Read my reality check take on valentine’s day: Youngistan-108 as on 8th February, 2012

યંગિસ્તાન-૧૦૮

હેડિંગ- દિલ હતું તન્હા અને એક ચપટી સુખ શોધવું હતું…

વેલેન્ટાઇન્સ ડે નજીક છે. ‘એકલા’ હોવું ‘બેકલા’ હોવું તો પછીની વાત છે, પણ અમારા આ નાદાન મનમાં પેલી ગયા વર્ષે રિલીઝ થયેલી ‘સાત ખૂન માફ’ની સાહિબ ઘૂમ્યા કરે છે. એક પછી એક જીવનસાથી, દગાબાજી-ધોખો અને એ જ સુખની શાશ્વત શોધખોળ. ધીમે ધીમે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વેલેન્ટાઇન્સ ડેનો ખુમાર એના પૂરા પરવાન પર ચઢયો. પરિણામે આજે માહોલ કંઈક એવો છે જે વ્યક્તિ સિંગલ હોય એને તો બિચારાને ‘રોકસ્ટાર’ના સેકન્ડ હાફના રણબીર કપૂર જેવું પેઇન ફિલ થાય.

બસ વેલેન્ટાઈન્સ ડે નજીક આવે અને માર્કેટર્સ એવી હવા ફેલાવવા લાગે કે વેલેન્ટાઇન ડે ઉજવવો મસ્ટ છે, જો એ ન ઉજવીએ તો યા તો આપણે બિલકુલ બોરિંગ છીએ યા તો આપણે ‘કુઉઉઉલ’ નથી! એ જ જૂની પુરાણી એન્ટી-વેલેન્ટાઇન ડે ની વાતો લઈને જુવાનીયાઓને વખોડવાની વાત નથી પણ જો ફીલિંગ્સ ને શેર કરવાની કે એક્સપ્રેસ કરવાની જ વાત હોય તો એક જ દિવસ કેમ? ચાલો માની પણ લીધું કે એક દિવસ, પણ ફુલ-ચોકલેટ-રેડીમેઈડ કાર્ડ્સ કે સ્ટફડ ટોયઝ આપીએ તો જ પ્રેમ વ્યક્ત થાય?!    

અમેરિકામાં પણ ઘણી જગ્યાએ ૧૪મી ફેબ્રુઆરીએ ‘સિંગલ અવેરનેસ ડે’ તરીકે પણ ઊજવાય છે, જેને મજાકમાં ‘SAD DAY’ તરીકે ઓળખાય છે. ડિટ્ટો ફ્રેન્ડશિપ ડેનું પણ એવું જ કે પાંચ-દસ રૂપિયાની સસ્તી સિલ્ક જેવી રેશમી પટ્ટી બાંધીએ એટલે પ્રેમ વ્યક્ત થઈ ગયો. વેલેન્ટાઇન્સ ડેને વખોડવો, કાર્ડ્સની શોપ્સ પર ધમાલ કરવી અથવા તો પાર્કમાં બેઠેલાં યુગલોને મારી-ઝૂડી નાખવાં એ બધી ફાલતુ અને બેતુકી વાતો છે, પણ અહીં તો માર્કેટર્સના હાથે શા માટે બેવકૂફ બનવું જોઈએ એની વાત છે. છેલ્લાં થોડાં વર્ષોમાં હોલમાર્ક-આર્ચિઝ જેવી કેટલીક કંપનીઓ વેલેન્ટાઇન્સ ડેના માર્કેટિંગ ટેકટિક્સ પર ખૂબ બધું રિસર્ચ કરી રહી છે. તૈયાર કાર્ડ્સ અને સોફ્ટ ટોયઝથી આજના યંગસ્ટર્સ હવે એટલા એટ્રેક્ટ નથી થતા. ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટથી કોફી શોપના મોકા-કપુચીનો સબડકાઓથી દોસ્તી શરૂ થાય છે. વાત થોડી જામે તો કંઈક વિચારાય, અધરવાઇઝ બ્રેકઅપ થઈ જાય છે. કશુંયે પરમેનન્ટ નથી, ફિલ્મોમાં હવેના સમયમાં કદાચ ફૂલો અથડાતાં રોમાન્સ બતાવાય અને દર્શકોને જેમ હસવું આવે એવી જ રીતે પ્રથમ મુલાકાતમાં જ કોઈ ગમી જાય, ફૂલ કે કોઈ પીંછું કિતાબોમાં સાચવી રાખવામાં આવે, કવિતાઓના કસીદાઓ પઢવાથી છોકરીઓ ઇમ્પ્રેસ થઈ જાય એ વાતમાં માલ નથી. સમય જતાં જમાનો ખાસ્સો પ્રેક્ટિકલ બન્યો છે.

