Youngistan-6 as on 5th August, ’15 (An evening with director of Gujarati film ‘Premji’ ‘જ્યાં સુધી બરબાદ નહિ થઇ જાઉં, ત્યાં સુધી ફિલ્મો બનાવતો રહીશ!’

યંગિસ્તાન ૬    

ફૂલછાબ : પંચામૃત  (૦૫/૦૮/૨૦૧૫- બુધવાર)

હેડિંગ:  ‘જ્યાં સુધી બરબાદ નહિ થઇ જાઉં, ત્યાં સુધી ફિલ્મો બનાવતો રહીશ!’       

Still from film 'Premji-Rise of a Warrior'
Still from film ‘Premji-Rise of a Warrior’

ષાઢી વાયરાઓ રહી રહીને વરસાદ લાવ્યા છે, નજીકનાં થિયેટરમાં જુલાઈમાં જયારે ૨૫૦ કરોડનાં ખર્ચે બનેલી અને રિલીઝ પહેલા જ ખુબ ગાજેલી બાહુબલિ આવી રહી હતી અને એ શુક્રવાર પછી જ તરત બજરંગી ભાઈજાન આવી રહી હતી. આ બધા કોલાહલ વચ્ચે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય છે, જે ઓબ્વિયસ છે કે ઢંકાઈ જ જવાની! નામ એનું ‘પ્રેમજી-રાઈઝ ઓફ અ વોરિયર’. છેલ્લા બે-ત્રણ વર્ષો થી ગુજરાતી ફિલ્મોની તાસીર બદલાઈ રહી છે એવું કહી શકાય. અભિષેક જૈન ની ‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ પછી લોકોને પણ ગુજરાતી ફિલ્મોમાં ઠીક ઠીક કોન્ફિડેન્સ આવી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં ‘વ્હિસ્કી ઈઝ રિસ્કી’, ‘હેપ્પી ફેમિલી પ્રાઈવેટ લિમીટેડ’, ‘જો બકા’, ‘કેનવાસ’, ‘આ તે કેવી દુનિયા’ વગેરે જેવી ફિલ્મો આવી ને ગઈ. પણ ખાસ એક પણ ફિલ્મ એક કે બે અઠવાડિયા થી વધુ થિયેટરના સ્ક્રિન્સ પર ટકી ન શકી.

ગુજરાતી ફિલ્મ એટલે એમ પણ ચૂંદડી-ચોરણા-કેડિયા અને ફાંદ હલાવતા હિરો અને હિરોઈન એ પણ પાછા પાંત્રીસી-ચાલીસી વટાવી ચુકેલા, આવા ખ્યાલો છેલ્લા ૧૫-૨૦ વર્ષો થી મન માં ઘર કરી ગયા છે. એવામાં, એની ‘દશા અને દિશા’ બદલવાનું કામ કેવી રીતે જઈશ અને બે યાર થી શરુ તો થઇ ગયું પણ એને એ જ ગતિ એ આગળ વધારી, અર્બન લોકો ને ગુજરાતી ફિલ્મો જોવા માટે મલ્ટિપ્લેકસ સુધી ખેંચી ને કોણ લઇ આવે એ યક્ષ પ્રશ્ન હતો, છે અને રહેશે. વર્ષોની ઈમેજ ને તોડતા દિવસો નહિ પણ વર્ષો પણ ઓછા પડે, ત્યારે હાથે કરીને હાથમાં સાપ પકડવાનું કામ લે કોણ? બટ, જેવી રીતે ટ્રેન્ડ આવે અને એક પછી એક લોકો આગળ આવી હિંમત કરે એવી રીતે છેલ્લા એક વર્ષમાં લોકો આગળ આવ્યા અને પોતપોતાની ક્ષમતા મુજબનું કામ કર્યું. પણ મોટા ભાગના લોકો સરેઆમ નિષ્ફળ ગયા છે!

