એક સિટીબસ જ્યારે પુરો દિવસ નક્કી કરે!


 ગઈ કાલે ઓફિસ થી સાંજે ૭ વાગ્યે રાબેતા મુજબ નીકળતી વખતે કોમ્પ્લેકસના બેઝમેન્ટમાં એક્ટિવાને એઝયુઝવલ ચાલુ કર્યું, અને હેલ્મેટમાં લદાયેલા કાને એક તીણો અવાજ સંભળાયો… એક્સક્યુઝ મી, કેન યું ગીવ મી યોર કી? મારા એક્ટિવાની ચાવી મળતી નથી ખબર છે કે એક એક્ટિવાની ચાવી બીજા એક્ટિવા માં કેવી રીતે લાગે? છતાં એક નિષ્ફળ પ્રયત્ન કરવા માટે પણ ચાવી આપી. પછી ચાવી તો ન લાગી, એ છોકરીના ચહેરા પર પરસેવો અને ટેન્શન સાફ દેખાતું હતું. ખેર, પછી ચાવી તો એ છોકરીના પર્સ માંથી જ નીકળતા એને હાશ થઇ અને પછી હું ઘરે જવા રવાના થયો.

પણ મગજમાં એક વિચાર એકદમ વાયુ વેગે પસાર થઇ ગયો કે આપણી લાઈફમાં એવા કેટલાય પ્રોબ્લેમ્સ હોય છે જેને આપણે રોજ ફેસ કરીએ છીએ, પણ સમાજનો એક એવો પણ વર્ગ પણ છે જેને આવા કોઈ પ્રોબ્લેમ ફેસ તો શું ખબર પણ નથી હોતી! એવા કેટલાક રોજીંદા પ્રોબ્લેમ્સ વિચાર્યા જેને ફેસ કર્યા છે અને સોલ્વ કર્યા છે! જેમ કે…

  • બાથરૂમની ખાળ ભરાઈ જવી
  • દિવાલમાં ફ્રેમ ટાંગવા ખીલી કેમ ખોડવી? સુથાર નથી મળતો!
  • કામવાળી સાત દિવસ નથી આવવાની તો મેનેજ કેવી રીતે કરવાનું?
  • ઘરની બહાર નીકળતા જ વરસાદ પછી રસ્તાઓ એટલા ધોવાઈ ગયા છે કે સ્કુટરમાં પંક્ચર પડવાની પૂરી શક્યતા છે!
  • સવારે નર્મદાનું પાણી આવતું હોવાથી આગળની સોસાયટીના ઘરો થી અહિં સુધી આવતું પાણી પ્રેશરના અભાવે એકદમ ધીમું આવે છે!
  • ઇસ્કોન થી થલતેજ પહોંચતા અને પંચવટી થી નહેરુ નગર થઇ ઇસ્કોન પહોંચતા ભયાનક ટ્રાફિકમાં ફસાય જવાય છે, બીઆરટીએસ વિશે ફૂલોના હાર બાંધતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ની સ્ટોરીઝ પર સખત ચીડ ચઢે છે!
  • હેલ્મેટ પહેર્યું છે, પીયુસી પણ છે પણ થોડે આગળ થી જ વળવાનું હોઈ છેક દુર જઈ યુ ટર્ન ના લીધો અને ટ્રાફિક પોલીસે પકડ્યો અને ૫૦ નો ચાંલ્લો થાય ત્યારે?!

 વેલ વેલ વેલ, આ લીસ્ટ હજુ ઘણું લંબાવી શકાય…પણ કહેવાનો મતલબ એટલો જ કે સતત આપણે દિવસે દિવસે એકદમ કોઝી અને પ્રમાણમાં હાઈ સ્ટાન્ડર્ડ લાઈફ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે કોઈ વસ્તુ રિપેર કરાવવાને બદલે નવી લઇ લઈએ છીએ, અને અમુક વસ્તુઓ આપણા હાથમાં ના હોઈ એને ચલાવી લઈએ છીએ! સમાજનો એક એવો વર્ગ છે જે મોટા ભાગના કામો બીજા પાસે કરાવી લેતા હોઈ એને બહુ જમીની હકીકતનો અંદાજ નથી આવતો!

 અમદાવાદમાં નવો આવેલો ત્યારે સિટી બસમાં જ ફરતો, પોતાનું ટુવ્હીલર લઇ શકું એટલી પરિસ્થિતિ નહોતી, ત્યારે ઇસ્કોન થી લાલ દરવાજા જતી ૧૫૧ નંબર અને ગુરુકુળ થી લાલ દરવાજા જતી ૪૦૦ અને ૫૨/૨ નંબરની બસ વહેલી કે મોડી હોય એના પર પુરો દિવસ કેવો જશે એ નિર્ભર રહેતો. એમાં પણ ગાંધીનગરના અપડાઉન વખતે ચોમાસામાં બહુ જ ગંદી હાલત થતી…

 જયારે જલસા વાળી કોઝી લાઈફ જોઉં કે અનુભવું ત્યારે ઉપર લખેલા બધા જ પ્રોબ્લેમ્સ યાદ આવે જેને એ ફેસ કરતી વ્યક્તિ જ સમજી શકે!

 અમદાવાદના ૨૦૦૬-૨૦૦૮ ના મારા ગોલ્ડન ટાઈમ અને મારા દિલની નજીક એવા એ દિવસો જેમાં મે અમદાવાદને ખુબ બધી નજીક અને બારીકાઈ થી જોયું હતું! એની બધી જ ડિટેઈલ્ડ વાતોનો પ્રથમ એપિસોડ કાલે છઠ્ઠી પોસ્ટમાં…ગુડ નાઈટ,શબ્બા ખૈર…. 😉

***************************************

 

   

 

          

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s