બસ ઇતની સી તુમસે ફરમાઈશ હૈ, યે જો બારિશ હૈ! ઇસ મેં તેરે સંગ ગુનગુનાના.. કલ રેડિયો પે આયા થા જો વોહી વાલા ગાના, ગાતે ગાતે બાંહોમેં મર જાના.. બસ ઇતની સી.. :(

બસ ઇતની સી તુમસે ફરમાઈશ હૈ, યે જો બારિશ હૈ! ઇસ મેં તેરે સંગ ગુનગુનાના..

કલ રેડિયો  પે આયા થા જો વોહી વાલા ગાના, ગાતે ગાતે બાંહોમેં મર જાના..

બસ ઇતની સી..  😦 

આ વખતે વરસાદ બસ આવે અને જાય પણ ક્યારેય મન મુકીને વરસ્યો નહિએની વે એ તો આમ પણ જે લોકો વરસાદને એન્જોય કરવામાં માને છે એને તો એમાં પણ મજા જ આવે. અમદાવાદમાં આ ચોમાસું કોઈ સિંધી વેપારી જેવું રહ્યું, થોડું વરસે અને પછી ફરી એક લાંબી રાહ. વધુ પડશે ની લાલચમાં પુરો શો ઓફ કરે પણ વરસે નહિ. ફરી થોડા દિવસોનો બ્રેક પડતા તમે ઓફિસે રેઇનકોટ લઇ જવાનું બંધ કરો અને તમને સાંજે ઓફિસ થી નીકળતા જ પકડી લે અને ભીંજવી દે, તરબોળ કરી દે. આવા સમયે હસતા-મુસ્કુરાતા જો એને એન્જોય કરો તો એ જ તમારા માટે સારું છે, અમદાવાદના ખસ્તાહાલ રસ્તાઓ, ભૂવાઓ અને કિચડ તરફ જોવાના બદલે વસ્ત્રાપુર તળાવ પાસેની અમેરિકન મકાઈની લારીઓમાં થી આવતી સુગંધ, એસજી હાઈવેના સર્વિસ રોડ પર બેઠેલા લવબર્ડસ્, કે આશ્રમ રોડ પાસે નેહરુ બ્રિજ પર થી વહેતી સાબરમતીને નિહાળીએ તો દિલ લીટરલી ગાર્ડન ગાર્ડન થાય થાય અને બ્લડપ્રેશર નોર્મલ રહે!

 

અમદાવાદમાં તો વરસાદની એક બીજી પણ ફ્લેવર છે અને એ છે રિક્ષાવાળાઓ! મણિનગર કે ઓલ્ડ સિટી તરફ રહેતા હો અને સેટેલાઇટ બાજુ જોબ કરતા હો તો સાંજે વરસાદમાં રિક્ષાવાળાઓ તમને ૩૦૦ રૂપિયા પણ બેધડક માંગે, મોટા ભાગના તો જવાની જ ના પાડે! એએમટીએસ અને હવે બીઆરટીએસની બસો ડાહીડમરી સમજુ છોકરીની જેમ ટ્રાફિકસ્નાર્લ સહન કરીને પણ દોડતી રહે છે. તમે ટુ વ્હિલર પર નીકળો તો કાર ડ્રાઇવર્સ થી ખાસ બચવું પડે કારણકે એમની સ્પીડ થી તમે ખાબોચિયાના પાણીનું સાંગોપાંગ સ્નાન કરશો એની ગેરંટી! લોકોની ધીરજ ઘરે પહોચવા માટે સાંજે ખૂટી જાય સો ટ્રાફિકમાં કોઈ મતલબ વગર નોનસ્ટોપ હોર્ન વાગતા રહે છે!

 

હવે પાંચ જેટલા ખાનગી એફએમ સ્ટેશન હોવાથી સરસ ગીતો, ખુબ જાહેરાતો અને ચાંપલી આર જે ની બકબક થી તમે યુઝ્ડ ટુ હોવ તો ઠીક બાકી પછી સાંજે ઘરે પહોચીને કિશોરકુમાર-રફી કે પછી મોહિત ચૌહાણના મસ્ત મસ્ત ગીતો સૂપ સાથે લઇ શકો! ગિટાર કે પછી કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા કે વગાડવાનું આપણા ગુજરાતીઓ પ્રાયોરિટીમાં નથી લેતા પણ જો આવડતું હોય તો ક્યાં કહેના!

