન્ડિયા: ફિક્શન,નોન-ફિક્શન,ચેલેન્જીસ!

  • ફૂલછાબ જન્મદિન – ડિજીટલ ઇન્ડિયા વિશેષ અંક
  • પબ્લિકેશન ડેઈટ – ૦૨-૧૦-૨૦૧૫
  • હેડિંગ – ડિજીટલ ઇન્ડિયા: ફિક્શન,નોન-ફિક્શન,ચેલેન્જીસ!

2(1)આ લખાઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિલિકોન વેલીમાં આવેલા ફેસબુક અને ગુગલ હેડકવાર્ટર ગજાવી રહ્યા છે. પોતાની ઈમોશનલ અપીલ થી એમણે સમગ્ર વિશ્વનાં મિડીયામાં ખલબલી મચાવી દીધી છે. નરેન્દ્ર મોદીનો આ વખતની અમેરિકા યાત્રાનો મુખ્ય એજન્ડા જ ‘ડિજીટલ ઇન્ડિયા’ને પુશ કરી એના રોડમેપને આખરી શેઈપ આપવાનો છે. ડિજીટલ ઇન્ડિયા કેમ્પેઈન લોકોને ફેસબુક પર પોતાના પ્રોફાઈલ પિક્ચરને ત્રિરંગી ઓપ આપવાનું કહી રહ્યું છે, ચારેકોર ફેસબુક પર ત્રિરંગી પારદર્શી પ્રોફાઈલ પિકચર્સ લહેરાઈ રહ્યા છે. આજે ગાંધી જયંતિ એ સમગ્ર ડિજીટલ ઇન્ડિયાને લોજિક સાથે સમજવો છે, શું કહે છે ગ્રાસ રૂટ લેવલ પર અંતરિયાળ ઇન્ડિયા? લેટ્સ અન્ડરસ્ટેન્ડ.

સૌથી પહેલો અને સૌથી મોટો આસ્પેક્ટ છે તમામ સરકારી સેવાઓ અને દસ્તાવેજોને ડિજીટલાઈઝ કરવા. તમે લગ્નનું પ્રમાણપત્ર કઢાવવા જાઓ છો ત્યારે નજીકનાં સિવિક સેન્ટર પર કહેવામાં આવશે કે ભાઈ એ તો તમે જે શહેરનાં જે તે વિસ્તારમાં લગ્ન કર્યા ત્યાંથી તમારે કઢાવવું પડશે. અત્યારે તમને ફોર્મ નહિ મળે કારણકે અહીં હાજરમાં નથી. આપણે પૂછીએ કે ઓનલાઈન અવેલેબલ છે? મેં તો ફલાણા વિસ્તારમાં લગ્ન કરેલા ત્યાંનાં સિટી સિવિક સેન્ટરનો ટાઈમિંગ શું છે? તો જવાબ એકદમ તુમાખી થી મળશે કે ભાઈ એ બધું અમને ન ખબર હોય એ તો તમારે ત્યાં જઈને જ જાણવું પડે. તમે તમારા લાગુ પડતા વિસ્તારનાં સિટી સિવિક સેન્ટરમાં જશો તો તમને ડોક્યુમેન્ટસનું જ એટલું મોટું તોતિંગ લિસ્ટ અને ફોર્માલિટીઝ બતાવશે કે તમે કંટાળી જશો, પણ તમને તમારા કામની ગરજ હોવાથી યા તો તમે એને અનુસરશો યા તો કંઇક ચા-પાણી’ નાં આપી તમારું કામ કરાવી લેશો!

ડિજીટલ ઇન્ડિયા પ્રોગ્રામ અનુસાર સરકારી ખાતાઓમાં રહેલા બધા જ દસ્તાવેજો સ્કેન થઈને એક સેન્ટ્રલ કલાઉડ પર ચઢી જશે, જેથી માની લો કે કોઈ કારણોસર તમારા દાદાજીનું પણ સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ કે જન્મનું પ્રમાણપત્ર જોઈએ તો એ પણ તરત મળી જશે. રોજ્જે ડ્રાઈવિંગ લાયસન્સ થી આવકનાં દાખલા, ક્રીમીલેયર થી રેશન અને આધાર કાર્ડ માટે કેટલાય ધક્કાઓ ખાતા કરોડો ભારતીયો એ આપણી લાંબીલચક કોમ્પ્લેક્સ્ડ સિસ્ટમને કમને સ્વિકારી લીધી છે. નરેન્દ્ર મોદી જે કરી રહ્યા છે એ રાજીવ ગાંધી સરકારમાં સામ પિત્રોડા એ ત્યારે પણ કરવાનું વિઝન જોયેલું અને શરૂઆત પણ કરેલી, પણ ત્યારે ભ્રષ્ટાચાર અને પ્રોપર ઈમ્પલીમેન્ટેશનનાં અભાવે સામ પિત્રોડાની પાંખોને કાપી નાખવામાં આવી અને પરિણામે આજે એ જ વિઝન પણ પ્રોપર માર્કેટિંગ અને અદભુત સોશિયલ મીડિયા માર્કેટિંગની મદદ થી ‘ડિજીટલ ઇન્ડિયા’ કન્સેપ્ટ ક્રેક થઇ રહ્યો છે.

