Read Youngistan-109 on Road Side Vendors, Fade in – Fade Out…..as on 15th Jan. 2012

યંગિસ્તાન – ૧૦૯
ભાવિન અધ્યારુ
હેડિંગ – અબ કે શાયદ હમ ભી રોયે સાવન કે મહીને મેં!!


પ્રીમિયર ઇન્સ્ટીટ્યુટ્સ થી માંડી મોટી મોટી રિસર્ચ એજન્સીઝ વિવિધ ઉદ્યોગો અને ટ્રેન્ડસ પર છાશવારે ગ્લોસી ચળકતા પાનાઓમાં રિસર્ચ કન્ડક્ટ કરી છાપતા રહે છે પણ આમ આદમી ને એમાંથી ભાગ્યે જ કોઈ રિસર્ચ થી કોઈ ફર્ક પડતો હોય છે! પ્લેસમેન્ટ, ઇન્ડસ્ટ્રિયલ એક્ઝિબિશન, ટ્રેડફેર, એવોર્ડ્ઝ અને માર્કેટ સર્વેમાં હંમેશાં રિટેઇલ, કન્સ્ટ્રક્શન, પ્લાસ્ટિક, આઈ.ટી.,ટેક્સટાઇલ અને ઓટોમોબાઇલ જેવી તગડી ઇન્ડસ્ટ્રિઝને જ ધ્યાનમાં લેવાતાં હોય છે. કહેવા માટે ભાષણો અને સુવાક્યોમાં,’ભારત તો ગામડાંમાં વસે છે’ અને છેવાડાના માનવીની ચર્ચાઓ થતી રહે છે,પણ એવા લાખો, ઇનફેક્ટ કરોડો ઇન્સાન છે જે પોતાની રોજબરોજની રોજીરોટી એવા એવા વ્યવસાય કે ઉદ્યોગથી ચલાવે છે જે પેલા હાઈ-ફાઈ રિસર્ચમાં નજરે સુધ્ધાં નથી પડતા.

આવી નાની નાની પણ એક જાણે પેરેલલ ઈકોનોમી ચાલતી રહે છે. અમે અમારી આંખો સહેજ ઝીણી કરી જોયું તો આવા કેટલાય ઇન્સાન મળ્યા જે બહુ થોડા ઇન્વેસ્ટમેન્ટથી પોતાનો રોજગાર ચલાવે છે. એમાંના કેટલાક આજે પણ હયાત છે, કેટલાક રોજગાર આપણી લાઇફસ્ટાઇલના હાયર સ્ટાન્ડર્ડના કારણે અદૃશ્ય થઈ ગયા છે. ચાલો એક ‘નોખા-અનોખા ભારતની એક ખોજ’ પર…

રંગારો / રંગરેજઃ ‘દેશ મેરા રંગરેજ યે બાબુ’ વાળા ‘પિપલીલાઇવ’થી ભલે લોકો અવગત હોય, પરંતુ મેંગોપીપલ અને ખાસ તો યંગસ્ટર્સ આ રંગરેજ કારીગરોથી મોટે ભાગે અજાણ હશે. ડ્રેસ, સાડી, પેટીકોટ, ચાદર વગેરે જ્યારે ઝાંખા પડી જતાં, કલર ઊડી જતો ત્યારે આ રંગરેજ એને ફરી રંગ કરી આપતા અને એક ગૃહિણીના મનને ‘રંગીન’ કરી આપતા. આજે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં કેટલાક જૂજ રંગરેજ દેખાય છે.

‘ચાકડો’ ભરી આપનારઃ ‘ચાકડો’ શબ્દ પણ અજાણ્યો છે, કાથી કે દોરીની પાટી પર કાપડને ચારે ખૂણે બાંધી એના પર ભરતકામ કરી આપવામાં આવે અને બેનમૂન વોલપીસ તૈયાર થાય.

સોપારી કાપનારઃ એકસાથે ત્રણ-ચાર વ્યક્તિઓ મોટા મોટા સૂડા લઈ સોપારીઓને ઝીણી ઝીણી કાપે અને ખટાક-ખટાક અવાજોથી વાતાવરણ ગુંજી ઊઠે, જોયું છે તમે આ?

સાવરણી-સાવરણા બનાવનારઃ લારીમાં આવી સળી-પીંછીના જથ્થા સાથે આવનાર વ્યક્તિ પાસે ગૃહિણીઓ પોતાની જરૂરિયાત પ્રમાણે સાવરણી-સાવરણા બંધાવે. તૈયાર ‘મોપ’ અવેલેબલ હોઈ આ લોકો પણ હવે અદ્રશ્ય બન્યા છે!

બેલ્ટ-રિસ્ટવોચ-લાઇટ-રમકડાં વેચનારઃ નાના ટેણિયાથી લઈ મોટી ઉંમરના પુરુષો રસ્તાની બંને બાજુ લોખંડની ફ્રેમમાં રિસ્ટવોચ લઈ ફરે, બેલ્ટ હાથમાં લઈ ફરે, લાઇટ હવામાં ઉછાળી સૌનું ધ્યાન ખેંચે.મજબૂરી આ લોકો ની આંખોમાં છલકતી હોય છે.