પપ્પાશ્રીના પૈસે પેટ્રોલ બાળી લોંગ ડ્રાઇવ પર લઈ જતાં રોમિયોને કોઈ જુલિયટ ભાવ નથી આપતી. માર્કેટર્સ સોલિટેર, મોબાઇલ, રિસ્ટ વોચ, લેપટોપ કે આઈ પેડ ગિફ્ટ કરવાનું કહે છે, પણ લાખ રૂપિયાની વાત એ છે કે લોંગ ટર્મ રિલેશનશિપમાં જો બંધાવું હોય અથવા તો સામેવાળી વ્યક્તિને જિંદગીભર અપનાવવી હોય તો એ ધીરજ માંગી લે છે, કોંક્રિટ જમીનની હકીકતોનો સામનો કરવો પડે છે. કોઈ પણ છોકરી ફક્ત પૈસા નહીં જુએ, એ છોકરાનો કોન્ફિડન્સ, મેચ્યોરિટી અને ભણતર જોશે. બક્ષીબાબુ કહેતાં એમ પેલા ૧૭-૧૮ વર્ષે થઈ જતાં ‘કાફ લવ’ની વાત જ નથી.

ધેટ ઇઝ ક્રશ. દોસ્તી અને મહોબ્બતમાં બહુ ફર્ક છે, ક્રશ એ લવ છે કે નહીં એ સમજતા સમય જાય છે. એ પેલી ઇન્સ્ટન્ટ પાસ્તા રેસિપી જેટલું ઇઝી નથી. કમનસીબે મોટા ભાગના યંગસ્ટર્સ ૧૪મી ફેબ્રુઆરીએ ઘેલા ઘેલા થઈને ક્રેડિટ કાર્ડ ઘસાવી ગિફ્ટ્સ પાછળ ખર્ચા કરે છે. થોડા મહિનાઓ (અને ક્યારેક તો દિવસો!) પછી જાણીએ તો ખબર પડે કે હવે બોલવાનો પણ સંબંધ નથી રહ્યો.

ગર્લફ્રેન્ડ હોવી ‘સ્ટેટસ સિમ્બોલ’ બની જાય એ કેવું? મોબાઇલના રિચાર્જથી કપડાં, પેટ્રોલથી ડેઇલી નાસ્તા સુધી છોકરાઓ પૈસા ખર્ચતા રહે અને પછી આગળ જતાં એ રિલેશન સગાઈ કે લગ્ન સુધી પહોંચે જ એની કોઈ ગેરંટી નથી હોતી. સોરી ટુ સે, પણ એક પૂરો સિનિક માહોલ છે, જેમાં પ્રેમ તો ભાગ્યે જ દેખાય છે. બસ ‘સ્ટેપિંગ સ્ટોન’ તરીકે વ્યક્તિનો ઉપયોગ કરી આગળ વધી જવાની‘મૂવ ઓન’ થવાની વાત છે.

આ ૧૪મીએ જો જનમોજનમના સાથની, એક એક પળમાં સાથ આપનાર પાર્ટનર મળી જાય તો નસીબ! બાકી પછી, વિદેશમાં પેલો ‘વિનેગાર વેલેન્ટાઇન્સ’ કાર્ડનો કન્સેપ્ટ છે એ અપનાવી લેવાનો જેમાં કેરીકેચરનો ઉપયોગ થાય અને આ એક દિવસ પૂરતી થતી ઉજવણીની મજાક કરવામાં આવે.

૩૬૪ દિવસ ફાફડા-જલેબી ન ખાઈને ફક્ત દશેરાના દિવસે તૂટી પડવું, એમ એક દિવસ લવ કરીને ટોળાંમાં ભળી જવું એના કરતાં બાકીના દિવસોને રોજ વેલેન્ટાઇન્સ ડે તરીકે ફિટ કરીએ. આ ૧૪મીએ જો એ ઉજવણીમાં જોડાઈ એ જ ટોયઝ, કાર્ડ્સ, રિબન, રિંગ્સ ખરીદી ‘કેરિડ અવે’માં ખપી જવા કરતાં કંઈક બનાવીને આપવું જ હોય તો જાતે પેસ્ટ્રી, પુડિંગ, કાર્ડ્સ, લેટર તૈયાર કરો. હેવ અ હેપ્પી ફોર્ટીન્થ વિથ એન ઇનસાઈટ! 

પાઇડ પાઇડર

મમળાવવા જેવું કાયમ ઇન્ટરનેટ પર ફરતું એક મસ્ત વાક્ય, ‘લવ’ કરવા કરતાં બે વિઘા ‘ઘઉં’ કર. 😉 😛

bhaween.smarty@gmail.com  

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s