ડિજીટલ ઇન્ડિયા હેઠળ દરેક રેલ્વે સ્ટેશન, દરેક સરકારી હોસ્પિટલ, દરેક પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ઈન્ટરનેટ થી જોડવાની યોજના છે. ફેસબુક, SAP અને ગુગલ આ આખી પ્રક્રિયામાં બેઝિક ફાયબર ઓપ્ટિક્સ અને બાકીની બધી જ માળખાગત સુવિધાઓ પૂરી પાડવાની ડીલ કરી રહ્યા છે. લાખ રૂપિયાનો સવાલ એ છે કે ‘જનધન યોજના’ હોય કે ‘મેઇક in ઇન્ડિયા’ કે પછી દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન, કાયમ કાગળિયાઓ પર કશુંક પ્રોમિસ થાય છે અને હકિકત સુધી પહોંચતા પહોંચતા એમાં થી અરધી વસ્તુઓ પણ અમલ નથી થતી.

સીધી વાત કે ઝકરબર્ગ કે ફોર ધેટ મેટર ગુગલ કંઇ દુધે ધોયેલા નથી, ભાઈ રેલ્વે સ્ટેશન કે શાળા-કોલેજીસને ઈન્ટરનેટ એ મફત થોડી આપશે, એના ‘ગેટ વે’ એટલે કે વચ્ચેનું માધ્યમ તો એમના થ્રુ જ રહેશે, એટલે એ લોકો પણ પૂરતા પૈસા બનાવશે જ. આ સિવાય, દરેક ડેટાનું સ્કેનિંગ પણ થવાનું અને સ્ટોરેજ પણ થવાનું એટલે ડેટા થેફટિંગ સામે સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી અને તકેદારી કોણ લેશે? હેકિંગ સામે કોણ રક્ષણ આપશે? કોઈ એપ કે વેબ્સાઈટ પોર્ટલ શરુ થઈ જાય પછી એનું નિયમિત મેઈન્ટેનન્સ કોણ કરશે? આજે દર થોડા દિવસે કોઈ ને કોઈ બાબતોને લઇ મોટે ઉપાડે હેલ્પલાઈન શરુ થતી હોય છે પણ પછી એના પર કોલ કરતા ન તો કોઈ ઉપાડે કે ન તો કોઈ રિસ્પોન્સ આવતો હોય છે. આ બધી જ જમીની હકીકતની વાત છે એટલે એ મોટેભાગે ક્યારેય બહાર આવતી જ નથી.

બેન્કિંગ સેક્ટરમાં આજે ઈન્ટરનેટ બેન્કિંગ એ સંપૂર્ણ ક્રાંતિ લાવી દીધી છે, પૈસા ઉપાડવા-ટ્રાન્સફર કરવા કે પછી કોઈ પણ પ્રકારનાં રોકાણ કરવા માટે બેંક જવું પડતું નથી અને આંગળીનાં ટેરવે એ પતી જાય છે. બટ, એમાં પણ આજે ખાનગી બેંકો જેવી નેટ બેન્કિંગ ક્વોલિટી સરકારી બેંકો આપી શકતી નથી. એડમિનિસ્ટ્રેશન લેવલે આરટીઓમાં લાયસન્સ કઢાવવામાં કેટલીય પ્રોસેસ ઓનલાઈન થઇ હોવા છતાં આજે લાયસન્સ કે ઈલેક્શન કાર્ડ કઢાવવામાં આંટા આવી જાય છે.

ગામડાઓ અને હાઈવે પર આજે આટઆટલી મલ્ટીનેશનલ મોબાઈલ કંપનીઓ પણ અવિરત સિગ્નલ આપી શકતી નથી ત્યારે બ્રોડબેન્ડ થી કેવી રીતે આટલા ટૂંકા સમયમાં ઈન્ટરનેટ થી શાળાઓ અને કોલેજીસને જોડીશું? કેવી રીતે ગ્રામ પંચાયત ઈન્ટરનેટ થી જોડાશે, અરે સરપંચને ટેક્સેવી બનાવવા કોણ તાલીમ આપશે? બધે જ જે એજન્ટો-વચેટીયાઓનો આતંક છે અને જે રીતે કમિશનની કટકી કાઢે છે એ નીકળી જાય તો પણ લોકોનાં કરોડો રૂપિયો એમ જ બચી જશે! સરકારી બાબુઓની તુમાખી અને જડ વર્તન કેવી રીતે દુર થશે? આજે બેંક અકાઉન્ટ તો એક ક્લિક થી બેઠા બેઠા ખુલી જાય છે પણ કેટલી જાતનાં સર્ટીફીકેટ-ડોક્યુંમેન્ટસ માટે કેમ દર દર ભટકવું પડે છે? મોદી સાહેબે અમદાવાદનાં કાંકરિયા અને એસટીની બસોમાં ભલે ફ્રી વાઈફાઈ ચાલુ કર્યું હોય પણ એ કનેક્ટ કર્યા પછી ઈન્ટરનેટ ચાલતું જ નથી!!

Digital_India_logo

ડિજીટલ ઇન્ડિયાનો ઈરાદો બેશક નેક છે પણ એની પાછળ જ્યાં સુધી સતત કામનું ફોલો અપ, મજબુત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળ લોકોની આગેવાની નહિ હોય ત્યાં સુધી એ દેશ માટે સપનું જ રહેવાનું. ઇન્શાઅલ્લાહ આપણે એવું ઇચ્છીએ કે ડિજીટલ ઇન્ડિયા સપનું ન રહેતા આવનારા પાંચ વર્ષ માં હકિકત બને!

પાઈડ પાઈપર:

The world is looking at Asia. I do not have to waste time to invite people. I need to give them the address. – નરેન્દ્ર મોદી

         

  

  

Advertisements

One thought on “ફૂલછાબ જન્મદિન – ડિજીટલ ઇન્ડિયા વિશેષ અંક : ડિજીટલ ઇન્ડિયા: ફિક્શન,નોન-ફિક્શન,ચેલેન્જીસ!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s