તાજેતરમાં જ ‘પ્રેમજી-રાઈઝ ઓફ અ વોરિયર’ ના લેખક-દિગ્દર્શક વિજયગીરી ગોસ્વામી અને ફિલ્મના મુખ્ય એક્ટર્સ એવા મેહુલ સોલંકી અને આરોહી પટેલ સાથે નિરાંતે ગોઠડી માંડી. તો પેશ છે પ્રેમજી, ગુજરાતી સિનેમા, સ્ક્રિનપ્લે થી એડિટિંગ અને રિલીઝિંગ નું ગણિત સમજાવતી એકદમ ઇન્ફોર્મલ અને દિલ થી નીકળેલી અને દિલ સુધી પહોંચતી વાતો.

With Director - Vijaygiri Bawa
With Director – Vijaygiri Bawa
  • પ્રેમજીની રિલીઝ કેમ ‘બાહુબલિ’ ની સાથે કરી? ઉપર થી નેક્સ્ટ શુક્રવારે ‘બજરંગી ભાઈજાન’ પણ આવી રહી હતી, તો કેમ આવું ‘દુ:સાહસ’?

વિજયગીરી: મારું પોસ્ટ પ્રોડક્શન પત્યું એટલે મારે તો ફિલ્મ રિલીઝ કરવી જ પડે, મેં કોઈ પ્રોડ્યુશરને અપ્રોચ નથી કર્યો, મેં તો ભાઈબંધ-દોસ્ત પાસે થી જ રીતસર દેવું કરીને જ આ ફિલ્મ બનાવી છે. જયારે ફિલ્મ બનીને તૈયાર થઇ જાય ત્યારે અમને ફિલ્મ બનીને પડી રહે એ પોસાય જ નહિ. જો કે બાહુબલિ આટલી સકસેસ જશે એ પહેલા અમને ખ્યાલ નહોતો, પણ રિલીઝ તો અમારે કરવી જ રહી. 

  • આ ડિસ્ટ્રીબ્યુશન ની રમત કેવી છે? પ્રેમજી ને કેમ આટલા ઓછા સ્ક્રિન્સ અને શોઝ મળ્યા?

વિજયગીરી: જો ભાઈ, ફિલ્મ બનાવવી એક વસ્તુ છે અને ડિસ્ટ્રીબ્યુશન બીજી વસ્તુ. ગળું ખોંખારીને કહું છું કે ક્યારેક અમુક સો કોલ્ડ પોપ્યુલર ફિલ્મો ને ચલાવવા મલ્ટીપ્લેક્સનાં શરૂઆતના શોઝ માં સામે થી ટિકિટ આપીને પણ પ્રેક્ષકો મોકલવા પડે! એક વાત બહુ જ ક્લિયર છે કે ફિલ્મ ને ચલાવવા માટે, દરેક મલ્ટીપ્લેક્સમાં એટલિસ્ટ બે સ્ક્રિન તો મળવા જ જોઈએ. જો ન મળે તો ફિલ્મ ને એ પણ ગુજરાતી ફિલ્મને કોણ જોશે? મલ્ટીપ્લેક્સ એ એટલો સપોર્ટ આપવો જ પડે કે ફિલ્મને રોજના ત્રણ શોઝ મળે જેથી ફિલ્મ પિક કરી શકે. આજની તારીખમાં અમને સૌરાષ્ટ્રમાં ભાવનગર ને બાદ કરતા હજુ એન્ટ્રી નથી મળી દોસ્ત, ત્યાનાં થિયેટરર્સ હજુ એવું જ સમજે છે કે મસાલા હિન્દી ફિલ્મો અને કેટલીક અંગ્રેજી ફિલ્મો જ લોકો જુવે, ગુજરાતી તો કોણ જુવે? અને ડિસ્ટ્રીબ્યુશન માટે તો બેકઅપમાં ખાસ્સા પૈસાનો પાવર પણ જોઈએ જ!   

  • કોઈ મજાનો કિસ્સો ખરો ‘પ્રેમજી’ ને લઈને જે કાયમ માટે યાદ રહી જશે?!

