Youngistan-5, એશિયન્ટ અને મોડર્ન: પ્યાર ઔર ઇન્તઝાર સે હી દુનિયા ચલતી હૈ!, as on 29th July, 2015

યંગિસ્તાન ૫   

ફૂલછાબ : પંચામૃત  (૨૯/૦૭/૨૦૧૫- બુધવાર)

હેડિંગ:  એશિયન્ટ અને મોડર્ન: પ્યાર ઔર ઇન્તઝાર સે હી દુનિયા ચલતી હૈ!    

        ‘’ઝિંદગી ક્યા હૈ, અનાસિર મેં ઝહુર-એ-તરતીબ,

        મૌત ક્યા હૈ, ઇન્હી અજ્ઝા કા પરેશાન હોના’’

4સામાન્ય રીતે ‘ફેસબુક યુગ’માં આપણી સામે મોટેભાગે મીડિયોકર કવિતાઓ જ અફળાતી રહેતી હોઈ, કવિતા એટલે લવારા એવું મગજમાં ઠસી જતું હોય છે. અહીં ઉપરની કવિતા ઉર્દુનાં એક ક્રાંતિકારી કવિ જે પોતે એક કશ્મીરી પંડિત હતા, અને અચ્છા વકિલ એવા શ્રી બ્રિજ નારાયણ ચકબસ્ત એ લખી છે. એક એવા ઉર્દુ કવિ કે જે કોઈ તખલ્લુસ ને આધીન નહોતા! અહીં ઉપર લખેલી વાતમાં એ કેટલી સહજ રીતે સાઈન્ટીફિક અને સુફી રીતે આગવા અંદાજ માં કહે છે કે જિંદગી શું છે? જિંદગી આપણી ઇન્દ્રિયો અને સમજની એક સરસ ગોઠવણ છે, અને મૌત આ જ સમજ અને ઇન્દ્રિયોનું વિખેરાઈ જવું છે! કેટલી સહજ અને સાચી વાત.

અંગ્રેજીમાં એક બહુ જ સરસ શબ્દ છે, ‘સેરેન્ડીપિટી’. ચાન્સ, સંજોગ, જોગાનુજોગ. કશુંક સતત બનતું રહે છે, જે આપણને જીવાડે રાખે છે. એડમિશન થી માંડી નોકરી અને પ્રમોશન, પ્રેમ થી માંડી સંતોષની અનુભૂતિ કંઈ રોજ નથી થતી. કશુંક આવું અદભુત અને અદ્વિતીય બનવા માટે જિંદગી આખી સતત રાહ જોવી પડે છે, અને વચ્ચે જે બને છે એ ‘સેરેન્ડીપિટી’!

મોંઘવારી, ભ્રષ્ટાચાર, ઘરના આપસી ઝઘડા, નોકરીમાં બોસની બબાલ, કોર્પોરેટ પોલિટીકસ, ધંધામાં મંદી, પ્રેમ થી લગ્ન સુધીના પ્રોબ્લેમ્સ સતત ચાલતા જ રહે છે, ચાલતા જ રહે છે. એક આમ આદમી સતત ઘાણીના બળદ ની જેમ પિસાતો રહે છે, ફરતો જ રહે છે. જાવેદ અખ્તર કહે છે એમ, ‘ધૂપ કા રસ્તા જો પૈર જલાયે, મોડ તો આયે છાંવ ન આયે, રાહી જો ચલતા હૈ ચલતા હી જાયે.

5સેલ્યુલોઈડની ચકાચૌંધ, મોલ્સ નો જગમગાટ અને ગ્લેમરની ગળચટ્ટી વાતો થી દુર એક એવું રૂટિન હોય છે, એક સતત ચાલતી જદ્દોજહદ જેમાં સફળતાની કોઈ ગેરંટી નથી હોતી. એક ‘જિંક્સ’ જે સતત સાથે ચાલતું રહે છે, જે નિષ્ફળતા અપાવે છે. કેટલાક સંજોગોને આધીન થઇ જાય છે, હાર સ્વિકારી લે છે, કેટલાક જ્યોતિષી-બાબાઓની ખોખલી શરણે થઇ જાય છે, કેટલાકની તો જિંદગી પ્રત્યેની સમુળગી વિચારધારા જ બદલાય જાય છે. પણ, એક એવી લડાયક અને મજબુત સોચ વાળી પણ માનવજાત હોય છે જે એટલી જલ્દી હથિયાર હેઠા નથી મુકતી! ભારત તો એમ પણ પરંપરા અને રિવાજો થી ઘેરાયેલો દેશ છે, ચારેકોર ખિસ્સામાં જાતભાતનાં લેબલ લઈને ફરતા અને તરત તમારા પર ચિપકાવી દેવા આતુર લોકો ગીધની જેમ મંડરાતા રહે છે.