 

આજે ઇન્ડિયન ફૂટબોલ સ્ટાર બાઈચુંગ ભૂટિયાની નિવૃત્તિ, સરકારની અન્ના એપિસોડમાં પીછેહઠ, અને ઝરમર વરસાદ પુરા દિવસ પર છવાયેલા રહ્યા. બેક ટુ રેઈન, વરસાદ એટલે કઈ આ સૂપ-મકાઈ-દાળવડા અને ભજીયાની જ મજા થોડી? ૭૦-૮૦ વર્ષના કોઈ માનસિક રીતે એકલા વૃદ્ધને કે પછી લાગણીની ભરતીઓમાં ભીંજાયેલા યુવા હૈયાઓ કે જે ઝઘડીને બેઠા છે કે પછી કોઈ ઈગો ઇસ્યુના લીધે મેન્ટલી દુર છે અથવા તો એવા હૈયાઓ જે એકદમ વાઈબ્રન્ટ પણ  હજુ સિંગલ છે એ લોકોને પૂછો તો આ વરસાદમાં એના આંસુઓ છુપાય જાય છે અને વરસાદનું અને આંખોનું પાણી એક થઇ ગાલને ગરમ કરતુ રહે છે! મનપ્રિત અખ્તરના આવાજ માં ગવાયેલું તુજે યાદ ના મેરી આયી, શુભા મુદગલનું મથુરા નગરપતિ, કે પછી અહિં શિર્ષકમાં લખેલું કેકે એ ગાયેલું ગુઝારીશનું એક એક બેબશ ગીત મનમાં ઘુમરાયા કરે છે!

 

હા, મને ખબર છે અમુક લોકો આ બધું વાંચીને કહેશે કે આ બધું વેવલુ છે, પણ શું સાચું નથી તો? વરસાદમાં કોર્પોરેટ સેક્ટરમાં જોબ કરતા મારા જેવા કેટલાય જુવાનિયા પોતાના લેધર શુઝ પાણીમાં પલળી જવાની બીકે પોતાનું ટુ-વ્હિલર ડ્રાઈવ કરતા રહે છે! રસ્તા પર ભરાયેલા પાણીમાં છબછબિયા કરી સામેથી પોતે ભીના થતા ટેણીયાઓની સાલી જલન થાય, છેલ્લે આમ ક્યારે કરેલું? આમ ક્યારે હસેલા? ખેર, વાંચકો મને ફરી નોસ્ટાલ્જિક થઇ જવાનો આરોપ લગાડશે! એની વે…

 

વરસાદથી ભીના થયેલા રસ્તાઓ પર જેમ બ્રેક ના  લાગે તો આગળની કાર સાથે એક્ટિવા અથડાય જાય (અને શારિરીક અને કેટલાક વિશેષણો થી માનસિક રીતે લાગે આપણને જ!) એમ જ આ પોસ્ટ માં હવે બ્રેક મારું છુ…અન્ના ને હવે અન્નની જરૂર છે પણ જાની જોઈને આ પોસ્ટમાં એ એપિસોડ પર લખવું ટાળ્યું છે…ફરી મળીએ દોસ્તો, આવી જ એક વરસાદી ભીની ભેજ વાળી સાંજે! 😉                   

Advertisements

2 thoughts on “બસ ઇતની સી તુમસે ફરમાઈશ હૈ, યે જો બારિશ હૈ! ઇસ મેં તેરે સંગ ગુનગુનાના.. કલ રેડિયો પે આયા થા જો વોહી વાલા ગાના, ગાતે ગાતે બાંહોમેં મર જાના.. બસ ઇતની સી.. :(

 1. તરબતર કરી દેતી પોસ્ટ…

  વરસાદ એ ચિન્હ છે પ્રેમમાં પણ વરસી જવાનું.એ સિગ્નલ આપે છે કે જો તમે પ્રેમમાં એકની એક વાતોથી કંટાળ્યા હો તો જરા એક નજર વરસાદ પર નાખીને ફરી વાતમાં એને મુકો.વરસાદ એ જાદુઈ દવા છે પ્રેમને રીફ્રેશ કરવા માટે,પ્રેમીને રીફ્રેશ કરવા માટે.અને યુવા હૈયાઓ જ આનો લાભ લઇ શકે એવું નથી.પરણેલાઓને તો તરોતાજા થઇ જવાય એવી આ ઋતુ છે.રીમઝીમ વરસાદમાં એકાદ વોક અથવા એકાદ લોંગ ડ્રાઈવ પુરતી છે પ્રેમ ઉજાગર કરવા માટે.ભીની બુંદો મન અને દિલ બેયને ભીંજવતા હોય ત્યારે પ્રિયજનના હુંફાળો સ્પર્શથી ગમે તે ઉમરમાં પણ પ્રેમનો મારુત સુસવાટા લાવી દે….

  Like

 2. Ha ekdam sachu
  Mara ghar pas eek motu medan 6 jyare pan varsad chalu hoy ane lunch time ma hu tyathi pasar thav to jov chu 2 tabriya lilacham ghas ma bharayela khabochiya ma potani nankdi cycle chaku varsade masti thi dhota hoy 6 a joy ne bov maja aave 6

  next rain i will click them

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s