ડુપ્લિકેટ ચાવી બનાવનારઃ ભૂલવાની અને વસ્તુ ખોઈ નાખવાની આદતના પરિણામે વાહનો, તિજોરી અને સામાન્ય લોક-તાળાંની ડુપ્લિકેટ ચાવી બનાવનાર ફેરિયાઓ બહુ ઓછા જોવા મળે છે.

કટલરી-હોઝિયરી-રમકડાંની લારી ફેરવનારઃ લારીમાં કટલરી, પ્લાસ્ટિકનાં રમકડાં, હોઝિયરી લઈ રેસિડેન્સિયલ એરિયામાં ફરતા ફેરિયા આવતા તો બાળપણમાં આપણે રોમાંચિત થઈ ઊઠતા. હવે આ લોકો ને પણ જાકારો અપાઈ ચુક્યો છે!

સિંગ-ફ્રાયમ્સ-વેફર્સ શેકી આપનારઃ એક ચૂલો, થોડી રેતી અને મીઠું, લોખંડની જાળી લઈ લારીમાં ફરતા ફેરિયા આ બધું શેકી આપે અને ખૂબ સસ્તા દામે ટેણિયાંઓનાં મોઢાં પર સ્મિત લાવી દે.

મિક્સર-જાર રિપેર કરનારઃ મિક્સરનો જાર તૂટી જાય ત્યારે નવું મિક્સી, હેન્ડી, ગ્રાઇન્ડર લઈ લેતા અર્બન લોકો ક્યારેય પેલો જાર રિપેર કરાવવા ગયા હશે?

કલાઈ કરનાર કલૈયા સ્ટેનલેસ સ્ટીલ આવતાં એલ્યુમિનિયમનાં વાસણોની છુટ્ટી થઈ અને સાથે કલાઈ કરનાર કલૈયાઓ પણ નામશેષ થયા. દરેક ઘરમાં કાંધી/પાટિયાં પર ચમકતાં એલ્યુમિનિયમનાં વાસણો હારબંધ ગોઠવીને રખાય એ સમૃદ્ધિની નિશાની ગણાતી.

કાન વીંધનારઃ નાનાં કુમળાં માસૂમ બચ્ચાંઓને એની એકદમ એક્સાઇટેડ મમ્મીઓ કાન-નાક વીંધાવા લઈ જાય. એકદમ ગરમ-ચોખ્ખી સોયથી પેલા કુમળા કાનની આરપાર થાય અને છોકરીમાંથી એને ‘લક્ષ્મી’ બનાવનાર આ કાન-નાક વીંધનારા આજકાલ ક્યાં છે?

પ્યાલા-બરણી અને પસ્તીવાળાઃ બહુ બધાં પહેરેલાં જૂનાં કપડાં આપી બદલામાં રોકડા અથવા નવાં વાસણો લેવાનો આ કોન્સેપ્ટ વિદેશોમાં તો કોઈ વિચારી પણ ના શકે. સૌરાષ્ટ્રમાં જેને ‘વાસણવાળી’ અને બાકીના ગુજરાતમાં ‘પ્યાલા બરણીવાળી’ આ સ્ત્રીઓ અને એની સાથે બાર્ગેનિંગ કરતી ગૃહિણીઓ દેખાય તો કહેજો. પસ્તીવાળાને તો હવે સોસાયટીના ગેઇટથી જ ધકેલી દેવામાં આવે છે.

બાલદી સાંધી આપનારઃ થોડો ડામર અને એક ચૂલો, સાઇકલ પર નીકળી પડતા પરપ્રાંતીય યુવાનો બૂમ પાડે, તૂટેલી બાલદી સાંધી આપે. કમનસીબે આ રોજગાર પણ હવે મરણ પામ્યો છે!

છૂંદણાં/ટેટુ છૂંદનારઃ ગામડાની ગોરીઓ પૂરા હાથ, પગના પંજા,કાંડાંઓ, બાવડાં અને ક્યારેક તો પેટ પર પણ આ છૂંદણાં છૂંદાવતા. પોતાનાં નામ, ભગવાનનાં નામ, એકબીજા જીવનસાથીનાં નામના પ્રથમ અક્ષર છૂંદાવતી વખતે થતી પ્રેમની લાગણી હવે મોલમાં બેસતા સ્ટાઇલિશ ટેટુમાં ખોવાઈ ગઈ.

આ સિવાય લારીમાં ફરી પેલી ગોટી વાળી સોડા, ચણાજોર ગરમ અને ખાટી-તીખી દાળ, દિલ શેઈપ ના ફુગ્ગા વેચનાર, ગલીગલી ફરી ધાબળા-રજાઈ અને બ્લેન્કેટ વેચનાર યુવાનો દેશની ઈકોનોમી માં કેટલું પ્રદાન કરતા હશે? તમને આમાં થી કોઈ દેખાય તો અમને જરૂર જણાવજો. આપણે બહુ આગળ નીકળી ચૂક્યા છીએ. અને આ બધું હવે ઘણું પાછળ છૂટી ગયું છે.

bhaween.smarty@gmail.com
Printed in Sandesh daily on 15th February, 2012.
Article Link: http://www.sandesh.com/article.aspx?newsid=34812

Advertisements

One thought on “Read Youngistan-109 on Road Side Vendors, Fade in – Fade Out…..as on 15th Jan. 2012

 1. નમસ્કાર!
  આપનો બ્લોગ વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s