વિજયગીરી: યસ, જયારે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન પતી ગયું ત્યારે અમે સેન્સર સર્ટીફિકેટ પ્રોસેસ માટે ફિલ્મને મુંબઈ સેન્સર બોર્ડ ટીમ ને બતાવવા લઇ ગયા. એક નાનકડા લોચા ના લીધે, સમયસર ફિલ્મ સર્ટીફીકેશન માટે અપ્લાય નહોતી થઇ શકી. હવે, અમારે તો આ ફિલ્મ ૧૦મી જુલાઈ એ કોઈ પણ ભોગે રિલીઝ કરવી જ હતી. લોકો પહલાજ નિહલાની વિષે જે પણ મંતવ્ય ધરાવતા હોય, પણ છેલ્લી ઘડી એ એમણે એક મરાઠી ફિલ્મ ને સાઈડમાં મુકાવી, ‘પ્રેમજી’ જોઈ અને સેન્સર સર્ટીફીકેટ માટે ગો અહેડ આપ્યું! અમે પ્રેમજીનાં બળાત્કાર વાળા દ્રશ્યમાં લોહી નીકળતું બતાવેલું એ થોડું વધુ એડલ્ટ લાગતા અમારે એ સીન કાઢી નાખવાની ફરજ પડેલી. 

  • લોકો નો શરૂઆત નો રિસ્પોન્સ કેવોક હતો?

વિજયગીરી: ખુબ જ સુંદર, વાતમાં સહેજ પણ મોણ નાખ્યા વગર કહું તો અમદાવાદ અને સુરત માં તો અમને પ્રેમજીનાં કેટલાક જિહાદી ફેન્સ મળ્યા! એકદમ ડિવોટેડ, અમને વ્હોટ્સ એપ, ફેસબુક અને રૂબરૂમાં પણ લોકો કહેતા થાકતા નથી કે આટલી સરસ ગુજરાતી ફિલ્મ વર્ષો પછી જોઈ! સામે છેડે એવા પણ કેટલાક મળ્યા જેમને ફિલ્મ બોરિંગ-નિરસ અને ધીમી લાગી અને એ વાત ને પણ અમે ખેલદિલી થી વધાવી! ફિલ્મ ધીમે ધીમે પિક કરશે એ પાક્કું છે. હજુ અમે પ્રેમજી ને અમેરિકા અને ઓસ્ટ્રેલિયા આવનારા દિવસોમાં લઇ જઈ રહ્યા છીએ. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની ટેરીટરી ધીમે ધીમે ટેપ થઇ રહી છે.      

  • ફિલ્મની PR અને પ્રમોશનલ સ્ટ્રેટેજી કેવી હતી?

વિજયગીરી: અમે કોઈ જ પ્રોફેશનલ એજન્સી હાયર નહોતી કરી, ચા ના કપ અને પ્યાલા બરણીઓ ગિફ્ટમાં આપીને અમારે કોઈ દર્શક નહોતા ખરીદવા, ફિલ્મ બનાવી છે અને એને અમે જ અમારી રીતે પ્રમોટ કરી રહ્યા છીએ. ઘરે ઘરે જઈને લોકોને પૂછી રહ્યા છીએ, અમદાવાદના પબ્લિક ગાર્ડનમાં પોસ્ટર મેન ઉભા રાખીને અમે પ્રેમજી ને એકદમ અલગ જ રીતે પ્રમોટ કરી અને એનો અમને ગજબ રિસ્પોન્સ પણ મળ્યો!

Premji - Rise of a Warrior

  • ગુજરાતી ફિલ્મ ફ્રેટરનિટીની કેવીક મદદ અને સહકાર મળ્યા?

વિજયગીરી: ખુબ જ સરસ, ફિલ્મ રિલીઝ થઇ એ જ દિવસે અભિષેક જૈન એ લેટર લખીને શુભેચ્છા પાઠવેલી અને કોઈ પણ પ્રકારની સહાયની ઓફર કરેલી, એ સિવાય કેટલાય દિગ્ગજોની પ્રીમિયર વખતે જ વાહવાહી મળેલી. તો ટાંટિયાખેંચ માંથી પણ કેટલાક લોકો બાકાત નહોતા રહ્યા. કેટલાય લોકોએ અમને નીચા પાડવાની અને ફિલ્મ ફ્લોપ થાય એની પુરતી તકેદારી લીધેલી!

