tete-a-tete with Gujrati Ghazal Singer Manhar Udhas…કેટલીક હળવાશની પળો મનહર ઉધાસ સાથે…. :)

ગયા અઠવાડિયે મારા ગુજરાતી ગઝલ પરના એક લેખ સંદર્ભે ગુજરાતી ગઝલ ગાયક અને દિગ્ગજ છતાં એકદમ નમ્ર મનહર ઉધાસ નો ઈન્ટરવ્યું લેવાનું વિચાર્યું અને લો કોઈ જ પ્રસ્તાવના-શરત કે રાહ જોવડાવ્યા વગર મનહર સર પોતાનો સમય કાઢવા એગ્રી થયા…ખેર, લેખ માટે તો એક-બે બાઈટ જ લેવાની હટી પણ પૂરો ઈન્ટરવ્યું અહીં મારા બ્લોગ પર શેર કરું છું…મનહર ઉધાસ સાથે થયેલી કેટલીક દિલી વાતો…. 🙂

 • ૧૯૭૦માં પ્રીતના શમણાં થી ૨૦૧૦માં અનમોલ આલ્બમ સુધીની તમારી સફર સફર કેવી રહી?

બહુ જ ઇન્સપાઈરિંગ, સરસ અને ખુબ બધી યાદો થી સમૃદ્ધ, ૧૯૭૫માં સુરજ ઢળતી સાંજનોમાં મે પુરુષોતમ ઉપાધ્યાય સાથે સૌ પ્રથમ વખત કામ કરેલું. લોકોને વહેમ છે કે મારું પ્રથમ આલ્બમ આગમન છે કારણકે એમાં નયન ને બંધ રાખીને ગઝલ છે, જે એક દંતકથા બની ગઈ છે! તો ૨૭ જેટલા સાંઈ ભજનના આલ્બમ પણ મે સ્વરબદ્ધ કર્યા છે.

 

 

 • ગુજરાતી ગઝલ કેમ એક મર્યાદિત વર્ગ સુધી જ પહોંચી શકી? કોઈ કારણો?

આઈ ડુ નોટ એગ્રી ભાવિન, ગુજરાતી ગઝલો આજે ઘરે ઘરે પહોંચી છે, વિદેશમાં અમેરિકા થી યુરોપ અને છેક બોત્સ્વાના જેવા ટચુકડા અને દુર દુર ના દેશ માંથી પણ મને લોકો પોતાના પ્રતિભાવો મોકલે છે, એમાં પણ ફેસબુક પર મારા પેજ પર રોજ કેટલાય લોકો જાત-ભાતની વાતો અને ગીતો ની રિક્વેસ્ટ, એમને ત્યાં કોન્સર્ટ માટે આવવાના આમંત્રણો મોકલતા રહે છે, આજે કેટલાય નોન-ગુજરાતીઓને પણ મે નયન ને બંધ રાખીને ની કોલરટ્યુન રાખતા જોયા છે, હું અને મારી પત્ની એક વખત કોડાઈકેનાલ ફરવા ગયા ત્યારે એક નેપાળી મને ઓળખી અને પછી ખુબ બધી વાતો શેર કરી! ગઝલની કોઈ સીમા નથી હોતી દોસ્ત!

 

 • તમારું આટલું લો-પ્રોફાઈલ રહેવાનું કોઈ કારણ??

સી, હું પોતે જયારે પણ અમદાવાદ કે ગુજરાતના કોઈ પણ શહેરમાં આવું ત્યારે મિડીયાને ઈન્ટરવ્યુ અને એમના પ્રોગ્રામ્સ માટે બાઇટ્સ આપતો જ હોઉં છુ, એવી એક છાપ છે કે હું લો-પ્રોફાઈલ રહું છુ પણ મહિનામાં ખુબ બધા દેશ-વિદેશમાં થતા કોન્સર્ટસ્ મને સતત વ્યસ્ત રાખે છે.

 

 • નવી પેઢીના ગુજરાતી કવિઓ વિશે તમારું મંતવ્ય?

હું ખુબ રસ થી સૌમ્ય જોશી,હિતેન આનંદપરા,રાજેશ વ્યાસ,અનિલ ચાવડા તો જુના જોગીઓ એવા મુકુલ ચોકસી, ભાગ્યેશ જહાં, શોભિત દેસાઈ બધાને નિયમિત વાંચું છુ, અને મારો ફિડબેક પણ શેર કરતો હોઉં છુ.

 • અછાંદસ ગાવાના કોઈ પ્રયોગ કરેલા?

હું પોતે એવું માનું છુ કે લોકો ગઝલ-ગીત કે નઝમમાં પોતાની ફેન્ટસીઝ કે પછી કલ્પનાઓ અને વિચારો રિફલેકટ થાય એવું હંમેશા પસંદ કરતા હોય છે. જાનમ-સનમ-પ્રિયે જેવા શબ્દો લોકોને આજે પણ આકર્ષે છે, મને પણ અછાંદસમાં વાપરતા રૂટિન લાઈફ શબ્દો ટેબલ-કમ્પ્યુટર વગેરે વગેરે ગમે છે પણ લોકો અછાંદસને એટલું નથી ગમાળતા જેટલું મેઈનસ્ટ્રીમ ગઝલ્સને.

