ધુણકી ધુણકી ધુણકી લાગે વે…!!

ઓ મલંગ હુઆ,દિલ યે  મેરા,

હૈ મસ્ત મલંગ હુઆ, દિલ યે મેરા,

ઈશ્ક ફિકરદા છત્તે બલ્લા,

મૌજ કરદા હો કે જલ્લા જીવે,

ઈશ્ક મે દિલ ના હોયેઆ ફકિરી,

માંગે સબકી ખૈર સુકૈયા, જીવે,,,

ગીર દીવારે લગા લલકારે,

ઈશ્ક દી મસ્તી દે, વિચ સોને દે જાગે..યેહ..

ધુણકી ધુણકી ધુણકી લાગે!!

 

જી હા, આજકાલ યશરાજ બેનરની મેરે બ્રધર કી દુલ્હન (મેરે યાર કી શાદી હૈ, સોરી ભાઈ અને અંગ્રેજી ફિલ્મ ડેન ઇન રિયલ લાઈફની મિક્સ્ડ નકલ છે!) નું એક ગીટ ખુબ જ ગાજી રહ્યું છે. જે દોસ્તો એ નથી જોયું કે સાંભળ્યું એ માટે અહિં એ વિડીયો લીંક કરેલ છે.

 

ધુણકી બહુ જ કેચી સોંગ છે, એકદમ તમારી જબાન પર ચઢી જાય! આ લખનાર ઈર્શાદ કામિલ નામના જુવાનિયા ની વાત આગળ કરીએ! ધુણકી નો મતલબ આમ તો અલગ થાય છે પણ અહિં ઈર્શાદે પાગલપન, એક મેજીક સ્પેલ ના મતલબમાં લીધી છે! ફિલ્મની થીમ પ્રમાણે કેટરીના ને અહિં એકદમ જીપ્સી અને બોલ્ડ લુક અપાયો છે. પિયર્સિંગ, બ્લોન્ડ હેર, બહાર જાણી જોઈને દેખાય એમ પહેરાતી પિંક બ્રા, આંખોમાં કાજલ! કેટરિનાના કેસ માં એવું છે કે એ લાગે છે બહુ જ સરસ, પણ બોલે એટલે એના એક્સેન્ટ થી ફિલ્મ જોવાની મજા બગડી જાય…આટલા વર્ષોથી હિન્દી સિનેમા માં હોવા છતાં હજુ એ સરખું હિન્દી બોલતા નથી શીખી.

 એની વે, ઈર્શાદ કામિલે જબ વી મેટ, લવ આજ કલ, સોચા ન થા, અજબ પ્રેમ કી ગજબ કહાની, આહિસ્તા આહિસ્તા, ચમેલી જેવી ફિલ્મોમાં એક થી એક અફલાતુન ગીતો લખ્યા છે. હિન્દી અને ઉર્દૂ ભાષાનો આ કલમબાજ ઈર્શાદ બહુ જ સરસ લખે છે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે લેખ ટંડન, પંકજ કપૂર અને સંગીતકાર સંદેશ શાંડિલ્યએ ઈર્શાદને મુંબઈ લાવી પહેલો બ્રેક આપેલો.

 બેક ટુ ધુણકી, આ ગીતની ગાયિકા ફોર આ ચેન્જ સુનિધિ નથી પણ વર્ષો જુના અને સ્પ્લીટ થયેલા પોપ બેન્ડ વિવા માંથી છુટ્ટી પડેલી સિંગર નેહા ભસીને ગયું છે જેના નામે આર્યન નામની એક ડબ્બા ફિલ્મ અને અમુક સાઉથ મુવીઝ સિવાય કોઈ એવા સારા ગીતો બોલતા નથી!

 જયારે પણ ઢીંકા ચિક્કા, ભાગ ડી કે બોસ, નક્કદ વાલે ડિસ્કો, કેરેક્ટર ઢીલા આવે અને ઇન્સ્ટન્ટ છવાય જાય ત્યારે એક જ વિચાર આવે કે રાતોરાત હીટ થતા આ ગીતો બહુ દીર્ઘજીવી નથી નીવડતા. જેટલી ઝડપ થી એનો ખુમાર ચઢે છે એટલો જ જલ્દી એ હોંઠો પર થી અને પછી મગજ માંથી ભૂલાઈ જાય છે.

 ધુણકી લાગે કોઈ ગ્રેટ સોંગ નથી પણ મનમોજીલા અને રેબેલિયસ યુવાહૈયાઓને બહુ જ ગમશે આ ગીત એની ગેરંટી. કેટરિના આ ગીતમાં એટલી સેક્સી અને જોવી ગમે એવી લાગે છે કે ઈમરાન ખાન સાવ બૈરું જેવો અને ઝાંખો પડે છે.

 આજે ફરી રામગોપાલ વર્મા કેમ્પ માંથી એક ફિલ્મ શબરી (ટિમ્મી નારંગ વાળી ઈશા કોપ્પિકર ફરી ક્યાંક થી પ્રગટી છે!) રિલીઝ થઇ છે, તો વિવેકની પહેલેથીજ ફ્લોપ એવી ચિત્કબરે અને કોનન ધ બર્બેરિયન થ્રીડી માં રિલીઝ થઇ છે જે એક સામાન્ય ફિલ્મ છે.

 ગીટાર કે કિબોર્ડ શીખતા અને વગાડી જાણતા દોસ્તોને ધુણકી પ્લે કરવાની અને ડાન્સ શીખટી ચિબાવલીઓ ને તો જાણે સાક્ષાત ધુણકી આવશે એની ગેરંટી!!

 

સોલિડ છે બોસ! બીજા મસ્ત મસ્ત કરંટ ફિલ્મ્સના ગીતોની વાતો હવે પછીની પોસ્ટમાં કાલે! ગુડ નાઈટ દોસ્તો! હેવ આ ગ્રેટ સેટર ડે!! 😉 કીપ રોકિંગ…!!                

Advertisements

One thought on “ધુણકી ધુણકી ધુણકી લાગે વે…!!

 1. dhunki is nice catchy song
  ane ek khas vat irshad kamil bov varso pachi bollywood ne ek evo gitkar malyo 6 k jena songs sambhlta j lage k wah mast ane eni biji khas vat a 6 k a darek prakar na songs lakhi jane 6
  jab we met nu school ma prarthna ma mukva layak”aao milo chale” ane enu j “aaoge jab tum o sajna” ane haji ek var “ye ishq haye”
  ajab prem ni gajab ma pan gajab kari nakhyo
  love aaj kal ma pan ye duriya,twist,chor bajari,mai kya hu
  chameli nu maru fav. forever sajna ve sajna
  ane have dhunki
  hats of to irshad kamil from heart

  ane biji ek vat k aa badha ne sajavnar pritamda ne pan kevu pade
  “jahapnah tussi great ho”

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s