અહીં તો તમે કોઈને મળો, એટલે શરૂઆતની ઓળખાણ વખતે જ પ્રશ્ન ઝીંકાય છે કે તમે કઈ જ્ઞાતિ નાં? ધર્મ-જ્ઞાતિ અને સંપ્રદાયનાં લેબલમાં અહીં સૌ કોઈને વહેંચી દેવામાં આવ્યા છે. તમે શું ખાઓ છો, શું પહેરો છો, કોની સાથે ફરો છો, કોને પ્રેમ કરો છો, અને કોની સાથે લગ્ન કરવા ઈચ્છો છો એના પર થી  તમારું ચારિત્ર્ય સર્ટિફિકેટ ફાટી જાય છે! બ્રાહ્મણ-પટેલ-વાણીયા-જૈન અને બીજી પચાસ જાતની જ્ઞાતિ સતત તમારા દરેક એ દરેક નિર્ણયો, તમારા એક્સપ્રેશન્સ અને તમારી પસંદ-નાપસંદમાં એક પોઝિટીવ કે નેગેટિવ ભાગ ભજવે છે. અહીં એક ગામનાં ઉતાર જેવા અલેલટપ્પું આવીને તમારી સામાજિક કે ધાર્મિક ચોઈસ પર સવાલ ઉઠાવે છે. ગવર્ન્મેન્ટ, અનામત, રાજકારણીઓ, ‘ગામનાં દિયોર’ જેવા પંચાતિયાઓ, ક્રુડ બોસિસ, અને દરેક નેગેટિવ ફેકટર્સ વચ્ચે જીવતા જીવતા સાલી પોઝિટીવિટી કેમ લાવવી?

 આપણી વચ્ચે જ પનપતી એવી જિંદગીઓનો ચિતાર આપતી ‘મસાન’ તાજેતરમાં આવી અને એકદમ મૂળસોતી ઝકઝોરી ગઈ! બનારસ તો કેટલીયે ફિલ્મોમાં આવી ચુક્યું છે, પણ ‘મસાન’માં ત્યાં બોલાતી હિન્દી અને ભોજપુરી વચ્ચેની એવી ‘કશિકા’ બોલીમાં બોલતા બનારસનાં માંહ્યલામાં અગ્નિ થી ભળ ભળ બળતા યંગસ્ટર્સ અને એની આસપાસની સાવ બરછટ એવી વાસ્તવિક જિંદગી!

સતત ‘તમસોમાં જ્યોતિર્ગમય’ એવું સ્કુલમાં શીખતા આપણે, સતત અંધકાર જેવા સંજોગો માં જીવીએ, એક છોકરી જે પોતે પોતાના મનની સાંભળે છે. ખુબ ભણેલી છે, માં વિનાની હોય પોતાના બાપને સાચવે છે. સાથે ભણતા ક્લાસમેટ સાથે ઉંમર સહજ પ્રેમ થઇ જાય છે, અને એક દિવસે હોટેલ રૂમમાં સમાજ થી દુર થોડુ એકાંત મેળવી ઈન્ટીમસીમાં ઓતપ્રોત થાય છે, અને તરત ભૂખાળવી અને કરપ્ટ પોલિસ દરવાજે દસ્તક દે છે! આ પ્રેમ ને ‘સેક્સ સ્કેન્ડલ’ માં ખપાવી દેવામાં આવે છે, અને બદલામાં મળે છે પ્રેમીનું મૌત અને સામાજિક બદનામી, પોલિસ દ્વારા થતું સતત બ્લેકમેઈલિંગ. ફિલ્મની શરૂઆતની ૨૦-૨૫ મિનીટ્સ માં જ દિગ્દર્શક નિરજ ઘાયવન આપણને વાસ્તવિક અને રૂથલેસ એવા ઉત્તરપ્રદેશનો પરચો હુબહુ કરાવે છે.