  • આવનારા દિવસોમાં ‘છેલ્લો દિવસ’, ‘હુતુતુ’, ‘રોમકોમ’, ‘બસ એક ચાન્સ’ જેવી ફિલ્મો આવી રહી છે તો ગુજરાતી સિનેમા ના ભવિષ્ય વિષે શું કહેવા માંગો છો?

વિજયગીરી: જો ભાઈ, આજે પણ ગુજરાતી ફિલ્મ બનાવવી એ કોઈ ઘોર પાપ જેવું છે, સાલુ  મલ્ટીપ્લેક્સ ભાવ ન આપે, જનતા તો આજે પણ ગુજરાતી ફિલ્મો હસી કાઢે છે, અને પીઆર થી માંડી દરેક પ્રોસેસ નું ફાયનાન્સ તમારે જાતે જ ફોડવાનું છે, સિવાય કે તમે કરોડપતિ બાપનાં દીકરા હોવ! 

  • પ્રેમજી પછી શું?

વિજયગીરી: ફ્રેન્કલી સ્પિકિંગ હજુ તો કંઈ જ નથી વિચાર્યું, અત્યારે તો છેલ્લા એક વર્ષ થી પ્રેમજીમાં જ ખૂંપેલા છીએ, અને હજુ આવનારા દિવસોમાં પ્રેમજીને મુંબઈ અને ઓવરસીઝ સુધી પહોંચાડવાની છે એટલે અત્યારે તો આમાં જ વ્યસ્ત છીએ!

  • સખત લુઝ એડીટીંગ, કેટલાક ગોખેલા સંવાદ બોલતા કેરેક્ટર્સ અને પ્રેમજી સિવાયની વાતો, અને એક છેલ્લો મેસેજ:
Director Vijaygiri Goswami on Set...
Director Vijaygiri Goswami on Set…

વિજયગીરી: આમ તો ૧૯ કટ કરેલા, અને એક ડિરેક્ટર તરીકે મને જેટલો ફિલ્મને ઠહેરાવ આપવો હતો એટલો મેં આપ્યો, પછી બીજા ફર્ધર કાપકૂપ કરવા મને જરૂરી ન લાગ્યા, ફિલ્મમાં પવન ની એન્ટ્રી પડે અને એ સ્ક્રિન માંથી ગાયબ ન થાય ત્યાં સુધી એને બતાવવી એ મારી ચોઈસ છે!  હા, અમુક કેરેક્ટર એની રિયલ લાઈફ પર્સનાલિટી ની જેમ જ થોડું ગોખેલું બોલે છે એ હકીકત છે! પ્રેમજી ને કચ્છની પૃષ્ઠભૂ માં લઇ જવી, સફેદ રણની બ્યુટી, કચ્છની સંસ્કૃતિ, પ્રેમજીને ત્યાનાં વાગડ પંથકના છોકરાઓ ની જેમ જ હાફ પેન્ટ માં બતાવવો, દિવસ રાત જોયા વગર આખા યુનિટનો સહયોગ! અદભુત સફર રહી પ્રેમજીની. અમે લોકો બહુ જલ્દી એક બુક પણ પબ્લિશ કરીશું અમારા ફિલ્મ મેકિંગ ના અનુભવો પર.

 વિજયગીરી ગોસ્વામી સાથે એમની શોર્ટ ફિલ્મ્સ ‘અમદાવાદી મિજાજ’ (બે અંધ હિંદુ-મુસ્લિમ દોસ્તોની અફલાતુન વાત, ‘એટ ૪૦’ (ચાલીસી એ પહોંચેલી અને મેનોપોઝમાં આવેલી સ્ત્રીની વાત) ની વાતો કરતા કરતા, અને આવનારા દિવસોમાં એ શું સર્જશે એના વિચારે મહેફિલ છુટ્ટી પડી…..

 પાઈડ પાઈપર:

Man need his difficulties because they are necessary to enjoy success. – APJ Abdul Kalam‘પિપલ્સ પ્રેસિડેન્ટ’ અને દંતકથા જેવા એપીજે અબ્દુલ કલામ સર ને લાસ્ટ સેલ્યુટ.

email : bhavinadhyaru@gmail.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s