 • એઝ અ કમ્પોઝર, ગુજરાતી ગઝલો કમ્પોઝ કરવી કેટલી કઠીન?

હું જયારે પણ કોઈ ગઝલ વાંચું ત્યારે મને પ્રેરણા થાય અને મનમાં જ એક ટ્યુન-એક રિધમ પડઘાય, પ્લસ હંમેશા એ ધ્યાન રાખું છુ કે મ્યુઝિક બહુ લાઉડ ન બને અને શબ્દો વધુમાં વધુ હાઈલાઇટ થાય.

 

 • તમારા ફેવરીટ ગઝલ ગાયકો?

હું પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત ભાઈ, સોલી, શ્યામલ-સૌમિલને બધાને ધ્યાન થી સાંભળું છુ અને મને ખુબ ગમે છે. બધાની પોતાની એક યુનિક આઇડેન્ટિટી છે.

 • ગુજરાતી ગઝલ એઝ અ પ્રોફેશન?

જો તમે પૈસા કમાવા માટે જ અપનાવો તો મુશ્કેલ છે, શોખ થી અને પૂરી તન્મયતા થી તમારા રેગ્યુલર વ્યવસાય સાથે તમે ગઝલને અપનાવો તો જરૂર સફળતા મળે, ગઝલની જેટલી કદર ગુજરાતીઓ ને છે એ જોતા એ જીવાદોરીનું માધ્યમ ન બની શકે.

 

 • કોન્સર્ટ કે પ્લેબેક સિંગિંગ?

બંને પસંદ છે મને., પણ કોન્સર્ટ માટે એટલે થોડો ઝુકાવ કે એમાં મને એક દિવ્ય આનંદ મળે, તુરંત લોકોની ચાહના અને ફીડબેક મળે અને મને પોતાને એકદમ મેડિટેશનમાં કરતો હોઉં એટલું સરસ ફીલ થાય.

 • આજના ફિલ્મી ગીતો, મોહિત ચૌહાણ,રાહત ફતેહ અલી,સોનું નિગમ-શાન ને સાંભળો છો?

જી હાં, હું બધાને સાંભળું છુ અને મને એ વાતનો એકદમ આનંદ છે કે હજુ પણ ખુબ સરસ ગીતો બની રહ્યા છે, લોકો નો ટેસ્ટ અને માંગ બદલાયા છે પણ સંગીત કાયમ એક નવી ઉચાઇ સર કરતુ રહે છે.

 • ફ્યુચર પ્લાનિંગ?

આ દિવાળી પછી નવેમ્બરમાં મારું લેટેસ્ટ આલ્બમ આવી રહ્ય છે, જેમાં અત્યારે હું ફાયનલ તૈયારીઓમાં વ્યસ્ત છું.

 

 • ગુજરાતી ગઝલ ગાયિકીનું ભવિષ્ય કેવું લાગે છે?

અતિ ઉજ્જવળ છે, ઈનફેક્ટ એના માટે તમારે હકિકત જાણવી પડે, કેટલાય જુવાનિયાઓ ચૂપચાપ ઘરોમાં શોખ થી તનતોડ રીયાઝ કરે છે.

 • ક્યારેય કોઈ ડિપ્રેશન કે ઇન્સિકયોરિટી જેવું ફીલ થાય?

ના, ક્યારેય નહિ, સવારે પાંચ વાગે ઉઠી રોજ રિયાઝ કરું છું, બુક્સ વાંચું છું, નિષ્પક્ષ રીતે ગઝલો પસંદ કરતો રહું છું, ભગવાને મનહર ઉધાસ તરીકેનો રોલ ભજવવા મોકલ્યો છે જેને સારી રીતે ભજવવાનો પ્રયત્ન કરતો રહું છું,હમ તો કઠપુતલી હાઈ અપના અપના ખેલ કરકે ચાલે જાયેંગે

 

 • કેમ કોઈ નવા ગઝલ ગાયકો નથી દેખાતા?

લોકોને આજકાલ ઇન્સ્ટન્ટ સફળતા જોઈએ છે, રિયાલિટી શો ની ચમકદમક ગમે છે, જે લાંબી નથી ચાલતી.સફળતા એ ધીરજ માંગી લેતી ઘટના છે.

 

 • યંગ ગુજરાતી જનરેશન માટે કોઈ મેસેજ?

બસ, માતૃભાષાને પ્રેમ કરો, ઈજ્જત કરો, અને ગાયકો અને કવિઓની રચનાને માન આપી સાંભળવું જોઈએ. અને છેલ્લે હંમેશા એક્ટિવ રહી અને પોઝિટિવ બનો. 

***************************************************************

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s