1બીજી તરફ સમાજ જેને તુચ્છ જાતિ કહે છે, જે ગંગાના ઘાટ પર વર્ષો થી અગ્નિદાહ આપતા શરીર ને રાખ સુધી પહોંચાડે છે એવા પરિવારમાં જન્મેલો દિપક પોતે આ કામ ને બિલકુલ પસંદ કરતો. પોતે સિવિલ ઈન્જીનીયરીંગ કરી રહ્યો છે, અને આ આખી ગંદકી થી બહાર નીકળવાની જિજીવિષા ધરાવે છે. પોતાના દોસ્ત ની ગર્લફ્રેન્ડની જ એક દોસ્ત એને પહેલી નજરે જ ગમી જાય છે. અને વાઈસ અ વર્સા. છોકરી ખુબ ક્યુટ છે, બશીર બદ્ર થી નિદા ફાઝલી અને ચકબસ્ત ની પોએટ્રીને વાંચે-સાંભળે-મમળાવે છે. છોકરી ઉચ્ચ જ્ઞાતિ ની છે, એને ખબર છે કે આ પ્રેમને પરિવાર અને સમાજ નથી જ સ્વિકારવાનો. છતાં, મોહબ્બતનો સ્પાર્ક એવી કંઇક કસક જગાવે છે કે પોતાના બોયફ્રેન્ડને કોન્ફિડેન્સ આપી નોકરી મેળવી લેવાનું કહે છે, ખુબ મહેનત કરીશું અને બધાને કન્વિન્સ કરીશું. સમાજને તો એમ પણ પ્રેમ થી એલર્જી હોય છે, બનારસના ઘાટ પર ચોતરફ નિરાશા અને નિષ્ફળતાનું અંધારું એવું છવાય છે કે પેલી સંગમની આરતી પણ એને દુર નથી કરી શકતી. જિંદગી સતત દેવી (બ્રિલિયંટ રિચા ચઢ્ઢા) અને દિપકને પછડાટ આપતી રહે છે, પણ બંને પોતપોતાની વફાદારી અને લડાયકવૃત્તિ છોડતા નથી. બનારસના પવિત્ર પાણીનો એક વરવો વાસ્તવિક રંગ આપણી અંદર એવો ફરી વળે છે કે મિઠાશ અને કડવાશ બંને એક સાથે મન ખિન્ન કરી નાંખે છે. શું કરીએ, વાસ્તવિકતા તો એવી જ હોય, સાવ ખરબચડી.

અનુરાગ કશ્યપને ગેન્ગસ ઓફ વાઝેપુર વખતે આસિસ્ટ કરી ચુકેલા નિરજ ઘાયવાન, હૃદયની આરપાર થઇ જતા ઇન્ડિયન ઓશન એ કમ્પોઝ કરેલા ગીતો, સ્વાનંદ કિરકિરેનો અવાજ, અને વિકી કૌશલ-શ્વેતા ત્રિપાઠી-રિચા ચઢ્ઢા અને સંજય મિશ્રાની અદભુત એક્ટિંગ આપણને જાણે હિપ્નોટાઈઝ કરી નાખે છે. હોલીવુડનાં ખાંટુ સ્ક્રિનપ્લે રાઈટર પૌલ હેજીસ (મિલિયન ડોલર બેબી,ક્રેશ અને કસિનો રોયાલ વગેરે) સ્તાઈલમાં લખાયેલો સ્ક્રિનપ્લે જેમાં સતત આનંદની ક્ષણો વચ્ચે દુખ, આત્મશોધ, અને બદલા ની ભાવના આવતી રહે છે, સતત સંઘર્ષ કરવાનું જોમ આવતું રહે છે.

‘મસાન’ જેવી ફિલ્મો બોક્સઓફિસ પર કેટલી ચાલે, એના કરતા એની ન્યુટ્રીશન વેલ્યુ કેટલી છે એ એક સિનેમાનાં ચાહક માટે વધુ મહત્વનું છે. અહીં નાના શહેરોમાં થતો પ્રેમ, ફેસબુકનું ચલણ, યારીદોસ્તીના ઉસુલ, છોકરીને સતત એક સેક્સ ઓબ્જેક્ટ તરીકે જ જોવી જેવા કેટલાય સારા-ખરાબ મુદ્દાઓ કેટલી સહજ રીતે વણી લેવાયા છે. જિંદગી મેલેન્કોલી પણ હોય, એવું પણ બને, રાખ માંથી ફરી ઉઠે એ જ તો જિંદગી.                                             

પાઈડ પાઈપર:

અંત ન પાયા મીઠા પાની, ઓરે-છોર કી દુરી રે

મન કસ્તુરી રે, જગ દસ્તુરી રે…

બાત હુઈ ના પૂરી રે.

ઉમર કી ગિનતી હાથ ન આયી, પુરખો ને યે બાત બતાયી

ઉલટા કર કે દેખ શકે તો, અંબર ભી હૈ ગહેરી ખાઈ,

રેખાઓ કે પાર નઝર કો, જિસને ફેંકા અંધે મન સે,

સતરંગી બાઝાર કા ખોલા, દરવાઝા બિન ઝોર જતન કે,

ફિર તો જુમાં બાવલા હો કે, સર પે ડાલ ફિતૂરી રે..  – વરુણ ગ્રોવર (ફિલ્મ – મસાન)
email:  bhavinadhyaru@gmail.com

e

Advertisements

One thought on “Youngistan-5, એશિયન્ટ અને મોડર્ન: પ્યાર ઔર ઇન્તઝાર સે હી દુનિયા ચલતી હૈ!, as on 29th July, 2015

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s